આ છે ઐશ્વર્યા રાયની લાડલી નંણદનો પતિ, છુપાઈને કર્યાં હતાં લગ્ન

મુંબઈ: અમિતાભ બચ્ચનના નાના ભાઈ અજિતાભ બચ્ચનના જમાઈ કુણાલ કપૂરે 43મો જન્મદિવસ ઉજવ્યો. તેમનો જન્મ 18 ઑક્ટોબર, 1977ના મુંબઈમાં થયો હતો. કુણાલ હવે ફિલ્મોમાં ઓછા નજર આવે છે. જો કે, કરિયરની શરૂઆતમાં તેણે રંગ દે બસંતી જેવી ફિલ્મ કરી પ્રસિદ્ધી મેળવી હતી. એ સિવાય લાગા ચુનરી મે દાગ, ડિયર ઝિંદગી અને આજા નચલે જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેઓ લાંબા સમયથી કોઈ ફિલ્મમાં નજર નથી આવ્યા. આમ તો તેની ઓળખ બચ્ચન પરિવારના જમાઈના રુપમાં કરવામાં આવે છે. તેણે અમિતાભ બચ્ચનની ભત્રીજી નૈના બચ્ચન સાથે ગુપચુપ લગ્ન કર્યા હતા. આવો જાણીએ કુણાલ સાથે જોડાયેલા કેટલાક ફેક્ટ્સ…

ઐશ્વર્યા રાયની નણંદ નૈના બચ્ચને કુણાલ કપૂર સાથે સાઉથ આફ્રિકાના સેશેલ્સમાં ગુપચુપ લગ્ન કર્યા હતા. જેમાં પરિવારના કેટલાક સભ્યો જ હાજર હતા. મૉડલ અને એક્ટર કુણાલ કપૂર રંગ દે બસંતી જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. નેના બચ્ચન એક ઈન્વેસ્ટર બેન્કર છે. નૈના, અમિતાભના નાના ભાઈ અજિતાભની નાની દીકરી છે.

2007માં તેજી બચ્ચનના નિધન બાદ અજિતાભ પરિવાર સાથે લંડનથી ભારત શિફ્ટ થયા હતા. જણાવી દઈએ કે નૈનાની માતા રમોલા સોશલાઈટ અને બિઝનેસવુમન છે. તેનો ભાઈ ભીમ ઈન્વેસ્ટમેન્ટ બેંકર અને બહેન આર્ટિસ્ટ છે.

કુણાલ અને નૈનાની મુલાકાત એક કૉમન ફ્રેન્ડના માધ્યમથી થઈ હતી. કેટલીક મુલાકાતમાં બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. કુણાલે એક વાર કહ્યું હતું કે, હું અને નૈના સાથે છીએ. અમારો સંબંધ આવી જ રીતે આગળ પણ બની રહેશે.

વાત કુણાલની કરીએ તો તેણે પોતાના કરિયરની શરૂઆત સહાયક નિર્દેશક તરીકે કરી હતી. અમિતાભ બચ્ચન અને મનોજ વાજપેયીની ફિલ્મ અક્સમાં તે સહાયક નિર્દેશક હતા.

એક્ટિંગમાં તેણે 2004માં આવી ફિલ્મ મીનાક્ષી- એ ટેલ ઑફ થ્રી સીટીઝથી શરૂઆત કરી હતી. ફિલ્મમાં તે તબ્બૂ સાથે નજર આવ્યા હતા. તેની બીજી ફિલ્મ આમિર ખાનની સાથે રંગ દે બસંતી હતી અને તેનાથી તેને ઓળખ મળી.

જો કે, રંગ દે બસંતી સફળ થયા બાદ પણ તેનો જાદૂ ન ચાલ્યો. યશરાજે તેને 3 ફિલ્મો માટે સાઈન કર્યો, પરંતુ તેની કોઈ ખાસ ચર્ચા ન રહી. જો કે, કુણાલે બે વર્ષનો બ્રેક લઈને ફરી વાપસી કરી.

કુણાલના પિતા અવિકિશોર કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા હતા. તેની માતા ગાયિકા હતા. તેઓ મૂળ પંજાબના અમૃતસરના છે. તેની બે મોટી બહેનો ગીતા અને રેશ્મા છે. નાની ઉંમરથી જ તેને ફિલ્મોમાં રસ હતો. જેથી તેણે એક્ટિંગ ક્લાસ જોઈન કરી લીધા