વર્ષ 2021માં કઈ રાશિને થશે ધનલાભ અને કોની વધશે મુંઝવણ, વાંચો વાર્ષિક રાશિફળ

વર્ષ 2021નું વર્ષ શરૂ થઈ ગયું છે. આ વર્ષ મેષ, વૃષભ, કર્ક, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિના લોકોને સફળતા મળવાના યોગ છે. આ રાશિઓના લોકો માટે સમય સારો રહેશે. ધનલાભ અને ફાયદો તો મળશે જ સાથે જ કિસ્મતનો સાથ પણ મળશે. ત્યાં જ, સિંહ, તુલા, ધન અને મકર રાશિના લોકો ઉપર નક્ષત્રોની મિશ્રિત અસર રહેશે. આ સિવાય મિથુન અને કુંભ રાશિના લોકોએ આખું વર્ષ સાવધાન રહેવું. આ 2 રાશિઓ માટે જોબ અને બિઝનેસમાં મુંઝવણ વધી શકે છે.

મેષ
મેષ રાશિના લોકો માટે આ વર્ષ રોજગારના અવસર વધશે. લાભની સ્થિતિઓ વધશે. ફેબ્રુઆરી મહિનામાં થોડા ખર્ચની સ્થિતિ રહેશે. નોકરીમાં ઉન્નતિ અને ટ્રાન્સફરના યોગ બની રહ્યા છે. નવી યોજનાઓ તથા પડકાર તમારી સામે આવશે. ઓગસ્ટ મહિનામાં તમને આલોચનાત્મક તથા નકારાત્મક પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયે કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લેવી પણ યોગ્ય છે. તમારા ભવિષ્યની યોજનાઓને કોઇ સામે જાહેર ન કરો. નોકરી તથા વ્યવસાય બંનેમાં જ આ વર્ષે કોઇના ઉપર વધારે વિશ્વાસ કરવો તમારા માટે નુકસાનદાયી સાબિત થઇ શકે છે. વ્યવસાયિક સ્પર્ધાના કારણે વ્યવસ્થિત તથા સારી રીતે કામ કરવું પડી શકે છે. નોકરમાં સ્થાન પરિવર્તન અને ઉન્નતિના યોગ બનશે.

વૃષભ
તમારા વ્યવસાયિક કાર્યોમાં આ વર્ષે ખૂબ જ મહેનત અને પરિશ્રમની જરૂરિયાત છે. કાર્ય વિસ્તારની યોજના શરૂ કરતાં પહેલાં તેના અંગે વિચાર કરો. જોકે, નાની-મોટી પરેશાનીઓ આવશે, પરંતુ તમે તમારી બુદ્ધિમતા તથા વિવેકથી શાંતિપૂર્ણ રીતે ઉકેલ પણ શોધવામાં સક્ષમ રહેશો. પાર્ટનરશિપને લગતાં વ્યવસાયમાં સાવધાન રહેવાની જરૂરિયાત છે. નાની ભૂલના કારણે સંબંધોમાં તિરાડ પડી શકે છે. તેની અસર વ્યવસાય ઉપર પણ પડશે. જમીન, શેરબજાર, સોના-ચાંદી જેવા કાર્યોમાં રોકાણ કરવા માટે સમય ખૂબ જ ઉત્તમ રહેશે. નોકરીમાં પ્રમોશનના યોગ્ય યોગ બનશે. મન પ્રમાણે પ્રમોશન સંભવ છે. ઓફિસનું વાતાવરણ તમારા અનુકૂળ રહેશે.

મિથુન
વ્યવસાયિક દૃષ્ટિથી આ વર્ષ સામાન્ય જ રહેશે. આવકની સાથે-સાથે ખર્ચની પણ સ્થિતિ રહેશે. વેપારના વિસ્તારને લગતી યોજનાઓ તો બનશે, પરંતુ તેમને શરૂ કરવા માટે વધારે મહેનત અને પ્રયાસ કરવા પડશે. રોકાણને લગતાં કાર્યો કરતી સમયે અનુભવી વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે. પાર્ટનરશિપને લગતાં વ્યવસાય માટે આ વર્ષ ઉત્તમ રહેશે. જોબમાં બોસ તથા અધિકારીઓ તમારા કામથી સંતુષ્ટ રહેશે. કોઇ મહત્ત્વપૂર્ણ અથોરિટી પણ મળવાની સંભાવના છે. પ્રમોશનના યોગ અને મનોવાંછિત સ્થાને ટ્રાન્સફર થઇ શકે છે.

