અમદાવાદમાં પોલીસ કર્મી અને દંપત્તિ વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી પછી પોલીસના થયા આવા હાલ!

અમદાવાદમાં માસ્કને લઈ હવે પોલીસ અને પ્રજા વચ્ચે મારામારીના કિસ્સા દિવસે ને દિવસે વધી રહ્યાં છે. રૂપિયા 1000નો જંગી દંડ માંગતા લોકો પોલીસ પર ઉશ્કેરાતાં હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે ત્યારે અમદાવાદમાં વધુ એક ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. પ્રહલાદનગર ગાર્ડન ચાર રસ્તા નજીક ટ્રાફિક પોલસ કર્મીએ કારમાં જઈ રહ્યાં ત્યારે પોલીસ કર્મીએ તે દંપત્તીને રોક્યા હતાં તે દરમિયાન કારમાં સવાર મહિલાએ માસ્ક ન પહેરેલું હોવાથી દંડ ભરવાની વાત કરી હતી.

આ વાત સાંભળીને દંપત્તિ ગુસ્સે થઈ ગયું હતું અને પોલીસ કર્મી સાથે ઉગ્ર બોલાચાલી કરીને તેને માર માર્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં તેના ચશ્મા અને નેમ પ્લેટ પણ તુટી ગઈ હતી તેવું સ્થાનિક લોકો ચર્ચા કરતાં હતાં. આ ઘટનાને લઈને આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને ધવલ શેઠવાલા અને દીપા શેઠવાલાની ધરપકડ કરી હતી.

એન ડિવિઝન ટ્રાફિક પોલીસમાં અતુલ એલઆરડી તરીકે ફરજ બજાવે છે. સ્ટાફ સાથે જ તેઓ પણ પ્રહલાદનગર ચાર રસ્તા પાસે ઓનલાઈન મેમોની કામગીરી કરી રહ્યાં હતાં તે દરમિયાન એક કાર આવતાં ટ્રાફિક પોલીસે તે ચાલકને રોકી ત્યારે કારમાં આગળની સાઈડ બેઠેલી મહિલાએ માસ્ક પહેર્યું નહોતું જેના કારણે પોલીસ કર્મીએ દંડ ભરવા માટે કહ્યું હતું. પરંતુ કારચાલક યુવક નીચે ઉતરી માસ્ક કાઢી અને ગમે તેમ બૂમાબૂમ કરવા લાગ્યો હતો. ‘તમે હજાર રૂપિયા લેવા જ ઉભા છો’ કહી પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. ત્યાર બાદ પતિ-પત્નીએ એલઆરડી તરીકે ફરજ બજાવી રહેલા અતુલને લાફો માર્યો હતો અને મારી પહોંચ બહુ ઉંચી છે કહી મારામારી કરીને ગાળા ગાળી કરી રહ્યાં હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

પોલીસ કર્મી અને દંપત્તિ વચ્ચે થયેલા મારામારીને કારણે તેમની નેમ પ્લેટ અને ચશ્મા તૂટી ગયા હતા. પોલીસને જાણ કરતા આનંદનગર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાર બાદ પતિ-પત્નીને પકડી આનંદનગર પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં પૂછપરછ કરતા તેમનું નામ ધવલ શેઠવાલા અને દીપા શેઠવાલા હોવાનું જણાવ્યું હતું. હાલ બંને સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી.