કળયુગી દીકરા-વહુએ ઘરમાં જ કરી ચોરી, સગી માને ઘાતકી રીતે મારી નાખી

ઉત્તરપ્રદેશના અલીગઢથી એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સંપત્તિ માટે એક પુત્રએ તેની પત્ની, મિત્ર અને મિત્રની પ્રેમિકા સાથે મળીને માતાની તેના જ ઘરમાં મારીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. આ કેસમાં પોલીસે આરોપી પુત્ર-પુત્રવધૂ, તેના મિત્ર અને મિત્રની પ્રેમિકાની ધરપકડ કરી છે.

વાસ્તવમાં, આ મામલો અલીગઢના કારસી પોલીસ સ્ટેશન વિસ્તારના સરોજ નગરનો છે, અહીં રહેતા કુલદીપ વર્માની નૌરંગાબાદ વિસ્તારમાં જ્વેલરીની દુકાન છે, જ્યાં તે સોનું ગીરવે લઈને વ્યાજ પર પૈસા આપવાનું કામ કરે છે. કુલદીપ અને તેના પુત્ર યોગેશ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી તકરાર ચાલી રહી હતી. યોગેશ પણ કેટલાક દિવસોથી તેના માતાપિતાથી અલગ રહેતો હતો.

એક દિવસ યોગેશ તેની ગર્લફ્રેન્ડને લઈને તેના માતા-પિતાના ઘરે પહોંચ્યો. યોગેશના ઘરના લોકોએ તેની ગર્લફ્રેન્ડને પુત્રવધૂ તરીકે સ્વીકારવાની ના પાડી હતી. યોગેશની ગર્લફ્રેન્ડના અગાઉ પણ લગ્ન થઈ ગયાં હતાં. યોગેશની માતાએ તેને ઘરે રાખવાની ના પાડી. યોગેશ તેની ગર્લફ્રેન્ડ સોનમ સાથે મળીને અલગ ભાડાનાં રૂમમાં રહેવા લાગ્યો હતો.

આ પછી, યોગેશે તેના એક મિત્ર તનુજ અને તેની ગર્લફ્રેન્ડ રિની સાથે મળીને એક યોજના બનાવી અને 19 ફેબ્રુઆરીના રોજ બપોરે 1 વાગ્યે અચાનક તેના ઘરે પહોંચી ગયા. જ્યારે તેની માતાએ દરવાજો ખોલ્યો, ત્યારે તેણે તેની માતાને કહ્યું કે ઘરમાં તેના કેટલાક કપડા છે જે તેને લેવાના છે. આ પછી, યોગેશ અને તેના મિત્ર તનુજે પહેલા માતાની ગળા દબાવતા તેની હત્યા કરી અને તેને બાથરૂમમાં બંધ કરી દીધી.

બંનેએ ઘરમાં રાખેલી હથોડી અને અન્ય સાધનો વડે લોકર તોડીને એક કરોડ રૂપિયા કરતા વધુના દાગીના અને રૂપિયા લઈને ભાગી ગયા હતા. જતી વખતે તેણે ઘરનો સામાન અસ્ત-વ્યસ્ત કરી નાંખ્યો હતો અને ગેસની પાઇપ પણ કાપી નાખી. જ્યારે બંને લોકો ઘરની અંદર હતા, ત્યારે રીની ઘરની બહાર તેનું મોનિટરિંગ કરી રહી હતી. ઘટના બાદ ત્રણેય ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

સાંજના પાંચ વાગ્યે, કુલદીપની બહેન અનિતા તેની ભાભીને મળવા ઘરે પહોંચી ત્યારે દરવાજો ખુલ્લો મળ્યો હતો. બહારથી બૂમો પાડી જ્યારે કોઈ આવ્યુ નહી ત્યારે કંચનને ફોન લગાવ્યો હતો. ફોન ઉપડ્યો નહીં.

આ પછી, તેણે તેના ભાઈ અને અન્ય લોકોને જાણ કરી. ઘટના સ્થળે પહોંચેલા તમામ લોકોએ પોલીસને જાણ કરી હતી. કંચનને તાત્કાલિક મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ફોરેન્સિક ટીમના લોકો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. મકાનમાં મળેલા ઇનપુટ અને સીસીટીવીના આધારે પોલીસે સરાફના પુત્ર યોગેશ અને તેની પત્ની સોનમની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી.

કડક પુછપરછ કરતાં બંને વચ્ચે તૂટી પડ્યા હતા અને તેમણે સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો હતો. પોલીસે આ કેસમાં મૃતકના પુત્ર યોગેશ, તેની પત્ની સોનમ, યોગેશનો મિત્ર અનુજ અને તેની પ્રેમિકા રિનીની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી એક કરોડથી વધુના દાગીના અને એક લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી.