પરિણીતા પ્રેમી સાથે માણતી હતી સેક્સ, આધેડ જોઈ ગયો ને પછી….

બીજી જ્ઞાતિના યુવકો સાથે પ્રેમ સંબંધો છુપાવવા માટે 50 વર્ષના આધેડનું ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. માત્ર 12 કલાકમાં જ થયેલાં ખુલાસામાં પોલીસે મહિલા અને તેના પ્રેમીના ફ્રેન્ડની ધરપકડ કરી છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે, આધેડે ખેતરમાં મહિલા અને તેના પ્રેમીને આપત્તિજનક હાલતમાં જોયા હતાં. આ પછી મહિલાએ હત્યાનું ષડયંત્ર રચ્યું હતું.

આગ્રાના અછનેરાના મંગૂરામાં શુક્રવાર સવારે ઓમવીરનો શબ ખેતરમાંથી મળ્યો હતો. તે ગુરુવારે મોડી રાતે ઘરેથી કામ હોવાનું કહીને નીકળ્યો હતો. ગળું કાપીને કરવામાં આવેલી હત્યાના ખુલાસા માટે SSP મુનીરાજ પણ પહોંચ્યા હતાં. કેમ કે ઓમવીરનો મોબાઇલ શબથી થોડેક દૂર જ મળ્યો હતો. એટલે પોલીસે માની લીધું કે, લૂંટ માટે હત્યા કરવામાં આવી નથી.

પરિવારના લોકોને ગામની મહિલા પારો ઉર્ફે પ્રેમલેશ અને તેમના પતિ પ્રમોદ પર શંકા હતી. પોલીસને પ્રાથમિક સબૂત કોલ ડિટેઇલનું મળ્યું હતું. પારોની કોલ ડિટેઇલમાં ગામના અમાન સાથે લાંબી વાચચીત થઈ હોવાનું મળ્યું હતું. આ પછી પોલીસે પારો ઉર્ફે પ્રેમલેશ અને તેમના પ્રેમી અમાનના ફ્રેન્ડ સલમાન ખાનની ધરપકડ કરી છે.

એસએસપી મુનીરાજ મુજબ પારો તેમના ગામના યુવક અમાન સાથે પ્રેમ સંબંધ હતો. ઓમનીર બંનેને આપત્તિજનક સ્થિતિમાં જોઈ ગયો હતો. આ પછી પારોએ તેને ગામમાં અને પતિને કંઈ ના કહેવા માટે આજીજી કરી હતી. બદલામાં શારીરિક સંબંધ બાંધવાનો વાયદો કર્યો હતો.

આ પછી તેના પ્રેમી અમાન અને તેના ફ્રેન્ડ સલમાન ખાને ઓમવીરની હત્યા કરવા માટે કહ્યું. રાતે બહાનું કાઢી તેને ખેતરમાં બોલાવ્યો હતો. ઓમવીર ત્યાં આવ્યા પછી ત્રણેયે તેનું ગળું કાપીને હત્યા કરી નાંખી હતી. આ પછી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

એસએસપી મુનિરાજ મુજબ, મૃતક પરિજનોને મહિલા અને તેના પતિ પર આરોપ લગાવ્યો હતો. પણ પતિ પ્રમોદ હત્યાકાંડમાં સામેલ નહોતો. ફરાર આરોપી અમાનની તપાસ હાથ ધરવામાં આવી છે. બંને આરોપીઓને જેલમાં મોકલવામાં આવ્યા છે.