મલાઈકા અરોરાની નવી તસવીરો આવી સામે, ફોટોગ્રાફર્સને જોઈ આપ્યા હટકે પોઝ

મુંબઈમાં સેલેબ્સને ઘરની બહાર નીકળતા જ ફોટોગ્રાફર સ્પૉટ કરે છે અને એક ફ્રેસ ફોટો તેમના ફેન્સ સુધી પહોંચાડે છે. હાલમાં જ બીટાઉનની ફિટનેસ ફ્રીક ડીવા મલાઇકા અરોરા ક્લિક થઈ હતી. હાલમાં જ મલાઇકા અરોરા વર્કઆઉટ માટે આવતી વખતે સ્પૉટ થઈ હતી. તેમણે ફોટોગ્રાફરને જોઈ જબરદસ્ત પોઝ આપ્યાં હતાં.

આ દરમિયાન તેમણે પોતાના કર્વ્સ અને બેક ખૂબ જ સુંદર અંદાજમાં ફ્લૉન્ટ કરી હતી. મલાઇકા અરોરાએ અલગ અલગ રીતે પોઝ આપ્યા હતાં.

મલાઇકા અરોરા દરરોજની જેમ એકવાર ફરી વર્કઆઉટ કરવા માટે તેના ઘરેથી નીકળી ત્યારે ફોટોગ્રાફર્સે તેમને સ્પૉટ કરી હતી અને આ દરમિયાન મલાઇકાએ જબરદસ્ત પોઝ આપ્યાં હતાં.

મલાઇકા આ દરમિયાન પોતાની પાણીની બોટલ સાથે લઈ અને ચહેરા પર માસ્ક પહેરેલી જોવા મળી હતી. 47 વર્ષની ઉંમરમાં મલાઇકા અરોરા જબરદસ્ત ફિટ છે કે, તેમને જોઈ કોઈ પણ કહે કે, તેમની ઉંમર દિવસેને દિવસે ઘટી રહી છે.

મલાઇકા પોતાની ફિટનેસ સાથે પોતાની પર્સનલ લાઇફને લીધે પણ ચર્ચામાં રહે છે. મલાઇકા અત્યારે અર્જુન કપૂર સાથે રિલેશનમાં છે અને તેમણે પોતાની રિલેશનને ઓફિશિયલ કરી દીધી છે. હવે દરેક મલાઇકા અને અર્જુનના લગ્નની રાહ જુએ છે.

ડાયટની વાત કરીએ તો મલાઇકા સવારે ઉઠીને લિંબુ અને હની વૉટર પીવે છે. તે દિવસ દરમિયાન ખૂબ જ પાણી પીવે છે જેથી તે ડિહાઇડ્રેડ ના થાય. જ્યારે પણ તે વર્કઆઉટ માટે જાય છે તેમના હાથમાં પાણીની બોતલ હોય છે.

બ્રેકફાસ્ટમાં મલાઇકા ફળ ખાય છે અથવા ઇડલી, ઉપમા કે પૌંવા ખાય છે. આ બધાની સાથે ઇંડા પણ ખાય છે. લંચમાં મલાઇકા અરોરા બ્રાઉન રાઇસ અથવા રોટલી ખાય છે. આ સાથે સ્પ્રાઉટ્સ સલાડ, ચીકન અને ફિશ પણ હોય છે. સાંજે તે પીનટ બટર સેન્ડવિચ ખાય છે.

મલાઇકા અરોરા ડિનર જલદી કરે છે. ડિનરમાં તે બાફેલાં શાકભાજી લે છે અને એક બાઉલ સૂપ પણ લે છે.