મહાઠગ કિરણ પટેલનો મોબાઈલ વિઝીટીંગ કાર્ડ FSLમાં મોકલાશે, અનેક રહસ્યો ખુલશે?

કિરણ પટેલના ૧૪ દિવસના રિમાન્ડ બાદ પણ શ્રીનગર પોલીસ તપાસને લગતી વિગતો જાહેર કરી શકી નથી. ત્યારે તેના બે મોબાઇલ ફોન અને વિઝીટીંગ કાર્ડને તપાસ માટે જમ્મુ-કાશ્મીર પોલીસ ગાંધીનગર એફએલએલ મોકલશે. જેથી આ કેસની તપાસમાં જરૂરી મદદ અને પુરાવા મળી રહે છે. સાથે પોલીસે તેની અગાઉની મુલાકાત સમયની વિગતો પણ એકઠી કરી છે.

ગુજરાતના મહાઠગ કિરણ પટેલ પ્રધાનમંત્રી કાર્યાલયમાં સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેઇનીંગ વિભાગના એડીશનલ ડાયરેક્ટરના હોદા પર હોવાનું જણાવીને જમ્મુ-કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યોરીટી સાથે ફરતો હતો.જે કેસમાં તેના ૧૪ દિવસના રિમાન્ડ બાદ તે હાલ જ્યુડીશીયસલ કસ્ટડીમાં છે. ત્યારે આ કેસની તપાસમાં મહત્વની પુરાવા એવા કિરણ પટેલના બે મોબાઇલ ફોન અને વિઝીટીંગ કાર્ડને તપાસ માટે ગાંધીનગર એફએસએલ મોકલશે.

આ સાથે તેના મોબાઇલ ફોનના છેલ્લાં મહિનાના કોલ રેકોર્ડ ડીટેઇલ પણ મેળવવામાં આવી છે. જેથી કોના સંપર્કમાં હતો? તે વિગતો પણ જાણી શકાશે. આ ઉપરાત, પોલીસ કેસની તપાસ માટે અમદાવાદ પણ લાવશે. તેમ સુત્રોએ દ્વારા જાણવા મળ્યું છે.

જમ્મુ કાશ્મીરમાં પીએમઓના અધિકારી તરીકે ઓળખ આપીને ઝેડ પ્લસ સિક્યોરીટી મેળવાનાર ગુજરાતના મહાઠગ કિરણ પટેલે ગાંધીનગર સચિવાલયમાં ઓળખાણ હોવાનું કહીને નોકરી અપાવવાની તેમજ ટેન્ડર અપાવવાનું કહીને અનેક લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરી લીધા હતા. તે ગાંધીનગર મંત્રીઓ અને આઇએએસ અઘિકારીઓ સાથે સીધા સંપર્કમાં હોવાનો વિશ્વાસ અપાવીને વિવિધ વિભાગો નોકરી અપાવવાના અને સરકારી ટેન્ડર પાસ કરાવી આપવાનું કહીને લાખો રૂપિયા બનાવ્યા હતા.

બીજી તરફ પોલીસ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કિરણ પટેલ દ્વારા છેતરપિંડીનો ભોગ બનેલા લોકો પુરાવા સાથે પોલીસમાં રજૂઆત કરી શકશે. ત્યારે તેના વધુ કારનામા બહાર આવવાની શક્યતા છે.ગુજરાતના મહાઠગ કિરણ પટેલ પ્રધાનમંત્રી કાર્યાલયમાં સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેઇનીંગ વિભાગના એડીશનલ ડાયરેક્ટરના હોદા પર હોવાનું જણાવીને તેમના કામ કરાવી આપવાનું કહીને અનેક લોકો પાસેથી લાખો રૂપિયા લેતો હોવાના આક્ષેપો થયા છે.

ત્યારે ગુજરાતમાં પણ કિરણ પટેલ સરકારના તમામ મંત્રીઓ તેમના વિભાગના આઇએએસ અધિકારીઓ સાથે સીધો સંપર્ક ધરાવે છે. તેમ જણાવીને લોકોને વિશ્વાસમાં લેતો હતો. જે બાદ તેમને જે તે વિભાગમાં નોકરી અપાવવા કે સરકારી ટેન્ડર પાસ કરાવી આપવાની ખાતરી આપતો હતો. જેથી તેની વાતોમાં આવીને અનેક લોકોએ લાખો રૂપિયાનું એડવાન્સ પેમેન્ટ પણ આપ્યા હતા. આમ, ગાંધીનગર સચિવાલયમાં તેના નેટવર્કને વિસ્તાર્યું હતું.

ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ જણાવ્યું કે અગાઉ પણ કિરણ પટેલ વિરૂદ્વ અનેક ગુના નોંધાયા છે. આ ઉપરાંત, કોઇ વ્યક્તિને તેણે ટારગેટ કરીને નાણાં લીધા હોય તેવા કિસ્સામાં પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી શકે છે. જેથી પોલીસ દ્વારા કિરણ પટેલ વિરૂદ્વ કાર્યવાહી કરવામાં આવશે.