અભિનેત્રી ઝરીન ખાન પરિવાર સાથે સાસણ ગીરમાં આ રીતે માણતી હતી મજા, જુઓ તસવીરો - Real Gujarat

અભિનેત્રી ઝરીન ખાન પરિવાર સાથે સાસણ ગીરમાં આ રીતે માણતી હતી મજા, જુઓ તસવીરો

ગીર: સાસણ ગીર ધીમે ધીમે બોલિવૂડ ડેસ્ટિનેશન બનતું જાય છે. થોડા દિવસ પહેલાં જ અભિનેતા આમિર ખાન અને પત્ની કિરણની વેડિંગ એનિવર્સરીનું સેલિબ્રેશન કરવા માટે પરિવારે સાથે સાસણ ગીરની મુલાકાત લીધી હતી. ત્યારે આજે બોલિવૂડની અભિનેત્રી ઝરીન ખાન પણ પરિવાર સાથે સાસણ ગીર પહોંચી હતી જ્યાં તસવીરો સોશિયલ મીડિયામાં વાયર થઈ હતી. ઝરીન ખાનને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતાં.

અભિનેત્રી ઝરીન ખાન પોતાના નાના, માતા અને બહેન સના સાથે સાસણ ગીરની મુલાકાતે પહોંચી હતી. ઝરીન ખાને તેના ઈન્સ્ટા અકાઉન્ટ પર એરપોર્ટ પરની તસવીરો શેર કરી હતી. જેમાં તેના નાના, માતા અને બહેન સાથે જોવા મળ્યાં હતાં. ઝરીને તસવીરો પોસ્ટ કરીને લખ્યું હતું કે, સેલિબ્રેશન શરૂ કરીએ જ્યારે અલગ-અલગ હેશટેગ કરીને ઝરીને જાણકારી આપી કે તેની બહેન સનાનો બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે તે પરિવાર સાથે સાસણ ગીર પહોંચી હતી. આ સાથે જ ઝરીને એમ પણ જણાવ્યું હતું કે, લોકડાઉન બાદ તે પહેલીવાર ફ્લાઈટમાં બેઠી હતી.

આ ઉપરાંત ઝરીન ખાને અને તેના પરિવારે ગીરના જંગલ સફારીની મજા માણી હતી. ઝરીને ખાન અને તેના પરિવારે સવારે જંગલ સફારીમાં સિંહોની જોઈ ખૂબ જ મજા માણી હતી. આ દરમિયાન તેને બે સિંહ જોવા મળ્યાં હતા. ઝરીન ખાન ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં સફારી અને સિંહના વિડીયો પણ શેર કર્યો હતો. એક વીડિયોમાં ઝરીન વન વિભાગના ગાઈડ સાથે વાત કરતી જોવા મળી હતી.

ઝરીન ખાન અને પરિવારે સાસણ ગીરની ખૂબ જ મજા માણી હતી જ્યાં ઝરીને તેની બહેન સાથે મસ્તી કરતી જોવા મળી હતી. ઝરીન પોતાના પરિવાર સાથે સાસણના એક રિસોર્ટમાં રોકાઈ હતી. ઝરીન ડીનર જમતી વખતે લાઈવ મ્યુઝીકનો પણ આનંદ માણ્યો હતો. ઝરીનની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી જે જોઈને ચાહકો ભરપુર કમેન્ટ્સ કરી રહ્યાં હતાં.

એશિયાટિક સિંહ માટે જાણીતું ગીર નેશનલ પાર્ક સલેબ્સમાં ધીમે ધીમે ડેસ્ટિનેશન બનતું જાય છે. ઝરીન અને આમિર ખાન પહેલા ટેલિવિઝનના જાણીતા કપલ ગુરમીત ચૌધરી અને દેબિના બેનર્જી, ગૌતમ રોડે અને પંખુડી શર્મા, પ્રિયંકા અને વિકાસ કાલંતરી તેમજ એક્ટ્રેસ રોશેલ રાવ પણ ગીરની મુલાકાત લઈ ચૂકી હતી.

You cannot copy content of this page