ફક્ત એક જ હિટ ફિલ્મ આપી સલમાન ખાનની આ અભિનેત્રી બોલિવૂડમાંથી થઈ ગઈ ગાયબ - Real Gujarat

ફક્ત એક જ હિટ ફિલ્મ આપી સલમાન ખાનની આ અભિનેત્રી બોલિવૂડમાંથી થઈ ગઈ ગાયબ

મુંબઈઃ સલમાન ખાન સાથે ફિલ્મ ‘સનમ બેવફા’માં અભિનય કરનારી અભિનેત્રી ચાંદની તો તમને યાદ જ હશે, ચાંદની કે જે વર્ષ 1991માં સલમાનના દિલ પર રાજ કરતી હતી. ચાંદનીની આ પ્રથમ ફિલ્મ હિટ રહી હતી, પરંતુ આ સફળતાનો સ્વાદ તે પોતાની ફિલ્મી કરિયરમાં ક્યારેય ના લઈ શકી, કારણ કે આ બાદ આવેલી તેની લગભગ તમામ ફિલ્મો ફ્લોપ રહી હતી.

ચાંદની પોતાને બોલીવુડમાં સ્થાપિત ના કરી શકી અને તેને બોલીવુડને હંમેશા માટે અલવિદા કરી દીધું. ચાંદની અંતિમ વાર ફિલ્મી પડદે વર્ષ 1996માં જોવા મળી હતી. ‘સનમ બેવફા’ સહિત ચાંદનીએ 1991થી 1996 સુધી કુલ 10 ફિલ્મોમાં કામ કર્યુ.

ઉલ્લેખનીય છે કે ફિલ્મો અને દબદબાથી દૂર ચાંદની હવે શું કરી રહી છે? ચાંદની હવે ઈન્ટરનેશનલ લેવલ પર દેશનું નામ રોશન કરી રહી છે. ચાંદની ઑરલેંડોમાં એક ડાંસ ઈંસ્ટીટ્યૂટ ચલાવે છે. આ સિવાય ચાંદની આંતરરાષ્ટ્રીય કક્ષાના અનેક ડાન્સ શોઝ પણ કરી ચૂકી છે.

ચાંદની ઑરલેંડોમાં પોતાના પતિ સતિશ શર્મા સાથે રહે છે. ફિલ્મોમાં સિક્કો ના ચાલતા તેને વર્ષ 1994માં સતીશ શર્મા સાથે લગ્ન કરી લીધા હતા. ચાંદનીને બે દીકરીઓ છે, જેમના નામ કરિના અને કરિશ્મા છે. ચાંદનીએ પોતાના કરિયરમાં ઋષિ કપૂર, અનિલ કપૂર, અક્ષય કુમાર અને અનુપમ ખેર જેવા સિતારાઓ સાથે કામ કર્યુ છે.