કર્ક
વેપારમાં તમારા મહત્ત્વપૂર્ણ નિર્ણય ઉત્તમ રહેશે. તથા વિસ્તારને લગતી જે યોજનાઓ ઘણાં સમયથી ટાળી રહ્યા હતાં, તેને પૂર્ણ કરવાનો યોગ્ય સમય આવી ગયો છે. આર્થિક સ્થિતિ સારી થશે પરંતુ રૂપિયા આવવાની સાથે-સાથે ખર્ચ પણ વધારે થશે. કોઇ પ્રભાવશાળી વ્યક્તિના સહયોગ દ્વારા તમને કોઇ મહત્ત્વપૂર્ણ ઓર્ડર પ્રાપ્ત થશે. પાર્ટનર્સ તથા કર્મચારીઓ ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરશો નહીં. કેમ કે તેમના દ્વારા તમારા પ્રત્યે દગાબાજી તમારા માટે ખૂબ નુકસાનદાયી રહેશે. પ્રોપર્ટીને લગતો વેપાર આ સમયે ખૂબ જ ફાયદાકારક રહેશે. વિદ્યાર્થીઓને નોકરીને લગતી પરીક્ષાના પરિણામ તેમના પક્ષમાં રહેશે. સરકારી સેવા કરનાર વ્યક્તિઓને આ વર્ષે સાવધાન રહેવાની જરૂરિયાત છે. અજાણ્યા વ્યક્તિઓ સાથે સંબંધ તથા કોઇ લાલચના કારણે પરેશાનીમાં પડી શકો છો.

સિંહ
વ્યાવસાયિક ગતિવિધિમાં સુધાર આવશે. હળવી પરેશાની રહેશે. સમય રહેતાં તમે દરેક મુશ્કેલ અને પરેશાનીનો ઉકેલ શોધી લેશો. તથા નવા વ્યાવસાયિક કરાર અને અવસર પ્રાપ્ત થશે. શેર બજાર, સોના-ચાંદી, પ્રોપર્ટી વગેરેમાં રોકાણ કરતાં પહેલાં કાગળિયાઓને યોગ્ય રીતે તપાસી લો. નહીંતર તમારી સાથે કોઇ દગાબાજી થઇ શકે છે. નોકરીમાં બોસ અને અધિકારીઓ સાથે સંબંધ મજબૂત થશે. ક્યારેક ગુસ્સાના કારણે સહયોગી સાથે વિવાદ થઇ શકે છે.

કન્યા
કારોબાર તથા વ્યવસાયમાં નવી સફળતા પ્રાપ્ત થશે. છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કાર્યો યોગ્ય રીતે પૂર્ણ થઇ જશે. નવી તકનીક તથા ઉત્તમ નીતિઓ દ્વારા તમે તમારા વ્યવસાયને વધારવામાં સક્ષમ રહેશો. માર્કેટિંગને લગતાં કાર્યો તથા સંપર્ક સૂત્રો દ્વારા તમને વિશેષ સફળતા પ્રાપ્ત થશે. આ વર્ષે કોઇ મોટું રોકામ કરવા માટે ઉત્તમ છે. નોકરીમાં પ્રમોશનની પૂર્ણ સંભાવના છે. ઓફિસમાં વાતાવરણ અને સ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે. તમે તમારા કાર્યોને પૂર્ણ પ્રામાણિકતાથી અંજામ આપો.

તુલા
આ વર્ષ તમે તમારી સમજણ તથા દૂરદર્શિતાથી વેપારમાં લાભને લગતાં નિર્ણય લેશો. જોકે, ગ્રહ પરિસ્થિતિઓ વધારે અનુકૂળ રહેશે નહીં પરંતુ તમે તમારી ઉદારતા તથા વાણી દ્વારા પરિસ્થિતિઓને પોતાના અનુકૂળ બનાવી લેશો. તમારા કામની ક્વોલિટી સાથે કોઇ પ્રકારનો સમાધાન ન કરો. સપ્ટેમ્બર મહિનામાં થોડા જૂના ઓર્ડર તથા પાર્ટીઓ તૂટી શકે છે. તમારા ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું. કોઇપણ મહત્ત્વપૂર્ણ કાગળિયા કે દસ્તાવેજ ઉપર સહી કરતાં પહેલાં તેની તપાસ કરી લેવી. વર્ષના અંતે પરિસ્થિતિઓ વધારે અનુકૂળ થઇ જશે.

