એવોર્ડ નાઈટમાં બધાંની સામે જેક્લિન ફર્નાન્ડીઝના ટાઈટ ડ્રેસના ખુલી ગયા બટન પછી…..

બોલિવૂડના ઘણાં સેલેબ્સ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે ત્યારે આ વખતે અભિનેત્રી જક્લિન ફર્નાડિઝ ચર્ચામાં આવી છે, કારણ કે જેક્લિનના ડ્રેસની ચેઈન બધાંની સામે જ ખુલી ગઈ હતી અને ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી. જેક્લિનની આ તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. પરંતુ સોનમે જેક્લિનની પરિસ્થિતિને સંભાળી લીધી હતી.

અભિનેત્રીઓ પોતાના ફેવરિટ ડિઝાઈનરના કપડાં પહેરી હોય છે પરંતુ ડિઝાઈનર કપડામાં પણ ઉપ્સ મોમેન્ટનો શિકાર બનતી હોય છે. ડિઝાઈનર આઉટફિટ્સ બહુ જ મોંઘા હોય છે અને ડ્રેસમાં ફીટિંગથીને લેંથ સુધી તમામ વસ્તુનું બહુ જ ધ્યાન રાખવામાં આવતું હોય છે છતાં પણ અભિનેત્રીઓ ઉપ્સ મોમેન્ટનો શિકાર બનતી નજરે પડે છે. ત્યારે એવોર્ડ નાઈટ સમયે જેક્લિન ફર્નાન્ડિઝ સાથે ઉપ્સ મોમેન્ટની ઘટના સર્જાઈ હતી.

એક એવોર્ડ નાઈટ દરમિયાન જેક્લિન ફર્નાન્ડીઝ ઉપ્સ મોમેન્ટનો શિકર બની હતી. જેક્લિને પોતાના ફીગરને ફ્લોન્ટ કરવા માટે બ્લેક બોડી ફીટેડ આઉટફીટ કેરી કર્યું હતું. જેક્લિન પર આ બ્લેક ડ્રેસ ખુબ જ સુંદર લાગતો હતો. આ ઉપરાંત તેણે રેડ લિપસ્ટીક લગાવી હતી અને એક સાઈડ વાળ ખુલ્લા પણ રાખ્યા હતા. જેક્લિનને આ બ્લેક ડ્રેસ પહેર્યો ત્યાર બાદ તેના ચહેરા પર નિરાશા પણ જોવા મળી રહી હતી કારણ કે તેને આ ડ્રેસ બહુ જ ટાઈડ પડતો હતો જેના કારણ કે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.

આ ઈવેન્ટ દરમિયાન જેક્લિનની મિત્ર સોનમ પણ પહોંચી હતી. તેની નજર જેક્લિનના ટાઈટ બ્લેક ડ્રેસ પર પડી હતી અને તેણે જોયું કે તેના ડ્રેસના બટન ખુલ્લા હતાં. તેણે તાત્કાલિક સિચ્યુએશનને સંભાળી લીધી હતી અને બંનેએ મીડિયા સમક્ષ ફની ફેસ બનાવીને ઉપ્સ મોમેન્ટને સંભાળી લીધી હતી જેના કારણે આ મોમેન્ટ વધારે સિરીયસ બની નહોતી અને જેક્લિન નર્વસ પણ થઈ નહોતી.

સોનમ કપૂરે જેક્નિના ડ્રેસના બટન બંધ કરતી હતી જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી ત્યાર બાદ ચાહકો આ તસવીર જોઈને સોન કપૂરના વખાણ કરતાં હતાં. સોનમે જેકલીનને કમ્ફર્ટેબલ ફીલ કરાવ્યું હતું અને મહત્વનું છે કે જેકલીન ઉપ્સ મોમેન્ટનો શિકાર થતાં બચી ગઈ હતી.