મળો, સુપરસ્ટાર આમિરની દીકરીના બોયફ્રેન્ડને, જાહેરમાં કર્યો પ્રેમ - Real Gujarat

મળો, સુપરસ્ટાર આમિરની દીકરીના બોયફ્રેન્ડને, જાહેરમાં કર્યો પ્રેમ

આમિર ખાનની પુત્રી ઈરા ખાને સોશિયલ મીડિયા પર પોતાના પ્રેમનો ઈઝહાર કર્યો છે. તેણે આખી દુનિયાને બતાવી દીધું છે કે, તે પોતાના ફિટનેસ કોચ નુપુર શિખારેની સાથે રિલેશનશીપમાં છે પરંતુ રિલેશનના સમાચાર સોશિયલ મીડિયામાં પહેલેથી જ ચાલે છે. પરંતુ આજે તેને ઈરાએ ઓફિશિયલ કરી દીધું છે. ઈરાએ ઈન્સ્ટાગ્રામ પર બોયફ્રેન્ડ નુપુરની સાથે તેની તસવીરો પોસ્ટ કરી હતી જે હાલ સોશિયલ મીડિયામા વાયરલ થઈ હતી.

ઈરાએ બોયફ્રેન્ડ નુપુર શિખારેની સાથે જે ફોટો શેર કર્યાં છે તેની સાથે તેણે કેપ્શન પણ લખ્યું હતું. તેણે લખ્યું હતું કે, મારા માટે તમને અને તમારા માટે વચન આપવું તે સન્માનની વાત છે.

ઈરાએ પોતાના રિલેશનશીપને વેલેન્ટાઈનવિકમાં જ ઓફિશિયલ કર્યું છે. ઈરાએ પ્રોમિસ ડે પર નુપુરની સાથે ઘણી તસવીરો પોસ્ટ કરી હતી. જ્યારે નુપુરે પણ ઈરાને જવાબ આપતાં લખ્યું હતું કે, આઈ લવ યુ.

ઈરા ખાન હાલમાં જ પોતાની કઝિનના લગ્નમાં પહોંચી હતી. આ ફંક્શનમાં નુપુર પણ તેની સાથે જોવા મળ્યો હતો જેની તસવીરો ઈરાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.

લોકડાઉન દરમિયાન બન્નેની વચ્ચે નજીક આવવા લાગ્યા હતાં અને બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. ઈરા ખાને ટૈટૂ બનાવ્યું તેની પણ તસવીર શેર કરી હતી.

ઈરા પોતાની માતા રીના દત્ત સાથે નુપુરની મુલાકાત પણ કરાવી ચૂકી છે જ્યારે નુપુરની ફેમિલીની સાથે પણ ઈરાનું સારું બોન્ડિંગ છે. નુપુર આમિર ખાનનો પણ ફિટનેસ કોચ રહી ચૂક્યો છે.

જોકે, ચાહકો આમિર ખાનની પુત્રીની ફિલ્મોમાં ડેબ્યુ કરવાની રાહ જોઈ રહ્યાં છે. તો હવે જોવાનું એ રહ્યું કે, પડદા પર તેની કેમિસ્ટ્રી કયા હીરોની સાથે કેવી રહે છે અને તે પોતાના પિતાની જેમ મિસ પરફેક્શનિસ્ટ બની શકે છે કે નહીં.

You cannot copy content of this page