હવામાં ઉડતી મિસાઈલ પણ મોદીની આ વિમાનને કંઈ ના કરી શકે, કંઈક આવી છે ખાસીયતો

ઢાકાઃ કોરોનાકાળમાં પીએમ નરેન્દ્ર મોદી પહેલી વિદેશ યાત્રા પર ગયા છે. તેઓ બે દિવસ બાંગ્લાદેશના પ્રવાસે છે. બાંગ્લાદેશમાં આઝાદીના 50 વર્ષ પૂરા થતાં તેઓ મુખ્ય મહેમાન બનીને ત્યાં ગયા છે. આ વખતે નરેન્દ્ર મોદી એર ઈન્ડિયા વનમાં બેસીને પહેલી વિદેશ યાત્રા પર ગયા છે. આ એ જ વિમાન છે, જે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ તથા વડાપ્રધાન માટે ખાસ અમેરિકાથી મગાવવામાં આવ્યું છે.

ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ તથા વડાપ્રધાનની યાત્રા માટે આ વિમાન ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. 777 બોઈંગ વિમાન એક ઓક્ટોબરે અમેરિકાથી ભારત આવ્યું હતું. આ પહેલાં આ પ્લેન 2018માં થોડાં મહિના માટે એર ઈન્ડિયામાં સામેલ હતું.

ભારતની પાસે હાલમાં બે બોઈંગ 777 વિમાન છે. આ બંને વિમાનમાં ફેરફાર કરવાનો ખર્ચ 8400 કરોડ રૂપિયા થયો છે. આ વિમાનને કસ્ટમાઈઝ કરવાનું કામ અમેરિકાના ડલ્લાસમાં થયું હતું. ખાસ વાત એ છે કે આ પ્લેનને એર ઈન્ડિયાના પાયલટ નહીં, પરંતુ એરફોર્સ પાયલડ ઉડાવશે.

નરેન્દ્ર મોદી પહેલી જ વાર 26 માર્ચના રોજ આ વિમાનમાં બેસીને બાંગ્લાદેશ ગયા હતા. આ પ્લેન અટક્યા વગર હજારો કિમીની સફર કરી શકે છે. આ પ્લેન અત્યાધુનિક મિસાઈલ વિરોધી પ્રણાલીથી સજ્જ છે. આને લાર્જ એરક્રાફ્ટ ઈન્ફ્રારેડ કાઉન્ટરમેજર્સ તથા સેલ્ફ પ્રોટેક્શન સૂટ્સ કહેવામાં આવે છે. આ સાથે જ એર ઈન્ડિયા વન પ્લેમાં હવામાં પણ ઓડિયો તથા વીડિયો કમ્યુનિકેશનનું ફંક્શન આપવામાં આવ્યું છે. એટલે કે વડાપ્રાધન ફોન કે વીડિયો પણ કરી શકે છે.

વિમાનમાં મિસાઈલ વોર્નિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. સેન્સરની મદદથી પાયલટને મિસાઈલ પર હુમલો કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત ઈલેક્ટ્રોનિક વોરફેયર ઝામર લગાવવામાં આવ્યા છે. આનાથી દુશ્મના જીપીએસ તથા ડ્રોન સિગ્નલને બ્લોક કરવાનું કામ શક્ય બને છે.

આ પ્લેન ચાફ એન્ડ ફ્લેયર્સ સિસ્ટમથી સજ્જ છે. ચમકદાર ફ્લેયર્સ મિસાઈલને ભ્રમિત કરવા માટે છોડવામાં આવે છે. આનું તાપમાન જેટ એન્જિનનના નોઝલ તથા એક્ઝોસ્ટથી વધારે 2000 ફેરેનહિટ જેટલું હોય છે. સૌથી આધુનિક તથા સિક્યોર સેટેલાઈટ કમ્યુનિકેશન સિસ્ટમ પણ હોય છે.

પ્લેનમાં ફ્યૂલ ભરવા માટે લેન્ડ કરવાની જરૂર છે. હવામાં ઈંધણ ભરવાની સુવિધા આપવામાં આવી છે. એકવાર ફ્યૂલ ભર્યા બાદ આ વિમાન સતત 17 કલાક ઉડી શકે છે.