કાજોલની 42 વર્ષીય બહેનની તસવીરો આગની જેમ વાઈરલ, ચાહકોએ કરી અભદ્ર કમેન્ટ્સ

બોલિવૂડ અભિનેત્રી કાજોલની બહેન અને અભિનેત્રી તનિષા મુખર્જીએ સોશિયલ મીડિયા પર પોતાની ઘણી લેટેસ્ટ તસવીરો શેર કરી હતી જે બહુ જ ઝડપી વાયરલ થઈ રહી છે. તનિષા હાલ 42 વર્ષની છે અને તેણે હજુ સુધી લગ્ન કર્યાં નથી.

તસવીરોમાં તનિષા બિકીની પહેરીને સમુદ્ર કિનારે મજા માણી રહી છે જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર મુકતાં જ ચાહકોએ કમેન્ટ્સનો મારો ચલાવ્યો હતો.

મહત્વની વાત એ છે કે, અભિનેત્રી તનિષાની ઉંમર 42 વર્ષ છે. આટલી મોટી થઈ છતાં પણ તેણે હજુ સુધી લગ્ન કર્યાં નથી.

તનિષા પોતાના હોટનેસને લઈને અનેકવાર ચર્ચામાં રહે છે પરંતુ તેના કેરિયર ગ્રાફ પર એક નજર કરીએ તો તેણે કંઈક ખાસ પર્ફોમન્સ કર્યું નથી.

તનિષા બિગ બોસમાં પણ જોવા મળી ચુકી છે. પરંતુ તેની ગેમ ચાહકોને પસંદ આવી નહોતી.

તનિષા સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ રહે છે. તેના સોશિયલ મીડિયાના પેજ પર એક નજર કરીએ તો બોલ્ડ તસવીરોથી પેજ ભરેલું છે. ઈન્ડિયન હોય કે પછી વેસ્ટર્સ તનિષા દરેક ડ્રેસમાં બહુ જ શાનદાર અંદાજમાં કેરી કરે છે.

ચાહકો તનિષાની આવી ખૂબસુરત તસવીર પર ખુબ જ લાઈક અને કમેન્ટ્સ કરતાં રહે છે. હાલ અભિનેત્રી દરિયા કિનારે મજા માણી રહી છે.