વૃશ્ચિક
વ્યવસાયિક દૃષ્ટિએ આ વર્ષ ખૂબ જ સારું રહેશે. વિસ્તારની યોજનાઓ ઉપર ગંભીરતાથી કામ લેવું. આ સમયે તમારા કામની ગુણવત્તાને વધારવી જરૂરી છે. કોઇ સાથે સ્પર્ધાને લગતાં મામલાઓમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. માર્કેટિંગને લગતાં કાર્યોમાં વિશેષ સફળતા પ્રાપ્ત થશે. વેપારના વિસ્તાર માટે લોન લેવાની સ્થિતિ બની શકે છે, પરંતુ તે ફાયદાકારક સાબિત થશે. નોકરીમાં નક્કી લક્ષ્યને સરળતા અને સુગમતાથી પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. કોઇપણ પ્રકારનું જોખમ લેવાનું ટાળો.

ધન
વ્યવસાયને યોગ્ય રીતે ચલાવવા માટે વધારે મહેનત અને પરિશ્રમની જરૂરિયાત છે. થોડી પરેશાનીઓ રહેશે પરંતુ તમે તેને ઉકેલવામાં સક્ષમ પણ રહેશો. આ સમયે અજાણ્યા તથા નવી પાર્ટીઓ સાથે જોડાતાં સમયે યોગ્ય તપાસ કરવી જરૂરી રહેશે. નહીંતર તમે કોઇ દગાબાજીનો શિકાર બની શકો છો. મશીન, સ્ટાફ, કર્મચારીઓ વગેરે સાથે જોડાયેલી પરેશાનીઓ એપ્રિલ મહિલા સુધી ઉકેલાઇ જશે. વ્યવસાયિક યાત્રાઓ પણ વધશે. નોકરીમાં કામનો ભાર વધારે રહેશે. કામ વધારે રહેવાના કારણે થોડા ઉચ્ચ અધિકારીઓ સાથે મતભેદ થઇ શકે છે. આ સમયે તમારા ગુસ્સા અને વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. કેમ કે, તેનો ખરાબ પ્રભાવ તમારી નોકરી ઉપર પડી શકે છે.

મકર
વ્યવસાય તથા આર્થિક મામલે અનેક પડકાર સામે આવશે. તમે તમારી કોશિશ દ્વારા અનેક પરિસ્થિતિને સંભાળવામાં સક્ષમ રહેશો. વેપારના વિસ્તારને લગતી તમારી જે યોજના બનેલી છે, તેના ઉપર ફરી એકવાર વિચાર કરવાની જરૂરિયાત છે. કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લેવી યોગ્ય રહેશે. નાનામાં નાનું કામ કરતા સમયે વધારે સમજણની જરૂરિયાત રહેશે. આ સમયે કામની ક્વોલિટી સાથે કોઇપણ પ્રકારનું સમાધાન ન કરો.

કુંભ
આ વર્ષ વ્યવસાયિક દૃષ્ટિએ ઉત્તમ નથી. અવસરોનો લાભ ઉઠાવવામાં વધારે મહેનત લાગશે. વર્ષની શરૂઆતમાં કોઇ નવા કામની શરૂઆત કરશો નહીં તથા વર્તમાન ગતિવિધિઓ ઉપર જ તમારું ધ્યાન કેન્દ્રિત કરો. મશીન, કારખાના વગેરેને લગતાં વ્યવસાયમાં રોકાણ કરવું યોગ્ય રહેશે. સ્ટાફ તથા કર્મચારીઓ સાથે સંબંધને મધુર જાળવી રાખવા તમારા વ્યવસાય માટે યોગ્ય રહેશે. કોઇપણ પ્રકારની વ્યવસાયિક લોન લેતી સમયે પહેલાં તેની શરતોને ધ્યાનથી વાંચો.

મીન
વ્યાવસાયિક મામલે નવી યોજના બનાવો તથા નવા-નવા પ્રયોગ કરવા પણ તમને સફળતા અપાવશે. છેલ્લા થોડા સમયથી કોઇ પાર્ટનર સાથે ચાલી રહેલા સંબંધોમાં તણાવ દૂર થશે તથા સંબંધ ફરી મધુર થઇ જશે. પાર્ટનરશિપને લગતાં કાર્યોમાં પારદર્શિતા જાળવી રાખવી જરૂરી છે. રોકાણ કરતાં પહેલાં તેના અંગે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લો. મે થી ઓગસ્ટ સુધીનો સમય કારોબારને લગતાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે ખૂબ જ યોગ્ય છે. આ સમયનો ભરપૂર ઉપયોગ કરો.