બનાસકાંઠાના 62 વર્ષનાં નવલબેને વર્ષે 1.10 કરોડનું દૂધ વેચ્યું, મેળવ્યો પ્રથમ નંબર

પાલનપુર: કોરોનાની મહામારીબાદ આજ-કાલ યુવાનો ખેતી તરફ વળ્યાં છે એમાં પણ તબેલો કરવાનું પહેલા વિચારે છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના નગાણા ગામના એક મહિલા તબેલામાંથી બિઝનેસમેન કરતાં પણ વધારે કમાણી કરી રહી છે. આ અભણ મહિલાએ દૂધમાં શ્વેતક્રાંતિ લાવી છે. આ અભણ મહિલાએ 2020માં અધધધ કહી શકાય તેમ 1.10 કરોડ રૂપિયાનું દૂધ ભરાવી રેકોર્ડ સર્જ્યો છે. આ અભણ મહિલા દર મહિને 3.50 લાખ જેટલો ચોખ્ખો નફો લઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાની મહિલાએ પશુપાલક બહેનો પરિવારની સાથે પશુપાલનનો પણ બિઝનેસ કરી રહી છે.

વડગામ તાલુકાના નગાણા ગામના 62 વર્ષના અભણ મહિલા નવલબેન દલસંગભાઈ ચૌધરીએ વર્ષ 2020માં 1 કરોડ 10 લાખ 93 હજાર રૂપિયાનું દૂધ ડેરીમાં ભરાવી એક અનોખો રેકોર્ડ સર્જ્યો છે. નવલબેનને દર મહિને ચોખ્ખો નફો 3.50 લાખ રૂપિયા આવી રહ્યો છે. સારી નોકરી કરતાં પણ આ અભણ મહિલા સારી કમાણી કરી રહી છે.

નવલબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, મારા ચાર પુત્રો એમ.એ.બી.એડ.નો અભ્યાસ કરી નોકરી કરી રહ્યા છે. જ્યારે હું 80 ભેંસ અને 45 ગાયોને રાખી રોજ સવાર-સાંજનું 1000 લીટર દૂધ ડેરીમાં ભરાવું છું.

ગયા વર્ષે 2019-20માં મેં રૂપિયા 88 લાખનું દૂધ ભરાવી પ્રથમ નંબર મેળવ્યો હતો. જ્યારે આ વર્ષે પણ મેં રૂપિયા 1,10,93,526નું દૂધ ભરાવી પ્રથમ નંબર મેળવ્યો છે. આમ દર મહિને 3.50 લાખ જેટલો નફો થઈ જાય છે. આગામી વર્ષમાં પણ સહુથી વધુ દૂધ ભરાવવાનું મારું સપનું છે.

આ અભણ નવલબેન દલસંગભાઇ ચૌધરીએ 2 બનાસ લક્ષ્મી એવોર્ડ તેમજ 3 એવોર્ડ પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય-ગાંધીનગર દ્વારા મળેલ છે. આ મહિલા બનાસકાંઠાનું નામ રોશન કર્યું છે. આજે પણ આ મહિલાના લોકો વખાણ કરી રહ્યાં છે.

આ અભણ મહિલા નવલબેન ચૌધરી 11 માણસોને રાખી તેમની પાસેથી ગાય-ભેંસોની સારસંભાળ રખાવાઈ રહી છે. 11 પરિવારોને રોજીરોટી મળી રહી છે. રોજ સવારે વહેલા ઉઠીને પશુઓની સાળ-સંભાર કરી રહ્યાં છે.