પિતા વેચે છે કરિયાણું, દીકરીએ મુખ્યમંત્રી બનીને અપાવ્યું ગૌરવ, ચારેબાજુ થઈ રહ્યાં છે વખાણ

બોલિવૂડની હિટ ફિલ્મ નાયક મોટાભાગે બધાં લોકોએ જોઈ હશે જેમાં અનિલ કપૂર એક દિવસ માટે મુખ્યમંત્રી બને છે તો આવું જ કંઈક ભારતના આ રાજ્યમાં જવા થઈ રહ્યું છે. 24 જાન્યુઆરીના રોજ ‘નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે’ પર હરિદ્વારની સૃષ્ટિ ગોસ્વામી એક દિવસ માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનશે.

આ યુવતીનું નામ છે સૃષ્ટિ ગોસ્વામી. આ મૂળ હરિદ્વારની વતની છે. તેણે સીએમ ત્રિવેંદ્ર સિંહ રાવત દેહરાદુનમાં બાળ સભા સત્ર દરમિયાન એક દિવસ માટે ઉત્તરાખંડના સીએમ બનાવવામાં આવશે. રાજ્યમાં દર ત્રણ વર્ષે એકવાર બાળ વિધાનસભાનું આયોજન કરવામાં આવે છે જેાં બાળ મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવે છે.

24 જાન્યુઆરીના રોજ ‘નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે’ પર હરિદ્વારની સૃષ્ટિ ગોસ્વામી એક દિવસ માટે ઝારખંડની મુખ્યમંત્રી બનશે. હાલ આ નાનકડી યુવતીના ઉત્તરાખંડમાં ચર્ચાએ જોર પકડ્યું છે. સૃષ્ટિ ઉત્તરાખંડની સમર કેપિટલ ગેરસૈંણ શાસન કરશે અને ત્રિવેન્દ્ર સિંહ રાવત સરકારની તમામ યોજનાઓની સંપૂર્ણ સમીક્ષા કરશે. આ યોજનામાં અટલ આયુષ્માન યોજના, સ્માર્ટ સિટી પરિયોજના, પર્યટન વિભાગની હોમસ્ટે યોજના સિવાય અન્ય યોજનાઓ પણ સામેલ છે.

સૃષ્ટિ યોજનાઓની સમીક્ષા પહેલા તે સીએમ કાર્યાલયના કામકાજ પર એક નજર કરશે. તે સમયે અલગ-અલગ ખાતાના અધિકારીઓ પોતાની યોજના પર પાંચ મીનિટ સુધી પ્રેઝન્ટેશન આપશે.

સૃષ્ટિ ગોસ્વામીએ સીમએમ બનતાંની સાથે જ બાળ વિભાગનું પ્રેઝન્ટેશન આપશે. રવિવારે બાળ વિધાનસબા બપોરે 12 વાગેથી ત્રણ વાગે ચાલુ રહેશે. પ્રેઝન્ટેશન જોયા બાદ સૃષ્ટિ તેનો મત રજુ કરશે.

સૃષ્ટિ ગોસ્વામી વર્તમાન ઉત્તરાખંડની બાળ વિધાનસભાની મુખ્યમંત્રી છે. તે હરિદ્વાર જિલ્લાના દોલતપુર ગામની રહેવાસી છે. તેના પિતા પ્રવીણકુમાર બિઝનેસ કરે છે અને માતા ગૃહિણી છે.

સૃષ્ટિ બીએમએસ પીજી કોલેજ રુડકીમાં બીએસસી એગ્રીકલ્ચરના સાતમાં સેમેસ્ટરની વિદ્યાર્થીની છે. તેણે ઘણાં આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ભાગ લીધો છે. મે 2018માં તે ઉત્તરાખંડ બાળ વિધાનસભાની મુખ્યમંત્રી બની હતી.