‘સુમન’એ લગ્નના 30 વર્ષ બાદ પતિ હિમાલયને લઈ કરી દીધી એવી વાત કે…

મુંબઈઃ બ્લોકબસ્ટર ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’થી બોલિવૂડ ડેબ્યૂ કરનારી ભાગ્યશ્રીએ પોતાના જીવન સાથે જોડાયેલો એક મોટું રહસ્ય દુનિયાને જણાવ્યું છે. તેણે જણાવ્યું હતું કે લગ્નના થોડા જ વર્ષો બાદ પતિ હિમાલય દાસાનીથી તે દોઢ વર્ષ માટે અલગ થઇ ગઇ હતી. તેણે કહ્યું હતું કે પછી તેમની વચ્ચે સમાધાન થઇ ગયું હતું. જોકે, આજે પણ એ સમયને યાદ કરી ને તેને ડર લાગે છે. 51 વર્ષની એક્ટ્રેસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો છે, જેમાં તે પોતાની આ કહાની જણાવી રહી છે.

ભાગ્યશ્રીએ કહ્યું હતું, હા, હિમાલયજી મારો પ્રથમ પ્રેમ હતા અને મેં તેમની સાથે લગ્ન કર્યા છે. જોકે, એક સમય એવો આવ્યો જ્યારે અમે અલગ થઇ ગયા હતા. ત્યારબાદ મેં અનુભવ્યું કે જો તે જીવનમાં ના આવ્યા હોત તો મારા અન્ય કોઇ સાથે લગ્ન થઇ ગયા હોત તો શું થાત ? આ સમય એવો હતો જ્યારે અમે બંને દોઢ વર્ષ સુધી અલગ થઇ ગયા હતા. એ સમયને યાદ કરું છું તો આજે પણ ડર લાગે છે.

ભાગ્યશ્રીની ફિલ્મી કરિયરની શરૂઆત 1989માં આવેલી ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’થી થઇ હતી. જોકે, આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ તેણે પોતાના બાળપણના મિત્ર હિમાલય દાસાની સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય બાદ ભાગ્યશ્રીનું ફિલ્મ કરિયર ખતમ થઇ ગયું. ‘મૈંને પ્યાર કિયા’ બાદ તેણેએ કેટલીક ફિલ્મોમાં કામ કર્યું પરંતુ સફળતા મળી નહીં. સતત ફિલ્મો ફ્લોપ રહેવાથી ભાગ્યશ્રીએ પોતાના પર્સનલ લાઇફમાં વ્યસ્ત થવાનો નિર્ણય લીધો. હાલ ભાગ્યશ્રી બે બાળકોની માતા છે, જેમાંથી પુત્ર અભિમન્યૂએ ગયા વર્ષે બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું.

ભાગ્યશ્રીના જણાવ્યા પ્રમાણે તેની અને હિમાલયની પ્રથમ મુલાકાત સ્કૂલમાં થઇ હતી, હિમાલય ક્લાસમાં સૌથી તોફાની હતો અને તે એ ક્લાસની મોનિટર હતી, તેઓ બંને અવાર નવાર ક્લાસ બહાર અને અંદર ઝઘડતા રહેતા હતા, તેણે સ્કૂલના છેલ્લા દિવસોમાં પણ તેને કંઈ કહ્યું નહોતું.

એક દિવસ હિમાલયે તેને કહ્યું હતું કે તે તેની સાથે વાત કરવા માગે છે, અને ત્યારબાદ તે અંદાજે બે સપ્તાહ સુધી તેને કહેવાનો પ્રયાસ કરતો રહ્યો, પરંતુ કંઇ કહી શકતો નહોતો, અંતે તેણે જ સામેથી કહ્યું હતું કે તેણે જે કહેવું હોય તે બિંદાસ કહી શકે છે અને તે વચન આપે છે કે તે પોઝિટિવ રિસ્પોન્સ આપશે. આ વાત સાંભળ્યા બાદ હિમાલયે ભાગ્યશ્રીને કહ્યું હતું કે તે તેને પસંદ કરે છે.

જોકે, ભાગ્યશ્રીનો પરિવાર લગ્નની વિરુદ્ધમાં હતો. ભાગ્યશ્રીએ પરિવારની વિરુદ્ધમાં જઈને લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. ભાગ્યશ્રીએ હિમાલય સાથે ભાગીને મંદિરમાં લગ્ન કર્યાં હતાં. આ લગ્નમાં હિમાલયના પેરેન્ટ્સ ઉપરાંત સલમાન ખાન અને સૂરજ બડજાત્યા પણ આવ્યા હતા.

લગ્ન બાદ ભાગ્યશ્રીની પ્રથમ ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ સુપરહિટ રહી હતી. જોકે, ભાગ્યશ્રીએ હવે ફિલ્મોથી વધુ પોતાના પતિ અને પરિવારને સમય આપવાનું નક્કી કર્યું. લગ્નના થોડા સમય બાદ તેમને ત્યાં દીકરા અભિમન્યુનો જન્મ થયો, ભાગ્યશ્રીએ કહ્યું હતું કે તેને ફિલ્મો છોડવાનું કોઇ દુઃખ નથી. તેને એ વાતની ખુશી છે કે તે પતિ અને પરિવારની સાથે છે.

ભાગ્યશ્રીએ અમોલ પાલેકર દ્વારા નિર્મિત ટીવી સીરિયલ ‘કચ્ચી ધૂપ’થી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે ‘હોની અનહોની’, ‘કિસ્સે મિયાં બીબી કે’, ‘સમજૌતા’, ‘આંધી જજબાતો કી’, ‘સંબંધ’, ‘કાગજ કી કસ્તી’, ‘તન્હા દિલ તન્હા સફર’, ‘કભી કભી’ અને ‘લૌટ આઓ ત્રિશા’ જેવા શોમાં નજર આવી ચૂકી છે. ભાગ્યશ્રીએ ભોજપુરી ફિલ્મો પણ પ્રોડ્યુસ કરી છે.

ભાગ્યશ્રીએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના બાળકો અને અન્ય કામ અંગે વિગતે વાત કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે તે પતિ સાથે મળી મીડિયા કંપની સૃષ્ટિ એન્ટરટેનમેન્ટ ચલાવે છે. તેમની દીકરી અવંતિકાએ લંડનથી બિઝનેસમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને દીકરા અભિમન્યું બોલીવૂડમાં એન્ટ્રી કરી ચૂક્યો છે.

ભાગ્યશ્રીના ગ્રાન્ડ પેરેન્ટ્સ સાંગલીના પેલેસમાં રહેતા હતા. ભાગ્યશ્રી આજે પણ વર્ષમાં બેથી ત્રણવાર અહીંયા આવે છે. ભાગ્યશ્રી સાંગલીની રાજકુમારી છે. ગણેશોત્વનું અહીંયા પાંચ દિવસ સુધી સેલિબ્રેશન થાય છે. સાંગલીના પેલેસમાં ગણેશોત્વ સેલિબ્રેટ કરવામાં આવે છે.

ભાગ્યશ્રીએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના બાળકો અને અન્ય કામ અંગે જણાવ્યું કે તેણે પતિની સાથે મળી મીડિયા કંપની સૃષ્ટિ એન્ટરટેનમેન્ટ ખોલી છે. દીકરી અવંતિકાએ લંડનમાંથી બિઝનેસમાં ગ્રેજ્યુએશન કર્યું છે.