એક્ટ્રેસે આ મોંઘીદાટ બ્રા પહેરીને બતાવી મદમસ્ત જવાની, શિયાળામાં વધારી ગરમી!

અભિનેત્રી વાણી કપૂરે હાલમાં જ બ્લેક આઉટપિટમાં પોતાની ગોર્જિયસ તસવીરો શેર કરી હતી. તેની આ તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. તેમાં વાણી કપૂર ડિઝાઈનર આઉટફિટમાં ગ્લેમરસ લાગતી હતી. વાણી કપૂરે પહેરેલો આઉટફિટ ચર્ચાનો વિષય બન્યો હતો.

વાણી કપૂરે અર્પિતા મહેતાના ડિઝાઈનર બ્લૈક શિમરી આઉટફિટ પહેર્યું હતું. અભિનેત્રીએ બ્લેક રેટ્રો લિનિયર એમ્બોયડર્ડ બ્રાલેટની સાથે ઓર્ડિનેટેડ પેન્ટસ પહેર્યુ હતું.

આ આખા સેટની કિંમત 1 લાખ 69 હજાર રૂપિયા છે. આ અર્પિતા મહેતાના ઓફિશિયલ વેબસાઈટ પર જોવા મળ્યો હતો.

વાણી કપૂરે થોડા દિવસ પહેલાં આ પ્રોફેશનલ ફિલ્ડમાં 10 વર્ષ પૂર્ણ થવા પર ફેશન ડિઝાઈનર અર્પિતા મહેતાની ડિઝાઈન કરેલા આઉટફિટમાં પોતાની તસવીરો શેર કરીને શુભેચ્છા પાઠવી હતી.

અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ તસવીરોનો વીડિયો શેર કર્યો હતો. તસવીરો અને વીડિયોમાં વીણા કપૂરનો સ્ટનિંગ લૂક જોવા મળ્યો હતો.

વર્કફ્રંટ પર વાણી કપૂરે લાસ્ટ ટાઈમ ફિલ્મ વારમાં જોવા મળી હતી. જેમાં ઋતિક રોશનની સામે નાનું પાત્ર ભજવ્યું હતું. ઋતિકની સાથે તેનું સોંગ બહુ જ ફેમસ થયું હતું.

વીણા કપૂર ફિલ્મ શમશેરા, બેલ બોટમ અને ચંદીગઢ કરે આશિકીમાં જોવા મળશે. બેલ બોટમ ફિલ્મની ટીમના કાસ્ટની સાથે વાણી કપૂરની તસવીર સામે આવી ચુકી છે.