સુપરડુપર ‘પુષ્પા’ ફિલ્મમાં હતી આ પાંચ મિસ્ટેક, જાણીને તમે પણ કહેશો- ‘અમને તો ખબર જ નહોતી’

અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’એ દેશભરમાં ધમાલ મચાવી છે. અનેક રાજ્યમાં થિયેટર બંધ છે તો કેટલીક જગ્યાએ માત્ર 50 ટકા ઓક્યુપન્સી સાથે ખુલ્યા છે. કોરોનાકાળની ચ્ચે આ ફિલ્મે 300 કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મ મલયાલમ, કન્નડ, તેલુગુ, તમિળ તથા હિંદીમાં રિલીઝ થઈ છે. ફિલ્મમાં અલ્લુના બોલવાનો અંદાજ તથા ફાઇટિંગ સીન ચાહકોને ઘણાં જ ગમ્યાં છે. હિંદી બેલ્ટમાં પણ આ ફિલ્મ સુપરડુપર હિટ રહી છે. ‘પુષ્પા’ ભલે હિટ હોય, પરંતુ આ ફિલ્મમાં કેટલીક ભૂલો રહેલી છે. તો આવો નજર કરીએ’પુષ્પા’ ફિલ્માં રહેલી અમુક ભૂલો પર…

ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે ‘પુષ્પા’નો ખાસ મિત્ર કેશવ પહેલાં તો વેનનો દરવાજો ખોલી શકતો નથી અને પછી બીજા જ સીનમાં નવી મારુતિ વેન ચલાવીને આવે છે. જેને વેનનો દરવાજો ખોલતા નહોતું આવડતું, તેણે કેવી રીતે વેન ચલાવી!?

ફિલ્મનું સૌથી મોટું બ્લન્ડર એ છે કે એક સીનમાં જ્યાં પુષ્પા લાલ ચંદનની લાકડીઓને પાણીમાં ફેંકે છે. આના પર જ આખી ફિલ્મ બેઝ્ડ છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં લાલ ચંદનની કિંમત કરોડો રૂપિયા છે. ભારતના લાલ ચંદનની સૌથી વધુ ડિમાન્ડ ચીનમાં છે. લાલ ચંદનનો નાનામાં નાનો ટુકડો પણ પાણીમાં ડૂબી જાય છે. આની ગુણવત્તાની ઓળખ પણ આ જ રીતે થાય છે. જોકે, ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે લાલ ચંદનના સાટા પાણીમાં તરે છે. તો શું ફિલ્મમાં બતાવવામાં આવેલા લાલ ચંદનની લાકડીઓ ફાઇબર તથા ફોમથી બનેલી હોવાથી તરતી હતી!!?

જરા એ સીન યાદ કરો, જેમાં પુષ્પા પોલીસથી બચવા ટ્રક ઉડાવીને એક ખાડામાં પડે છે. પુષ્પા જે ખાડામાં ટ્રકને ફેંકે છે, તે ખાડો રસ્તાની કિનારે હોય છે તો શું પોલીસને રસ્તામાં બનેલો આટલો મોટો ખાડો દેખાયો જ નહીં. ચલો પોલીસે ખાડો ના જોયો, પરંતુ રસ્તો તો કાચો હતો. આ રસ્તા પર ટ્રકના ટાયરના નિશાન તો હોય જ. જોકે, પોલીસ માટે એટલું મગજ નહોતું અને તેથી જ તેમણે ટ્રક શોધવાનો પ્રયાસ ના કર્યો અને સીધી નીકળી ગઈ.

ફિલ્મના એક સીનમાં પુષ્પાને ટ્રકના બોનેટમાં બેસીને ફેરવવામાં આવે છે. સીનમાં ટ્રક ફરે છે, પરંતુ ટ્રકની અંદર કોઈ ડ્રાઇવર જ નથી તો આખરે ટ્રક ફરે છે કેવી રીતે.

જ્યારે પુષ્પા, શ્રીનુના સાળા મોગલિસને પાણીમાં મારે છે, ત્યારે તે પાણીમાં મોટરસાઇકલ ફેરવે છે. નદીમાં મોટા-મોટા પથ્થરો પણ હોય છે. પથ્થરોની વચ્ચે પાણીમાં બાઇક ગોળ ગોળ ફેરવવીને કયો સાયન્સનો નિયમ પાડ્યો? અલ્લુ અર્જુને એક્શનમાં સાયન્સના નિયમોની ઐસી-તૈસી કરી નાખી છે.