આ છે 15 કરોડનો પાડો, રોજ પીએ છે એક કિલો ઘી ને ખાય છે કાજુ બદામ - Real Gujarat

આ છે 15 કરોડનો પાડો, રોજ પીએ છે એક કિલો ઘી ને ખાય છે કાજુ બદામ

તમને વાંચીને વિચિત્ર લાગશે, પણ રાજસ્થાનના પુષ્કરમાં શરૂ થયેલા પશુ મેળામાં આ વખતે એક પાડો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ પાડાનું નામ ભીમ છે.

માહિતી મુજબ, આ પાડાની કિંમત લગભગ 15 કરોડ રૂપિયા કહેવામાં આવી રહી છે. જેનું કારણ છે કે, આ પાડાએ 6 વર્ષમાં સારું કદકાઠી બનાવ્યું છે.

આ પાડાના માલિક જવાહર જહાંગીરે જણાવ્યું કે, ‘મૂર્રા નસ્લના આ પાડનું વજન લગભગ 1300 કિલોગ્રામ છે. આના ખાવા-પીવાનો દર મહિને લગભગ સવા લાખ રૂપિયા ખરચો થાય છે.’

પાડાના માલિકે જણાવ્યું કે, ‘ભીમનો ખોરાક જો કોઈ સાંભળે તો વિશ્વાસ કરશે નહીં. તે દરરોજ લગભગ એક કિલો ઘી, લગભગ અડધો કિલો માખણ, દહીં, દૂધ અને કાજૂ-બદામ સહિત બધુ ખાય છે. જેનો ખર્ચ લગભગ સવા લાખ રૂપિયા થાય છે. આ ઉપરાંત એક કિલોગ્રામ સરસિયાના તેલથી તેની માલિશ કરવામાં આવે છે.’

તેમણે જણાવ્યું કે, ‘આ ભીમની સારસંભાળ માટે લગભગ 4 લોકોને રાખવામાં આવ્યા છે. ભીમની ઊંમર 6 વર્ષ છે અને આ ઊંમરમાં પાડાને બીજા પાડા કરતાં અલગ કદ-કાઠી પ્રાપ્ત કર્યું છે. આ પાડાની ઊંચાઈ લગભગ 6 ફૂટ અને લંબાઈ 14 ફૂટ છે.

આ પાડોનો ઉપયોગ ભેંસના ગર્ભધારણ માટે કરવામાં આવે છે. જેનાથી વધારે દૂધ આપનારી ભેંસ જન્મે. એટલે આ પાડાની કિંમત 15 કરોડ રૂપિયા છે.

You cannot copy content of this page