શોખ તો કેવો! આ યુવતીને બસ ગમે છે માત્ર ગુલાબી રંગ, આસપાસ રચાવી ગુલાબી દુનિયા

સ્વિટ્ઝરલેન્ડની યાસ્મીનને પિંક કલર એટલો પસંદ છે કે, કપડાં, ઘર અને શૂઝ સહિતની દરેક વસ્તુને તેમણે પિંક કલરમાં રંગી દીધી છે. યાસ્મીન એક ટીચર છે અને સ્ટૂડન્ટ્સ તેમને મિસ પિંક કહીને બોલાવે છે. યાસ્મીન તેના ફોટો અને લાઇફસ્ટાઇલને લીધે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

32 વર્ષની યાસ્મીન ચાર્લેટે જણાવ્યું કે, ‘તે દુનિયામાં એક માત્ર એવી મહિલા નથી જેને એક જ કલર પસંદ હોય. ઘણી મહિલાઓ દુનિયામાં વિશેષ રંગને લીધે ફેમસ થઈ છે.’

બાળપણથી પિંક કલર પસંદ છે.
યાસ્મીન જ્યારે 12 વર્ષની હતી ત્યારે તેમની માએ પિંક કલરની કાર્ડિગન અને કેટલાંક પેન્ટ્સ ખરીદીને આપ્યાં હતાં. 13 વર્ષની ઉંમર સુધી યાસ્મીનને પિંક કલર વધુ પસંદ આવવા લાગ્યો હતો. ઉંમર વધવાની સાથે-સાથે પિંક કલર પ્રત્યે યાન્સમીનની દીવાનગી વધતી ગઈ હતી.

16 વર્ષની ઉંમરથી જ કલેક્શન બનાવ્યું
યાસ્મીન જ્યારે 16 વર્ષની થઈ ત્યારે તેને પિંક કલરની વસ્તુનું કલેક્શન શરૂ કર્યું હતું. યાસ્મીનના ફિયાન્સને પણ પિંક કલરથી કોઈ પ્રોબ્લેમ નહોતો. લગ્ન પછી યાસ્મી પાસે પિંક કલરની વસ્તુનું કલેક્શન વધી ગયું હતું.

શણગાર્યું ગુલાહી સ્વર્ગ
વર્ષ 2019માં યાસ્મીને ખુદનો ફ્લેટ ખરીદ્યો અને પતિ સાથે તેમનો પોતાનું ગુલાબી સ્વર્ગ બનાવ્યું હતું. ફ્લેટની દીવાલો, પડદાં, ફર્નીચર, હોમ ડેકોરેશન આઇટમ, બેડરૂમ, તકિયાથી ક્રોકરી સુધીની દરેક વસ્તુ પિંક કલરની છે. યાસ્મીન પાસે 100થી વધુ પિંક શેડ્સના શૂઝ ની એક આખી તિજોરી છે.

ખુદ પોતાના કપડાં ડિઝાઈન કર્યાં
ટીચર બન્યાં પહેલાં યાસ્મીન ડ્રેસમેકર હતી. યાસ્મીને થોડાંક કપડાં ખુદ ડિઝાઈન કર્યાં અને મોટાભાગના ઓનલાઇન ખરીદ્યા હતાં. 20 વર્ષથી ગુલાબી કલર સિવાય યાસ્મીને બીજો કલર પહેર્યો નથી.

ખુદ પોતાના કપડાં ડિઝાઈન કર્યાં
ટીચર બન્યાં પહેલાં યાસ્મીન ડ્રેસમેકર હતી. યાસ્મીને થોડાંક કપડાં ખુદ ડિઝાઈન કર્યાં અને મોટાભાગના ઓનલાઇન ખરીદ્યા હતાં. 20 વર્ષથી ગુલાબી કલર સિવાય યાસ્મીને બીજો કલર પહેર્યો નથી.