સલમાન ખાન સાથે આ એક્ટ્રેસે કર્યું હતું કામ, આજે ક્યાં છે નથી કોઈને ખબર

મુંબઈઃ કોઈ ફિલ્મમાં જો સલમાન ખાન છે તો માની શકાય છે કે, તે ફિલ્મ મોટા પડદા પર હિટ જરૂર થઈ હશે. આવું સલમાન ખાન સાથે કામ કરનારી એક્ટ્રસ સાથે પણ થયું છે. જો સલમાન ખાનની ઓપોઝિટ કોઈ એક્ટ્રસ હોય તો તેનું કરિયર સફળ થઈ જાય છે. જોકે, આ વાત દરેક એક્ટ્રસ માટે લાગુ પડતી નથી. સલમાનની સાથે 90નાં દશકમાં કામ કરી ચૂકેલી ઘણી એવી એક્ટ્રસ છે જે આજે ક્યાં છે તેની કોઈને ખબર નથી.

ચાંદની
એક્ટ્રસ ચાંદનીનું સાચુ નામ નવોદિતા શર્મા છે. નવોદિતા શર્મા ફિલ્મ ‘સનમ બેવફા’માં સલમાન ખાન સાથે જોવા મળી હતી. આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી, પણ નવોદિતાના કરિયરનો ગ્રાફ જરા પણ ઉપર આવ્યો નહીં. રિપોર્ટ પ્રમાણે સતત ફ્લોપ ફિલ્મો પછી નવોદિતાએ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી. અત્યારે તે વિદેશમાં બાળકોને ડાન્સ શીખવાડે છે.

કંચન
‘સનમ બેવફા’માં જોવા મળનારી કંચને બોલિવૂડ સાથે ઘણી સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. કંટને અક્ષય કુમાર અને ગોવિંદા સાથે પણ ફિલ્મો કરી છે, પણ કંચન અત્યારે ક્યાં છે તે કોઈને ખબર નથી.

રંભા
એક્ટ્રસ રંભાની જોડી એક સમયે સલમાન ખાન સાથે સુપરહિટ હતી. ફિલ્મ ‘જુડવા’ અને ‘બંધન’માં સલમાન અને રંભાની જોડીને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. જોકે, રંભાનું કરિયર બોલિવૂડમાં ખાસ રહ્યું નહીં અને આ પછી રંભા ધીરે-ધીરે ફિલ્મોથી દૂર જતી રહી હતી.

રેણુ આર્યા
સલમાન ખાનની ડેબ્યુ ફિલ્મ ‘બીવી હો તો એસી’માં જોવા મળેલી રેણુ આર્યા આજે ક્યાં છે તેની કોઈને ખબર નથી. રિપોર્ટ મુજબ, માત્ર એકબે ફિલ્મો કર્યા પછી રેણુએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું હતું.

પૂજા ડડવાલ
થોડાં વર્ષ પહેલાં એક્ટ્રસ પૂજા ડડવાલ પણ પોતાના ખરાબ સ્વાસ્થ્યને લીધે અચાનક ચર્ચામાં આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ પૂજાના સ્વાસ્થ્ય અને ખરાબ હાલતમાં સલમાન ખાને તેમની મદદ કરી હતી. ઉલ્લેખનીય છે કે, પૂજા ડડવાલ ફિલ્મ ‘વીરગતિ’માં સલમાન ખાનની ઓપોઝિટ જોવા મળી હતી.