આ ખાસ વ્યક્તિ ‘બજરંગી ભાઈજાન’ પર ક્યારેય નથી આવવા દેતો આંચ, પછડાયાની જેમ રહે છે સાથે

મુંબઈઃ આજે જેટલો ફૅમસ સલમાન ખાન છે એટલો જ ફૅમસ તેમનો બૉડીગાર્ડ શેરા પણ છે. કેમ કે, શેરા કોઈ મોટા સેલિબ્રિટીથી ઓછો નથી. સલમાન સાથે તે વર્ષ 1995થી જોડાયેલો છે અને આજ સુધી પડછાયાની જેમ શેરા સલમાન ખાનની સાથે રહે છે. આજ સુધી તેણે સલમાન ખાન પર આંચ પણ આવવા દીધી નથી.

શેરાનું સાચુ નામ ગુરમીત સિંહ જૉલી છે અને તે શીખ છે. શેરાને પહેલાંથી જ બૉડી બનાવવાનો શોખ હતો એટલે તેમને ફિટનેસ અને પોતાની ફિઝિક્સ પર વધારે ધ્યાન રહ્યું. તેમણે તો મિસ્ટર મુંબઈ કોમ્પિટિશનમાં પણ ભાગ લીધો હતો અને આ સ્પર્ધામાં તેમણે જીતી પણ હતી.

સલમાન ખાન ગમે ત્યાં જાય શેરા તેમની સાથે પડછાયાની જેમ રહે છે. તેમણે જરા પણ એકલો મૂકતો નથી. આજે શેરા સલમાનના માત્ર બૉડીગાર્ડ જ નહીં પણ, તેમના પરિવારના સભ્ય બની ગયો છે અને સલમાન ખાનની ખૂબ જ નજીક છે.

શેરા આજે સફળતાના શિખર સર કરી રહ્યો છે. તે ખુદની સિક્યોરિટી એજન્સી ચલાવે છે અને લોકોની સિક્યોરિટીનું કામ કરે છે. આમાંથી તેમને સારી આવક થાય છે. ખુદ સલમાન ખાને તેમની સિક્યોરિટી બ્રાન્ડ ‘ટાઇગર’ને એક ફિલ્મમાં પ્રમોટ કરી છે.

તે ફિલ્મ ‘બૉડીગાર્ડ’ હતી. આ ફિલ્મમાં સલમાન ખાને ખુદ એક બૉડીગાર્ડનો રોલ પ્લે કર્યો હતો અને આ ફિલ્મ હિટ પણ થઈ હતી. સલમાન ખાન આ ફિલ્મમાં કરીના કપૂરની રક્ષા કરતો જોવા મળે છે.

હવે વાત કરીએ શેરાના પગારની. એક રિપોર્ટ મુજબ શેરાને સલમાન ખાન દર મહિને લગભગ 16 લાખ રૂપિયા પગાર આપે છે.