અહીંયા કૂતરાઓને આપવામાં આવે છે ખાસ પ્રેમ, કારણ જાણીને થઈ જશો ભાવુક

ચિત્રકૂટનાં ખોહીમાં એક વ્યક્તિનાં ઘરે પાલતું શ્વાને પાંચ ગલુડિયાઓને જન્મ આપ્યો, અને તેણે ધામધૂમથી ઉજવણી કરી. આમંત્રણ કાર્ડ છાપવામાં આવ્યાં હતાં અને આખા ગામને ભોજન આપવામાં આવ્યું હતું. 26 જાન્યુઆરીએ યોજાનારી આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.

મુસ્તફા ખાન નામના વ્યક્તિએ આ અવસરને ખાસ બનાવવા માટે કોઈ કસર છોડી નહોતી. તેણે નજીકના ગામથી ડાંસર બોલાવી અને આખા ગામમાં ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું. ઘરે આવેલા મહેમાનોએ પપ્પીને આશીર્વાદ પણ આપ્યા હતા.

શ્વાને બાળકોને જન્મ આપતા આટલી મોટી ઉજવણી સાંભળવામાં થોડું વિચિત્ર લાગે છે. પરંતુ તેના માટે આમંત્રણ કાર્ડ છાપવામાં આવ્યાં હતાં. જેમાં લખ્યું હતું કે શ્રી કામતનનાથ મહારાજ જીની અપાર કૃપાને લીધે, અમારી પ્રિય જુલી (શ્વાન) એ પાંચ બચ્ચાઓને જન્મ આપ્યો છે. આ વિશેષ પ્રસંગે, 26 જાન્યુઆરી 2021ને મંગળવારે બરહો સંસ્કાર અને જમણવાર અને સંગીત કાર્યક્રમનું આયોજન કર્યુ છે. જેમાં તમે સાદર આમંત્રિત છો.

કહેવામાં આવી રહ્યું છે કે આ ઉજવણીમાં બે હજાર લોકોને જમવા આમંત્રણ અપાયું છે. લોકોએ બેન્ડ પર જોરદાર ડાન્સ કર્યો -બેંડ-બાજા, ડીજે પર લોકોએ જોરદાર ડાન્સ કર્યો હતો. આ કાર્યક્રમ લાંબા સમય સુધી ચાલ્યો હતો. જૂલી (શ્વાન) અને તેના બચ્ચાઓને નવા કપડા પહેરાવ્યા હતા.

ગામલોકોનું કહેવું છે કે આ ઉજવણી પાછળનું એક મહત્વનું કારણ છે કે એક સમયે આખા ગામમાં દુકાળ પડ્યો હતો. જે બાદ ગામના કૂતરાઓએ ભગવાન ગેબીનાથને પ્રાર્થના કરી હતી અને ગામનો દુકાળ દૂર થઈ ગયો હતો. ત્યારબાદથી આખા ગામના લોકો કૂતરાઓને પ્રેમ કરે છે.