આ મહિલા દર મહિને આપે છે એક બાળકને જન્મ, જોઈને નહીં કરી શકો વિશ્વાસ એ નક્કી!

ન્યૂઝનું હેડિંગ વાંચીને તમને આશ્ચર્ય થયું હશે. આખરે, 1 મહિનામાં બાળકનો જન્મ કેવી રીતે થઈ શકે? પરંતુ કેનેડાની એક મહિલા એવું હકીકતમાં કરી રહી છે. તે ફક્ત ચાર અઠવાડિયામાં જ તેના પોતાના હાથેથી 1 બાળક બનાવે છે. હા, તમને આશ્ચર્ય થયું ને? 49 વર્ષીય સુસાન ગિબ્સ 2010થી ઢીંગલીઓ બનાવી રહી છે જેને જોઈને કોઈ પણ ચોંકી જશે. આ મહિલા ઢીંગલીઓ બનાવે છે, જે એકદમ માણસોનાં બાળકો જેવી જ લાગે છે. આ સિલિકોન બેબી ડોલ્સનું નામ રિબોર્ન રાખવામાં આવ્યું છે. આ જોઈને કોઈ પણ એક નજરમાં મૂંઝવણમાં મૂકાઈ જશે. ડોલ્સ બનાવીને મહિલા તેને ઓનલાઈન વેચે છે.

કેનેડિયન કલાકાર સુસાન ગિબ્સ એવી ડોલ્સ બનાવે છે, જેને જોઈને કોઈ કહી શકે નહીં કે તે રમકડાની છે. તે બિલકુલ સાચી લાગે છે.

49 વર્ષીય કલાકાર સિલિકોનથી ડોલ્સ બનાવે છે. લોકો તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. જો કોઈને ખબરના હોય કે તે ડોલ્સ છે, તો લોકો તેને અસલી બાળક સમજી લેશે.

સુઝને 2010થી આ ડોલ્સ બનાવવાની શરૂઆત કરી હતી. તેઓનું નામ રિબોર્ન રાખવામાં આવ્યું છે. આ સાથે તેમનું વેચાણ પણ થઈ રહ્યું છે.

સુઝને પહેલીવાર ઓનલાઈન આ ડોલ્સ જોઈ હતી. તેણે અમુક ખરીદી હતી. પરંતુ તે ઘણી કિંમતી હતી.

આ કારણોસર સુઝને તેમને બનાવવાનું શરૂ કર્યું. જ્યારે તેણે પહેલી ઢીંગલી બનાવી ત્યારે બધાએ તેની પ્રશંસા કરી હતી.

આ પછી સુઝને એક પછી એક અનેક ઢીંગલીઓ બનાવી. સુસાનના મિત્રોએ તેને ઓનલાઇન વેચવાની સલાહ આપી.

સુઝાનના હાથોથી બનાવેલી એક ઢીંગલી ઓનલાઈન લગભગ 6 લાખ રૂપિયામાં વેચાઈ જાય છે. તેની લોકોની વચ્ચે ભારે માંગ છે.

1 ડૉલને બનાવવામાં સુઝાનને લગભગ 4 સપ્તાહ લાગે છે. તે ઘણું જ ઝીણવટપૂર્વક તેના ફિનિશિંગ પર કામ કરે છે.

સુઝાન પોતાની બનાવેલી ડોલ્સ સાથે જોડાણ અનુભવે છે. તેમણે જણાવ્યુકે, અમુક ડોલ્સને વેચવામા તેમને ઘણી તકલીફ થાય છે.

સુઝાને જણાવ્યુકે, ડોલ્સની કિંમત તેને બનાવવામાં ઉપયોગ થયેલાં સામાન ઉપર ડિપેન્ડ કરે છે. જેવી કિટ તે વાપરે છે, તે હિસાબથી ડોલ્સની કિંમત નક્કી કરવામાં આવે છે.