લક્ઝૂરિયસ બંગલોને પણ ટક્કર મારે તેવું છે ગુજરાતનું એકમાત્ર AC પાંજરાપોળ - Real Gujarat

લક્ઝૂરિયસ બંગલોને પણ ટક્કર મારે તેવું છે ગુજરાતનું એકમાત્ર AC પાંજરાપોળ

પાલનપુર: બનાસકાંઠાના ધાનેરા તાલુકાના રાજસ્થાન બોર્ડર પર આવેલા સોડાલ ગામથી માત્ર 2 કિ.મી. દુર રાજસ્થાનની બોર્ડર પર શ્રી શુંદર પરીવાર સંચાલિત અખંડ જીવ મૈત્રીધામ પાંજરાપોળ ત્રણ વર્ષ અગાઉ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આ પાંજરાપોળ નહીં પરંતુ પશુઓ માટે સવર્ગ સમાન એક અદભુત જગ્યા છે. તેમજ આસપાસના ગામના લોકો માટે પણ આ આર્શિવાદ રુપ પાંજરાપોળ માનવામાં આવે છે. આ પાંજરાપોળને કેમ સ્વર્ગ સમાન કહેવામાં આવે છે તેની પર એક નજર કરીએ….

બનાસકાંઠા જીલ્લાના ધાનેરા તાલુકાના સોડાલ ગામ એટલે પછાત ગામ તરીકે પણ ઓળખાય છે અને આ ગામથી માત્ર 2 કિલોમીટરના અંતરે રાજસ્થાન શરૂ થાય છે. આ ગામામાં કેટલાંક જૈન સમાજના અગ્રણીઓએ સાથે મળીને ગામની નજીક જમીન ખરીદીને એન.એ. કરાવી હતી.

આ જમીનમાં કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું અને તે વખતે લોકો વિચારતા હતા કે આ જગ્યાએ ફુવારાઓ કેમ ફિટ કરવામાં આવે છે તો અહીં રાજસ્થાન નજીક હોવાથી રીસોર્ટ બનતો હશે. પરંતુ 18 જુન 2016ના રોજ શ્રી સુંદર પરીવાર દ્વારા અખંડ જીવ મૈત્રીધામ નામે પાંજરાપોળ ઉભી કરવામાં આવી હતી અને તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે લોકોને ખબર પડી કે આ લોકો માટે રીસોર્ટ નહીં પણ પશુઓ માટેનું રીસોર્ટ બનાવવામાં આવ્યું છે.

આ પાંજરાપોળમાં સતત તમામ ટ્રસ્ટીઓની નજર રહે તે માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને તે ઓનલાઈન હોવાથી તેના ટ્રસ્ટ્રીઓ મુંબઇ અને સુરત બેઠા આ સંચાલનનું ધ્યાન રાખી શકે છે.

આ પાંજરાપોળ ધાનેરાથી 25 કિ.મી અને પાંથાવાડાથી 8 કિ.મીના અંતરે સોડાલ, ભાંડોત્રા, બોટ, ધનીયાવાડા ચાર રસ્તા ઉપર આવેલું છે. આ પંજરાપોળના સંચાલનમાં તમામ જૈન અગ્રણીઓ કામ કરી રહ્યા છે. પરંતુ આ ટ્રસ્ટમાં કોઇ પ્રમુખ કે કોઇ મંત્રી નથી.

આ પાંજરાપોળને સંચાલન કરનાર તમામ વ્યક્તિને સરખો જ હોદ્દો આપવામાં આવ્યો છે. તેમજ બે ટ્રસ્ટીઓ આખું વર્ષ આ પાંજરાપોળની સેવામાં રહે છે અને તેમની દેખરેખ નિચે આ બીમાર પશુઓની સારવાર તેમજ રખડતા પશુઓને આસરો આપવામાં આવે છે.

હાલમાં 100 જેટલા પશુઓ તેમજ 50 જેટલા જંગલી પશુ અને પક્ષીઓ (નિલગાય, સસલા, મોર વાંદરાઓ તેમજ અન્ય પક્ષીઓ) આ પાંજરાપોળમાં રાખવામાં આવેલા છે. આ પાંજરાપોળ લક્ઝૂરિયસ છે.

ક્યા પ્રકારની રાખવામાં આવેલ છે સુવિધાઓ: પશુઓ માટે 6000 સ્કેવર ફુટમાં બનાવેલ આધુનિક ઓપરેશન થિયેટર સાથેની હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે. દાઝેલા પશુઓ માટે એસી રુમની પણ વ્યવસ્થા પણ છે. બિમાર પશુઓ માટે અલગ વ્યવસ્થા છે. પક્ષીઓ અને જંગલી પશુઓ માટે પણ રાખવાની અલગ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે.

બીમાર પશુઓને લાવવા માટે આધુનિક સુવિધાવાળી એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે. પક્ષીઓ માટે આધિનિક પક્ષીઘર, નાહવા માટે સ્વીમિંગની પુલની પણ બનાવવામાં આવ્યું છે. સુકો ઘાસચારો ભરવા માટે અધતન સુનિધાવાળા ગોડાઉ પણ બનાવવામાં આવેલ છે.

બીમાર પશુઓની સારવાર માટે બે સર્જન ડોક્ટરો અને ત્રણ એલ.આઇ.ની ટીમ સતત 24 કલાક હાજર રહે છે. ડોક્ટરો તેમજ સ્ટાફને રહેવા માટે બહુ સરસ મકાન પણ બનાવવામાં આવેલ છે. દર મહીને પશુઓ માટે ફ્રી સારવાર કેમ્પ રાખવામાં આવે છે. પાંજરાપોળથી 12 કિ.મી.ના વિસ્તારના પશુપાલકોના પશુઓને ફી સારવાર આપવામાં આવે છે.

કચરાના નિકાલ માટે સ્પે. વેસ્ટરુમ બનાવવામાં આવેલ છે. જ્યારે નાના અને મોટા પશુઓ માટે રહેવાની અલગ વ્યવસ્થા તૈયાર કરવામાં આવેલી છે.

આ પાંજરાપોળમાં 1000થી પણ વધારે પશુઓના ઓપરેશન કરવામાં આવ્યા છે. ઉતરાયણના પર્વમાં ત્રણ દિવસનો પક્ષીઓ માટે સારવાર કેમ્પ રાખવામાં આવે છે. ત્રણ વર્ષમાં 8000 જેટલા પશુ-પક્ષીઓની સારવાર કરવામાં આવી છે. જેમાં ગાય, ભેસ, બળદ, બકરા, ગધેડા, વાંદરા, સસલા, નિલગાય, ઉંટ તેમજ મોર અને અનેક પક્ષીઓ.

You cannot copy content of this page