60-60 વર્ષથી આ બાબ રહે છે ગુફામાં, છતાંય છે કરોડપતિ, રામ મંદિરમાં આપ્યું કરોડનું દાન

અયોધ્યામાં નિર્માણ બની રહેલાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે નાણા એકત્રીકરણ અભિયાન ચાલી રહ્યું છે.જેને લઈને ભક્તોનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. જ્યાં તે પોતાની શ્રદ્ધાથી ભગવાનના આ કામમાં વધારે દાન આપી રહ્યા છે. દરમિયાન, ઋષિકેશના 83 વર્ષીય સંતે પોતાના આરાધ્યનાં નામે એક કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. જેમણે પણ સાંભળ્યું કે કોઈ બાબાએ આટલી રકમ દાનમાં આપી છે, તે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યાં તેમને મળનારાઓનો ધસારો છે. આજે દરેક આ બાબા વિશે ચર્ચા કરી રહ્યા છે. ચાલો જાણીએ આ સંત વિશે…

વાસ્તવમાં, એક કરોડ રૂપિયાની રકમ આપનાર આ સંતનું નામ સંત સ્વામી શંકરદાસ છે. જેઓ છેલ્લાં 60 વર્ષોથી ઋષિકેશમાં નીલકંઠ મહાદેવ મંદિર તરફ જવાના માર્ગ પર ગુફામાં રહીને ભગવાન રામની ભક્તિ કરી રહ્યા છે. જણાવી દઈએકે, આ રકમ એક સંત દ્વારા અત્યાર સુધીની સૌથી વધુ રકમ છે, જેમણે તેને રામ મંદિર બનાવવા માટે દાન આપ્યું છે. સ્વામી શંકર દાસે જણાવ્યું કે, તેમના ગુરૂ ટાટબાબાની ગુફામાં મળતા ભક્તોનાં અનુદાનથી આ રકમ ઉભી કરી છે.

સંત સ્વામી શંકરદાસને મળવા માટે આ સમયે લાઈન લાગેલી રહે છે. તો, યમકેશ્વરથી ભાજપના ધારાસભ્ય ઋતુ ખંડુરી તેમના કાર્યકરો સાથે સ્વામીજીને મળવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે એક કરોડ દાન કરવા બદલ સંતનો આભાર માન્યો.

આસપાસના વિસ્તારનાં લોકો સ્વામી શંકરદાસને ફક્કડ બાબાના નામથી બોલાવે છે. બાબાએ કહ્યું કે, તે આ દાન ગુપ્ત રીતે કરવા માંગે છે. પરંતુ દાનની રકમ દર્શાવવી પડી હતી જેથી દેશના લોકોને ભગવાનના મંદિરમાં દાન આપવાની પ્રેરણા મળે.

સ્વામી શંકર દાસે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, 90 ના દાયકામાં તેમણે તત્કાલીન વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવને એક પત્ર લખ્યો હતો કે તેઓ ત્રણ દિવસમાં રામ મંદિર પર સમાધાન કરાવી શકતા હતા. જે બાદ સીબીઆઈની ટીમ પણ વડા પ્રધાન તરફથી આવી હતી.

જ્યારે સ્વામી શંકરદાસ જી મંદિર માટે 1 કરોડની સહાય આપવા માટે ઋષિકેશ સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પહોંચ્યા હતા. જ્યાં તેણે બેંકના કર્મચારીને 1 કરોડનો ચેક આપ્યો હતો, ત્યાં બધા દંગ થઈ ગયા હતા. તેમને વિશ્વાસ ન હતો કે કોઈ બાબાજી આટલું દાન આપી શકે. આ માટે બેંક કર્મચારીએ ફરીથી તેનું ખાતું ચકાસ્યુ હતુ.

આ પછી, બેંકે સ્થાનિક RSS અધિકારીને આ વિશે માહિતી આપી. જે બાદ શહેર કાર્યકર કૃષ્ણકુમાર સિંઘલે બેંક પર પહોંચીને સ્વામી શંકરદાસનો ચેક રામ મંદિરના ખાતામાં જમા કરાવ્યો હતો. આ સાથે તેમને દાનની રસીદ પણ આપી હતી.