અહીંયા છે ભારતની સૌથી અલગ ગુફા, મહાભારત સાથે જોડાયેલું છે એક ખાસ રહસ્ય

આપણા દેશ ભારતમાં પ્રાચીનકાળથી ઘણી એવી ગુફાઓ અને જગ્યાઓ છે, જ્યાં કોઈને કોઈ ખાસ રહસ્ય જરૂર છુપાયેલાં હોય છે. આજે અમે તમને મહાભારત સાથે જોડાયેલી એવી જ એક ગુફા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં એક બહુજ રહસ્ય છુપાયેલું છે. ચોંકાવનારી વાત એ છેકે, આ રહસ્ય વિશે કોઈ પણ જાણતું મથી અને માનવામાં આવે છેકે, તે રહસ્ય જાણીને પણ માણસ તેને જાણી શકતો નથી. આ રહસ્યમય ગુફા ઉત્તરાખંડનાં માના ગામમાં છે. જણાવી દઈએકે, માના ગામએ ‘હિંદુસ્તાનનું છેલ્લું ગામ’ અથવા ‘ઉત્તરાખંડનું છેલ્લું ગામ’ કહેવામાં આવે છે.

રહસ્યોથી ભરેલી આ ગુફાને ‘વ્યાસ ગુફા’ તરીકે ઓળખવામાં આવે છે. આમતો તે એક નાનકડી ગુફા છે, પરંતુ એવું કહેવામાં આવે છે કે હજારો વર્ષો પહેલા મહર્ષિ વેદ વ્યાસ આ ગુફામાં રહેતા હતા અને વેદો અને પુરાણોનું સંકલન કર્યું હતું. એવું પણ માનવામાં આવે છે કે આ ગુફામાં, વેદ વ્યાસે ભગવાન ગણેશની સહાયથી મહાભારતની રચના કરી હતી.

વેદ વ્યાસ ગુફા તેની અનોખી છતને કારણે દેશભરમાં પ્રખ્યાત છે. આ છત જોતાં એવું લાગે છે કે જાણે ઘણા પાના એકથી બીજાની ઉપર મુકાયા હોય. આ છત વિશે એક રહસ્યમય કલ્પના છે. એવું કહેવામાં આવે છે કે આ મહાભારતની કથાનો ભાગ છે, જેને મહર્ષિ વેદ વ્યાસ અને ભગવાન ગણેશ સિવાય કોઈ જાણતું નથી.

એવું માનવામાં આવે છે કે, મહર્ષિ વેદ વ્યાસે ભગવાન ગણેશને મહાભારતનાં તે પાના લખવા કહ્યું હતું, પરંતુ તેમાં તે મહાકાવ્યમાં શામેલ ન કર્યા અને તેમણે તે પાનાંઓને પોતાની શક્તિથી પથ્થરમાં ફેરવી દીધા. આજે વિશ્વ પત્થરના આ રહસ્યમય પાનાઓને ‘વ્યાસ પોથી’ તરીકે જાણે છે.

હવે વિચારવાની વાત એ છે કે વેદ વ્યાસ વિશ્વને કહેવા માંગતા ન હતા તે રહસ્ય શું હતું? ઠીક છે, મહાભારતનો આ ‘ખોવાયેલ અધ્યાય’ સાચો છે કે કોઈ વાર્તા, કોઈ પણ તેના વિશે જાણતું નથી, પરંતુ પ્રથમ નજરમાં, વ્યાસ ગુફાની છત એવી લાગે છે કે તેના પર કોઈ વિશાળ પુસ્તક મૂકવામાં આવ્યું છે.