અમદાવાદનો હચમચાવતો કિસ્સો: ઓનલાઈન ભણતી દીકરી ગુપ્ત ભાગના ફોટો ઓનલાઈન પોસ્ટ કરતી

ગુજરાતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. એક 15 વર્ષીય સગીર દીકરી વિચિત્ર કુટેવનો ભોગ બની હતી. આ સગીર દીકરી ઓનલાઈન ભણતી વખતે પોતાના ગુપ્ત ભાગના ઓનલાઈન મકવા માંડી હતી. આ વાતની તેની માતા-પિતાને ખબર હતા બંનને હાર્ટ-અટેક આવ્યો હતો. એટલું જ નહીં દીકરી તેની માસીની દીકરીને પણ આવું જ કરવા કહેતી હતી. આ હચમચાવી દેતો કિસ્સો અમદાવાદના મણિનગર છે.

ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતી 15 વર્ષીય દીકરી ઓનલાઈન ભણવાના બહાને રૂમમાં એકલી જતી રહેતી હતી. ઓનલાઈન ભણવાનું હોવાથી માતા-પિતાએ મોબાઈલ લઈ આપ્યો હતો. બાદમાં દીકરીને ભણવાને બદલે ઈન્ટરનેટ પર ટાઈમ પાસ કરવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં એવી વિકૃતાની રવાડે ચડી કે પોતાના જ ગુપ્ત ભાગના ફોટો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરવા લાગી હતી. સગીરા આવું કરવામાં આનંદ આવવા લાગ્યો. તેના ફોટો પર છોકરાઓની ગંદી કમેન્ટ પણ આવવા લાગી હતી. ફોટો બાદ તેણે ન્યૂડ વીડિયો પણ બનાવવી અને પોસ્ટ કરવાનું ચાલું કર્યું હતું. જોકે સગીરાને આવું કરવામાં મજા આવવા લાગી હતી.

વાત આટલેથી અટકી નહોતી. સગીરાને તેની માસીની દીકરીને આ વાત કહી હતી. તેણે તેની માસીને દીકરીને પણ ગુપ્ત ભાગના ફોટો અને વીડિયો પોસ્ટ કરવાનું કહ્યું હતું. જોકે માસીની દીકરીએ તેના માતા-પિતાને આ અંગે જાણ કરતાં આખો મામલો સામે આવ્યો હતો. માસા અને માસીએ આ અંગે સગીરાના માતાને જાણ કરી હતી. દીકરીની કરતૂત સાંભળતા જ માતા-પિતા શોક ઝીલી શક્યા નહોતા અને બંનેને હાર્ટઅટેક આવ્યો હતો.

પરિવારના સભ્યો સગીરાને બોલાવી ખૂબ સમજાવી હતી. જોકે સગીરા પર તેની કોઈ અસર થઈ નહોતી. થોડાક દિવસ પછી તેણે ફરી પાછા ફોટો અપલોડ કરવાનું ચાલુ કરી દીધું હતું. અંતે માતાએ મહિલા હેલ્પલાઇન અભયમ્ 181ની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે સગીરાના ઘરે જઈ તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. સગીરાને સાયબર ક્રાઈમ અને ચાઈલ્ડ હેલ્પલાઇન વિશે માહિતી આપી આવી હરકતો ન કરવા સમજાવી હતી.

દીકરીની ગંદી હરકતથી કંટાળી માતા-પિતાએ પણ તેને સાથે રાખવાની ના પાડી દીધી હતી. દીકરને ચિલ્ડ્રન હોમ્સ મોકલવાની વાત કરી હતી. અંતે દીકરીને પોતાની ભૂલનું ભાન થયું હતું અને પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલિટ કરી દીધું હતું. એટલું જ નહીં તેણે ખાતરી આપી હતી કે તેના માતા-પિતા કહેશે નહીં ત્યાં સુદી મોબાઈલ નહીં યુઝ કરે છે. તેમજ માતા-પિતાની હાજરીમાં ઓનલાઈન સ્ટડી કરશે. માતા-પિતા માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે.