નાના ભાઈ રાજીવના નિધનથી બહેન ધ્રૂસકે ધ્રસકે ધ્રૂસકે રડવા લાગી, તસવીરોમાં

રાજ કપૂરના નાના પુત્ર અને અભિનેતા રાજીવ કપૂરનું9 ફેબ્રુઆરીના રોજ નિધન થયું હતું. તેમનું નિધન હાર્ટ અટેક આવવાથી થયું હતું અને તેમની ઉંમર 58 વર્ષ હતી. રાજીવ કપૂરનું નિધન થતાં કપૂર પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. રાજીવ કપૂરના અંતિમ દર્શન માટે બોલિવૂડ સેલેબ્સનો પણ જમાવડો થયો હતો.

નિધન પહેલા રાજીવની સાથે તેમના મોટા ભાઈ રણધીર કપૂર તેમની સાથે હતાં. તેમના નિધનથી કપૂર ખાનદાનમાં સન્નાટો જોવા મળ્યો હતો. બોલિવૂડ સ્ટાર્સ પણ રાજીવ કપૂરના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતાં.

કાકાના નિધનના સમાચાર મળતાં જ કરીના કપૂર અને કરિશ્મા કપૂર અંતિમ દર્શન માટે કાકાના ઘરે પહોંચી હતી. કરીના રડતી હોય તેવું તસવીરમાં સ્પષ્ટ જોવા મળતું હતું.

આ સમયે પ્રેગ્નન્ટ કરીના બહુ જ ઉદાસ જોવા મળી હતી જ્યારે કરિશ્મા કપૂર ગંભીરતાથી તમામ જવાબદારીઓ સંભાળતી જોવા મળી હતી.

બીજી બાજુ મામા રાજીવ કપૂરના અંતિમ દર્શન માટે અરમાન જૈન પણ પહોંચ્યો હતો જે બહુ જ ઈમોશનલ જોવા મળ્યો હતો.

અરમાનની પત્ની અનીષાએ તેને સંભાળ્યો હતો જેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. અરમાન રાજીવ કપૂરની બહેન રીમા જૈનનો પુત્ર છે.

દુખ એ વાતનું છે કે, થોડા મહિના પહેલા જ અભિનેતા ઋષિ કપૂરનું પણ નિધન થયું હતું.

રાજીવ કપૂરનો જન્મ 25 ઓગસ્ટ, 1962માં મુંબઈમાં થયો હતો. રાજીવ, રાજ કપૂરના સૌથી નાના પુત્ર છે.

રણધીર-રીશી કપૂરના મોટા ભાઈ છે. બોલિવૂડની સૌથી સક્સેસફુલ ફેમિલીમાંથી હોવા છતાં રાજીવ ફિલ્મ્સમાં વધુ સફળ થયા નહોતા.

રાજીવે લગભગ 14 જેટલી ફિલ્મ્સમાં અભિનેતા તરીકે કામ કર્યું હતું. જેમાંથી બે જ ફિલ્મ સફળ રહી હતી.

તેમની હિટ ફિલ્મ્સમાં 1985માં રિલીઝ થયેલી ‘રામ તેરી ગંગા મેલી’ હતી. એક્ટિંગ ઉપરાંત રાજીવ ડિરેક્શન અને પ્રોડક્શન ક્ષેત્રે પણ હાથ અજમાવી ચૂક્યાં હતાં.