પાણીની જગ્યાએ નીકળે છે માત્ર ગરમ વરાળ, ઝરા પાસે મળી આવતી મુલતાની માટી પણ ગાયબ

સમય સાથે થઇ રહેલા સતત વિકાસની ઘટનાઓ પર્યાવરણ પર હંમેશા ભારે પડતી આવી છે. વધતા જતાં વિકાસની કેડી હંમેશા આપણે પર્યાવરણને ભોગે જ કંડારાઇ છે. જેના કારણે કુદરત તેનો અસલી મિજાજ ગુમાવી રહ્યો છે. ઉત્તરાખંડમાં કુદરતે મન મૂકીને સૌંદર્ય વેર્યં છે પરંતુ અહીં બદલતા હવામાનના કારણે કુદરતનો મિજાજ બદલી રહ્યો છે. અહીં વર્ષોથી વહેતો કુદરતી ગરમ પાણીનો કુંડ અચાનક સૂકાઇ રહ્યો છે. કુદરતી સંપદા એવી મુલતાની માટી પણ આ ગરમ ઝરાની આસપાસ મળી આવતી હતી. હાલ બધું જ ગાયબ છે. હાલ પાણીની જગ્યાએ અહીં ગરમ ગરમ વરાળ નીકળી રહી છે.

જોષીમઠ: બદલતા મૌસમ સાથે પર્યાવરણમાં પણ મોટું પરિવર્તન ઉત્તરાખંડના જોશીમઠમાં જોવા મળ્યું. અહીં કુંડમાં સતત વહેતું ગરમ પાણી અચાનક લુ્પ્ત થઇ ગયું છે. ગરમ પાણીમાં કુંડમાં હવે માત્ર વરાળ જ વરાળ જોવા મળી રહી છે.

ઉત્તરાખંડના ચમોલીમાં આવેલ જોશીમઠથી 18 કિલોમીટર દૂર તપોવનની નજીક સલધારમાં આવેલ પ્રાકૃતિક ગરમ પાણીનો સ્ત્રોત હાલ સંપૂર્ણ રીતે સૂકાઇ ગયો છે. પાણીના આ કુંડને જોવા આવનાર લોકો પણ આ દ્વશ્ય જોઇને આશ્ચર્ય અનુભવી રહ્યાં છે કે, આખરે અચાનક આટલું મોટું પરિવર્તન તપોવનના આ ગરમ પાણીના કુંડ કેવું આવ્યું?

અહીં આવતા લોકોનું કહેવું છે કે, તેઓ જ્યારે અહીં પહેલી વખત આવ્યા હતા, ત્યારે અહીં બંને બાજુ ગરમ પાણીની ઘારા વહેતી હતી. વચ્ચે પાણી ઉકળતું દેખાતુ હતું. અહીંની મુલતાની માટીને લોકો ઘરે લઇ જતાં હતા. પાણી એટલું ઉકળતું હતું કે, ઇંડાને અને ચોખાને બાફી શકતા હતા. જો કે હાલ તે બધું જ સંપૂર્ણ રીતે ગાયબ થઇ ગયું છે.

અહીં આવતા લોકોનું કહેવું છે કે, ઊંડાણમાં પાણી તો દેખાઇ છે પરંતુ પાણીનો એટલો ફ્રોર્સ નથી હોતો કે તે બંને કિનારે વહી શકે. અહીંની માટી દરેક લોકો તેમના ઘરે લઇ જતાં હતા. જો કે આજે અહીં મુલતાની માટ્ટીના નામે કંઇ જ નથી બચ્યું બધું જ ખતમ થઇ ગયું છે.

આ પરિવર્તનને જોઇને લોકો હેરાન છે. લોકોનું પણ કહેવું છે કે આ બધું જ બદલતા હવામાનના કારણે છે. જેમ જેમ સમય વિતી રહ્યો છે. તેમ તેમ હવમાન અને પર્યાવરણ પર પણ વ્યાપક વિપરિત અસર જોવા મળી રહી છે.