બે બહેનોએ રંગેચંગે કર્યાં હતાં લગ્ન પણ પતિએ આપ્યું દર્દનાક મોત

એક પિતા પોતાની જીવનભરની કમાણી પોતાની પુત્રીઓનાં લગ્ન પાછળ ખર્ચ કરી દે છે. જેથી તેના સાસરાવાળા તેને આખી ઉંમર ખુશ રાખે. પરંતુ જ્યારે તેપિતાને ખબર પડે કે તેમની પુત્રીનાં સાસરિયા તેની સાથે મારપીટ અને અન્ય રીતે હેરાન કરે છે. તો તેને કેટલું દુખ થશે.આવો જ એક દુખદ મામલો પંજાબનાં અબોહર જીલ્લાથી સામે આવ્યો છે. જ્યાં એક પિતાની બે પુત્રીઓનું મોત તેમના સાસરિયાઓને કારણે થયુ હતુ.

બંનેએ એક જ યુવાન સાથે લગ્ન કર્યાં હતાં.બંનેનું મોત નીપજ્યું
વાસ્તવમાં, આ મામલો અબોહર જિલ્લાના કલ્લરખેડા ગામનો છે, જ્યાં એક પરિણીત મહિલાનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. મૃતકના સંબંધીઓએ સાસરિયાઓ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. પીડિતાના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આશ્ચર્યની વાત એ છે કે પીડિતાના પરિવારની બંને પુત્રીઓએ એક જ વ્યક્તિ સાથે લગ્ન કર્યા. જ્યાં આરોપીઓએ એક પછી એક બંનેની હત્યા કરી હતી.

અંતિમ સંસ્કાર પહેલાં જ પિતાએ હકીકત લાવી સામે
મૃતકના પિતા રાજ કુમારે જણાવ્યું હતું કે, તેણે લગભગ 4 વર્ષ પહેલા તેની પુત્રી મમતાના રાજિંદર જાટવાલ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન બાદ તેના સાસરીયાઓએ દિકરીને દહેજ માટે ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. શુક્રવારે સાંજે જમાઈનો ફોન આવ્યો, તેણે કહ્યું કે મમતાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. કોઈક રીતે જ્યારે અમે ત્યાં પહોંચ્યા, ત્યારે તેમણે કહ્યા વિના અંત્યેષ્ટિની તૈયારી કરી લીધી હતી. જ્યારે તેણે મમતાને જોઇ ત્યારે તેના ગળા પર કેટલાક નિશાન હતા, જેના કારણે તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઇ હતી. આ પછી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને મમતાના પતિ રાજીંદર, દિયર પવન કુમાર, સાસુ શારદા, સસરા સાહેબરામ સામે ગુનો નોંધ્યો હતો.

આરોપીએ બીજીવાર આવું કર્યુ
અહીં સૌથી દુખદ વાત એ છે કે ભોગ બનનાર રાજુકમારે પુત્રી પૂજા અને મમતા બંનેનાં રાજીન્દ્ર સાથે લગ્ન કર્યા. પરંતુ હવે તે બંનેનું મોત નીપજ્યું હતું. પિતા રાજકુમારે કહ્યું કે મોટી પુત્રી પૂજાની પણ રાજિન્દ્રએ કરંટ આપીને હત્યા કરી હતી. જ્યાં તેમણે અમને જણાવ્યા વિના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ પછી તેણે મારી નાની પુત્રી મમતાને તેની જાળમાં ફસાવી અને તેની સાથે લગ્ન કરી લીધા. પરંતુ તે પણ તેની સાથે વધુ સમય રહી શકી નહીં. આ કેસનું પુનરાવર્તન કરતાં આરોપી રાજેન્દ્રએ ફરી એકવાર મમતાની હત્યા કરી હતી.