‘રામાયણ’ના આ અભિનેતા 18 વર્ષ પહેલા કામ ના મળતાં જતાં રહ્યાં હતાં ગામડે

મુંબઈઃ કોરાના વાયરસને લીધે કરાયેલા લોકડાઉનમાં રામાનંદર સાગરની ‘રામાયણ’ સીરિયલ રી-ટેલિકાસ્ટ થઈ રહી છે. એવામાં અત્યારે ‘રામાયણ’ સીરિયલના દરેક કલાકારો સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. ત્યારે રામાયણ સીરિયલમાં અનેક રોલ કરનારા અનેક પાત્ર ભજવનારા અસલમ ખાન વિશે જણાવીએ. ‘રામાયણ’માં અસલમ ખાન ક્યારેક કેવટના સેનાપતિ બન્યા તો ક્યારેક ઋષિનાં બન્યા, ક્યારેક રાવણની સભામાં સભાપતિ બન્યા, તો ક્યારેક સમુદ્ર દેવતા પણ બન્યા હતાં.

અસલમ ખાન મૂળ ઉત્તર પ્રદેશના ઝાંસીના રહેવાસી છે. અલસમનો જન્મ 1961માં થયો હતો. તેમના પિતા રેલવેમાં નોકરી કરતાં હતાં માટે અસલમ એક વર્ષના હતાં ત્યારથી જ તેમનો પરિવાર મુંબઈ શિફ્ટ થઈ ગયો.

અસલમ જ્યારે 20 વર્ષના થયાં ત્યારે નોકરીની શોધમાં આમ તેમ ફરી રહ્યાં હતાં. એક્ટિંગ તેમને પસંદ નહોતી પણ તેમનો એક મિત્ર, ‘યાત્રી’ થિએટર ગ્રુપમાં કામ કરતો હતો અને તેમને એક દિવસ નાટક જોવાં લઈ ગયો.

થોડાં દિવસ પછી તે મિત્રએ અસલમને શૂટિંગ જોવા આવવા કહ્યું હતું. તે પછી અસલમ તે મિત્ર સાથે શૂટિંગ જોવા પહોંચી ગયા. તે દિવસે શૂટિંગ પર એક કલાકાર નહોતો આવ્યો. એવામાં અસલમ પર નજર પડી અને તેમને ડાયલૉગ બોલવાનું કહેવામાં આવ્યું. આમ તે પછી અસલમને નાના-નાના રોલ મળવા લાગ્યા હતાં.

એક દિવસ એક સિરિયલમાં આસિસ્ટન્ટ વિજય કાવિશની અસલમ પર પડી હતી. વિજય કાવિશએ રામાયણમાં ‘શિવ’ અને ‘વાલ્મીકિ’નું પાત્ર ભજવ્યું હતું. પછી વિજય કાવિશે અસલમને રામાયણમાં નિષાદના સેનાપતિનો રોલ અપાવ્યો હતો.

અસલમે ‘કૃષ્ણા’ સિરિલયમાં રાક્ષસીનું પાત્ર પણ ભજવ્યું હતું. રામાયણમાં અનેક પાત્ર ભજવવા ઉપરાંત અસલમે અલિફ લૈલા, શ્રીકૃષ્ણ, સૂર્યપુત્ર કર્ણ, મશાલ, હવાએ જેવી સીરિયલોમાં પણ કામ કર્યું હતું.

અસલમે જણાવ્યાં મુજબ, ‘આટલી સીરિયલમાં કામ કર્યા પછી મુંબઈથી કોઈ પાછું જતું નથી પણ મને કામ ન મળતાં મેં બિઝનેસ શરૂ કર્યો હતો. વર્ષ 2002માં મેં છેલ્લે કામ કર્યું હતું.’

તેમણે વધુમાં જણાવ્યું કે, ‘મને લાગે છે કે, તે સમયે આ રીતે સોશિયલ મીડિયાની તાકાત હોત તો હું પણ ફેમસ થઈ જાત. મને પણ સારા રોલ મળતાં હોત.

ઘણાં લોકોએ કહ્યું કે, તમે વાઇરલ થઈ રહ્યાં છો. ઘરવાળાઓએ પણ સોશિયલ મીડિયામાં જોયો. સારું લાગી રહ્યું છે કે લોકોએ મને નોટિસ તો કર્યો’ ઉલ્લેખનીય છે કે, અસલમ અત્યારે ઝાંસીમાં એક માર્કેટિંગ કંપનીમાં કામ કરે છે અને તેમને સંતાનમાં એક દીકરો અને દીકરી છે.