Tata Nanoને આજે પણ નથી ભૂલી શક્યા રતન ટાટા, તેમના ગેરેજમાં છે આવી કાર્સ

મુંબઈ: રતન નવલ ટાટા કે રતન ટાટા કોઈ ઓળખાણના મોહતાજ નથી. ટાટા સન્સના પૂર્વ અધ્યક્ષ રતન ટાટા દુનિયાના સૌથી પ્રસિદ્ધ ભારતીય ઉદ્યોગપતિઓમાંથી એક છે. તેઓ એક સમાજસેવીના રૂપમાં પણ જાણીતા છે. હાલમાં જ ટાટા સમૂહે કોરોના વાયરસ સામે લડવા માટે 1500 કરોડનું દાન કર્યું છે. જેમાં ટાટા ટ્રસ્ટે 500 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું છે અને ટાટા સન્સે 1000 કરોડ રૂપિયાનું વધારાનું યોગદાન આપ્યું છે. રતન ટાટાને ભારતના બે સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવ્યા છે.

રતન ટાટા 1990થી લઈને 2012 સુધી ટાટા ગ્રુપના અધ્યક્ષ રહી ચુક્યા છે. તેઓ જેઆરડી ટાટાના ઉત્તરાધિકારી હતા અને 1991માં રિટાયર થઈ ગયા. ટાટા મોટર્સે 2008માં મશહૂર બ્રાન્ડ જેગુઆર લેન્ડ રોવરને ખરીદી લીધી હતી. ટાટા નેનો પણ તેની જ દેન છે. ખાસ વાત છે કે રતન ટાટા કારના બેહદ શોખીન છે. તેમના ગેરેજમાં કારનું મોટું કલેક્શન છે. આવો જાણીએ કે તેમની પાસે કઈ કઈ કારો છે…

Ferrari California
ફેરારી કેલિફોર્નિયા રતન ટાટાના સૌથી પસંદગીના મૉડલમાંથી એક છે. જી હાં આ એ જ કાર છે, જે રોડ પર જોવા મળે તો લોકો સેલ્ફી લેવા માટે લોકો ઉતાવળા થઈ જાય છે. રતન ટાટાને ઘણીવાર તેને ચલાવતા જોવામાં આવી ચુક્યા છે. જેમાં 4.3 લીટર વી8 એન્જિન છે. જે 490 પીએમ અને 504 એમએમનું પીક ટૉર્ક જનરેટ કરે છે. જો કે કંપનીએ આ મૉડેલને બંધ કરી દીધું છે. આ ફેરારીની સૌથી પસંદ કરવામાં આવેલી કારમાંથી એક છે.

Mercedes Benz S-Class
રતન ટાટા પાસે મર્સિડિઝ બેન્ઝ એક ક્લાસ પણ છે. આ ખૂબ જ શાનદાર કાર છે. આ કાર પેટ્રોલના બે અને ડીઝલના એક ઓપ્શનમાં મળે છે. તે 2996 સીસી/વી6, 2925સીસી/એલ 6 અને 3982 સીસી/વી8માં પણ ઉપલબ્ધ છે.

Land Rover Freelander
જેગુઆર લેન્ડ રોવર હાલ ટાટા પાસે છે. માલિક છે, પરંતુ તેમના માલિક બનતા પહેલા જ રતન ટાટા પાસે ફ્રીલેન્ડર હતી. તેમને અનેક વાર આ કારમાં પણ જોવામાં આવ્યા છે. આ કાર ચાર સિલેન્ડર ડીઝલ એન્જિન છે. ખાસ વાત એ છે કે આ કાર સિવાય આજે પણ તેમના ગેરેજમાં કોઈ અન્ય કોઈ લેન્ડ રોવરને જગ્યા નથી મળતી.

Tata Nexon
નેક્સન ટાટા મોટર્સની સબ-કૉમ્પેક્ટ એસયૂવી કાર છે. આ સબ-4 મીટર સેગમેન્ટ અંતર્ગત સૌથી વધુ વેચાતી એસયૂવીમંથી એક છે. આ કાર બે ઑપ્શન સાથે આવે છે. જેમાં 1.2 લિટર ટર્બોચાર્જ્ડ રેવોટ્રોન પેટ્રોલ અને 1.5 લિટર રેવોટૉર્ક ડીઝલ એન્જિનમાં ઉપલબ્ધ છે.

Tata Indigo Marina
ટાટાના ગેરેજમાં લાંબા સમયથી ટાટા ઈન્ડિગોની મરીના કાર પણ છે. ત્યાં પણ આ તમામ કારો સિવાય ક્રિસલર સેબ્રિંગ, મર્સિડીઝ બેંઝ W124, કેડિલેક XLR અને મર્સિડિઝ-બેંઝ 500 SL જેવી કારો પણ તેમના ગેરેજનો હિસ્સો છે.