ઠીંગણા લોકો માટે ખુશખબર: જાંધ અથવા પગની નીચેના હાડકાને લાંબુ કરી વધારે છે ઉંચાઈ - Real Gujarat

ઠીંગણા લોકો માટે ખુશખબર: જાંધ અથવા પગની નીચેના હાડકાને લાંબુ કરી વધારે છે ઉંચાઈ

તમે માની ન શકો એક એવા સમાચાર આવ્યા છે. એક ડૉક્ટર સર્જરી કરીને લોકોની ઉંચાઈ વધારી રહ્યો છે. હા તમે સાચુ સમજ્યા. શરીરની સુંદરતા વધારવા માટે ઘણા લોકો કોસ્મેટિક સર્જરીનો સાહરો લે છે, પણ પહેલી વખત સર્જરીથી માણસની ઉંચાઈ વધારનો મામલો સામે આવ્યો છે.

અમેરિકાના ડલ્લાસમાં રહેતા અલફાન્સો ફ્લોર્સની ઉંચાઈ 5.11 ફૂટ હતી અને ઓપરેશન પછી તેની ઉંચાઈ 6.1 ફૂટની થઈ ગઈ છે.

ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ લફાન્સો ફ્લોર્સ નામનો 28 વર્ષનો આ યુવાન મેડિકલનો સ્ટુડન્ટ છે. તેણે લેંથનિંગ સર્જરી દ્વારા ઉંચાઈ વધારવાનું પોતાનું સપનું પૂરું કર્યુ છે. આ સર્જરી લાસ વેગાસ સ્થિત ‘ધ લિમ્બપ્લેક્સ ઈન્સ્ટીટ્યૂટ ’ના હાર્વડથી ટ્રેઈન થયેલા ઓર્થોપેડિક સર્જન ડૉ. કેવિન દેબીપ્રશાદે કરી છે. ડૉ. કેવિન દેબીપ્રશાદે મૂળ ભારતીય મૂળના ડૉક્ટર છે.

ઉંચાઈ વધારવાનું આ ઓપરેશન ખૂબ ખર્ચાળ છે. ડૉક્ટર દેબીપ્રશાદના જણાવ્યા મુજબ કૉસ્મેટિક સર્જરી દ્વારા શરીરની ઉંચાઈ વધારી શકાય છે, પણ આ પ્રક્રિયા ખૂબ ખર્ચાળ છે. ફ્લોર્સ નામના યુવાને આ ઓપરેશન માટે 55 લાખ રૂપિયા ખર્ચ્યા હતા.

ફ્લોર્સની સર્જરી પહેલાં અને પછીની તસવીરો સોશ્યલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. તસવીરોમાં ફ્લોર્સની વધેલી ઉંચાઈ જોઈ શકાય છે. ડૉક્ટર દેબીપ્રશાદે યાહુ લાઈફસ્ટાઈલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ સર્જરીમાં જાંધ કે પગના નીચેના હાડકાને લાંબું કરવામાં આવે છે.

આ પ્રક્રિયાથી 6 ઈંચ જેટલી ઉંચાઈ વધારી શકાય છે. ફ્લોર્સે જણાવ્યું હતું કે ‘મને ખબર છે કે 5.11 ફૂટ સારી હાઈટ છે, પણ હું હજી થોડી વધુ ઉંચાઈ વધારવા માંગતો હતો. હું જેટલી સંભવ હોય એટલી એથ્લિટ ક્ષમતા વધારવા માંગતો હતો .

 

You cannot copy content of this page