ત્રણ મિત્રોને મળ્યું દર્દનાક મોત, એંકર યુવતી અને ડીજ યુવકના થંભી ગયા શ્વાસ

ક્યારેક-ક્યારેક માણસને ટ્રાફિકનાં નિયમો તોડવા એટલાં ભારે પડી જાય છેકે, તેમનાં શ્વાસ અટકી જાય છે. આવો જ એક કિસ્સો રાજસ્થાનથી સામે આવ્યો છે, જ્યાં હાઇવે પર બે મિત્રો અને એક યુવતી બાઇક પર સ્પીડમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન તે ટ્રોલી સાથે ટકરાયા હતા, જેમાં ત્રણેયનાં મોત નીપજ્યાં હતાં.

બાળપણનાં મિત્રો હતા ત્રણેય, જેમને એક સાથે મળ્યુ દર્દનાક મોત
ખરેખર, આ દુખદાયક અકસ્માત રવિવારે મોડી રાત્રે ચિત્તોડગઢ-ભીલવાડા ફોરલેન હાઇવે પર થયો છે. જેમની લાશને સોમવારે સવારે પોલીસે કબ્જે કરી છે. ત્રણેય મૃતકો ભિલવાડાના રહેવાસી છે, જેઓ ચિત્તોડગઢથી આવી રહ્યા હતા.

ત્રણેય બાળપણના મિત્ર હોવાનું પણ કહેવામાં આવે છે. એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે, જ્યારે અન્ય છોકરો અને યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

યુવતી એન્કરિંગ કરતી હતી અને છોકરો ડીજે હતો
જણાવી દઈએ કે અકસ્માતમાં મૃત્યુ પામેલી મૃતક શહજાદ બાનો ઉર્ફે ખુશ્બુ એન્કર હતી જે લગ્ન અને અન્ય કાર્યક્રમમાં એન્કરિંગ કરતી હતી. વીરેન્દ્ર નામનો છોકરો ડીજે તરીકે કામ કરતો હતો, તેઓ ઘણીવાર એકસાથે સમારોહમાં જતા. જ્યારે તેનો ત્રીજો સાથી આશિષ પણ તેની સાથે રહેતો હતો. ત્રણેયની ઉંમર આશરે 22 થી 25 વર્ષની હતી.

ડીજે પુત્રની માતાએ કહી બીજી કહાની
ત્રણેયના મૃતદેહનો કબ્જો મેળવ્યા બાદ પોલીસે તેમને ઉદેપુરના મડદાઘરમાં મુક્યા છે. લગ્નમાં ડીજે સાઉન્ડ લગાવતા વીરેન્દ્રની માતાએ જણાવ્યું હતું કે તેનો પુત્ર રાત્રે 12 વાગ્યે ઉદયપુર જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. પરંતુ ત્રણેય કેમ ચિત્તોડગઢ ગયા, તેના વિશે કોઈ માહિતી નથી. પોલીસ ત્રણેયના પરિવારની પૂછપરછ કરી રહી છે. જ્યારે ટ્રોલીનો ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો, ટ્રોલી કબજે લેવામાં આવી છે.