અમદાવાદની આ નાનાકડી વિદ્યાર્થિનીનું ઈનોવેશન જોઈને તમે પણ સલામ મારશો એ નક્કી!

કોરોનાની મહામારીને કારણે સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું તે દરમિયાન નવરા પડેલાં લોકો નવા-નવા તુક્કા સુઝતા હતાં ત્યારે અમદાવાદની એક નાનકડી વિદ્યાર્થીનીએ મોબાઈલમાં યુટ્યુબ પર અનેક વીડિયો નિહાળ્યાં હતાં તેમાંથી તે ઘણું બધું શીખી હતી. લોકડાઉનના નવરા સમયમાં આ વિદ્યાર્થિનીએ પિતાના મોબાઈલમાંથી યુટ્યુબ પરથી વીડિયો જોઈને ડિસઈન્ફ્રેક્ટ મશીન બનાવ્યું હતું. મોબાઈલનો ઉપયોગ કેવી રીતે કરવો તે આ 13 વર્ષની વિદ્યાર્થીની પાસેથી શીખવા જેવું છે. વીડિયા જોયા બાદ આ વિદ્યાર્થીનીએ પૂંઠા પર રફ વર્ક કરી યુવીસી લાઈટ્સથી સજ્જ આ મશીન બનાવ્યું હતું જે બધી જ વસ્તુઓ ડિસઈન્ફેક્ટ કરે છે.

આજના જમાના પ્રમાણે બાળકો મોબાઈલનો ઉપયોગ ગેમ રમવા કે સોશિયલ મીડિયા માટે ઉપયોગ કરતાં જોવા મળી રહ્યાં છે. પરંતુ મોબાઈલનો ઉપયોગ કેવી રીતે કરવો તે આ વિદ્યાર્થિની પાસેથી શિખવા જેવું છે. લોકડાઉનમાં નવરાશની પળોમાં આ વિદ્યાર્થિની પિતાના મોબાઈલમાં ઘરમાં આવતી વસ્તુને સેનિટાઈઝ કેવી રીતે કરવા તેના વીડિયો જોતી હતી તે દરમિયાન કોઈ પણ વસ્તુઓ ડિસઈન્ફેક્ટ કરવાની મશીન બનાવવાનો એક વીડિયો તેને જોવા મળ્યો હતો. આ વીડિયો નિહાળીને આ વિદ્યાર્થિનીએ કમાલ કર્યો હતો અને બે પ્રકારને ડિસઈન્ફેક્શન મશીન બનાવ્યા હતાં.

મશીન બનાવનાર વિદ્યાર્થિની નિષ્ઠાએ જણાવ્યું હતું કે, સૌથી પહેલા તેની પાસે કોઈ વસ્તુ ન હોવાથી તેણે પુંઠા પર ફોઈલ પેપર મૂકીને આ પ્રયોગ શરૂ કર્યો હતો. તેના પરથી તે મશીન બનાવી શકશે તેવું તેને લાગતાં પિતાની મદદ લીધી હતી ત્યાર બાદ જરૂરી સામાન લાવી દીધો હતો જેમાં યુવી લાઈટ્સ દ્વારા આ મશીન બનાવ્યું હતું.

આ મશીન ઈલેક્ટ્રીસીટી દ્વારા ચાલે છે તેમાં પણ એક મશીન કોઈ પણ એક સ્થળે જ રાખી શકાય જ્યારે એક મશીન તેણે કોઈ પણ જગ્યાએ લઈને તેનો ઉપયોગ કરી શકાય તેવું બનાવ્યું હતું. યુવી લાઈટ એ માણસ માટે હાનિકારક છે જેથી માણસ સિવાય કોઈ પણ વસ્તુ આ મશીનથી માત્ર બે જ મીનિટમાં ડિસઈન્ફેક્ટ કરી શકાય છે.

બે જ મહિનામાં સ્પેશિયલ ફેબ્રિક અને યુવી લાઈટથી મશીન બનાવ્યા બાદ હવે આ વિદ્યાર્થીની એરપોર્ટ અને રેલવે સ્ટેશન માટે આ મશીન કામ કરે તેવું જ કામ કરતો રોબોટ પણ બનાવવાની કામગીરી આગામી સમયમાં કરશે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીનો મેક ઈન ઈન્ડિયા પ્રોજેકટ ખરેખર આ વિદ્યાર્થીનીએ સાર્થક કર્યો હોય તેવું પરિવારના સભ્યો માની રહ્યાં છે. (સૌજન્ય: ગુજરાતી નેટવર્ક 18)