શિલ્પા શેટ્ટીએ લગ્નની વાત કરી તો અક્ષય કુમારે મુકી હતી આ શરત - Real Gujarat

શિલ્પા શેટ્ટીએ લગ્નની વાત કરી તો અક્ષય કુમારે મુકી હતી આ શરત

મુંબઈઃ અક્ષય કુમાર અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ અંગે વિવાદમાં છે. હિન્દુ સંગઠન આ ફિલ્મ પર લવ જેહાદનો આરોપ લગાવી રહ્યાં છે. એટલું જ નહીં ફિલ્મની કાસ્ટ, ક્રૂ અને પ્રમોટર્સ સામે એક ફરિયાદ પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને સોંપવામાં આવી છે. હિન્દુ સેનાની માગ છે કે જો ફિલ્મનું ટાઇટલ બદલવામાં નહીં આવે તો તેને બોયકોટ કરવામાં આવશે. જેમાં માતા લક્ષ્મીના નામનો ઉપયોગ કરી હિન્દુઓની ભાવનાને નુકસાન પહોંડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં અક્ષય કુમારનો એક જૂનો કિસ્સો વાઇરલ થઈ રહ્યો છે. આ કિસ્સો અક્ષય અને શિલ્પા શેટ્ટીના લગ્ન અંગેનો છે.

ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરનારા અક્ષય કુમારના અફેરના કિસ્સા ઓછા નથી. તેમનું નામ ઘણી હીરોઇન સાથે જોડાયેલું છે, પણ છેલ્લે તેમણે ટ્વિન્કલ ખન્નાને પોતાની લાઇફ પાર્ટનર બનાવી હતી.

ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરનારા અક્ષય કુમારના અફેરના કિસ્સા ઓછા નથી. તેમનું નામ ઘણી હીરોઇન સાથે જોડાયેલું છે, પણ છેલ્લે તેમણે ટ્વિન્કલ ખન્નાને પોતાની લાઇફ પાર્ટનર બનાવી હતી.

આમ તો અક્ષયના જીવનમાં ઘણી છોકરીઓ આવી પણ, શિલ્પા સાથેનો તેમનો કિસ્સો અલગ જ રહ્યો. ઉલ્લેખનીય છે કે, શિલ્પા સાથે અક્ષય રવીનાને પણ ડેટ કરતો હતો. પછી શિલ્પાએ તેમની જિંદગીમાં આવી અને અક્ષયે રવિના સાથે બ્રેકઅપ કરી લીધું હતું.

રવીનાને છોડી અક્ષય શિલ્પાને ડેટ કરવા લાગ્યો હતો. આ દરમિયાન બંનેની ફિલ્મ ‘ધડકન’ આવી હતી, જેમાં બંને પતિ-પત્નીના રોલમાં જોવા મળ્યાં હતાં. અક્ષય, શિલ્પા સાથે લગ્ન કરવા માગતો હતો, પણ તેમને લગ્ન કરવા માટે શિલ્પા સામે એવી શરત રાખી હતી, જે પછી શિલ્પાએ ખુદ ના પાડી દીધી હતી.

અક્ષય ઇચ્છતો હતો કે, શિલ્પા લગ્ન પછી પોતાનું ફિલ્મી કરિયર છોડી દે પણ, શિલ્પાને તે મંજૂર નહોતું. અક્ષયે પછી ટ્વિન્કલ ખન્ના સાથે લગ્ન કરી લીધા હતાં.

વર્ષ 2000માં એક ઇન્ટરવ્યૂમાં તેમણે અક્ષય સાથે પોતાના બ્રેકઅપનું સત્ય જણાવ્યું. ઇન્ટરવ્યૂમાં શિલ્પાએ કહ્યું કે, ‘અક્ષય જ્યારે તેમની સાથે રિલેશનમાં હતો, તે ટૂ ટાઇમિંગ કરતો હતો. તે સમયે તે ટ્વિન્કલને પણ ડેટ કરી રહ્યો હતો.’ જ્યારે આ વાતની જાણ થઈ તો તે હેરાન રહી ગઈ હતી.

શિલ્પાએ કહ્યું હતું કે, ‘મારા માટે તે ખૂબ જ ખરાબ સમય હતો, પણ મને ખુશી છે કે હું તેમાંથી બહાર આવી જઈશ. કાળી રાત પછી સવાર આવે જ છે. પ્રોફેશનલી મારા માટે બધુ જ સારું ચાલી રહ્યું હતું, પણ મારી પર્સનલ લાઇફમાં ઘણો ઉતાર ચઢાવ આવ્યો હતો. સારું લાગે છે કે, હવે આ બધુ પાછળ જતું રહ્યું છે.’

એક ઇન્ટરવ્યૂમાં શિલ્પાએ અફેર સાથે જેડાયેલી એક રસપ્રદ વાત શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘અક્ષય તેમની પ્રેમિકાને વિશ્વાસ અપાવવા માટે જલદીથી સગાઈ કરી લે તો હતો. અક્ષય દરેક પ્રેમિકાને મોડી રાતે મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિર લઈ જતો અને ત્યાં તે લગ્ન કરવાનું પ્રોમિસ કરતો હતો. જેવી જ તેમની જિંદગીમાં નવી છોકરી આવે તે ફરી જતો હતો.’

અક્ષયે શિલ્પા સાથે લગ્ન કરવાનું પ્રોમિસ કર્યું હતું, પણ તેમને ખબર પડી ગઈ કે તે દગો દઈ રહ્યો છે. બ્રેકઅપ પછી તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘અક્ષયએ તેને યૂઝ કરી અને છોડી દીધઈ’ જોકે, બંનેના સંબંધ સામાન્ય છે. બંનેએ ફિલ્મ ‘મૈં ખિલાડી તૂ અનાડી’ (1994), ‘ઇન્સાફ’ (1997), ‘જાનવર’ (1999), ‘ધડકન’ (2000) ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.