અલ્પેશ ઠાકોરના પુત્રે અચાનક સાદગીથી કરી લીધા લગ્ન, જુઓ ખાસ તસવીરો

અમદાવાદ: ઠાકોર સમાજના અગ્રણી યુવા નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના દીકરાના લગ્ન એક વર્ષ પહેલાં યોજાયા હતા. ગયા વર્ષે આજની તારીખે એટલે કે 30 જાન્યુઆરીના રોજ વસંત પંચમીના દિવસે અલ્પેશ ઠાકોરના દિકરા ઉત્સવે નવી ઈનિંગની શરૂઆત કરી હતી. અલ્પેશ ઠાકોરે પોતાના પુત્ર ઉત્સવના લગ્ન પિતા વગરની દીકરી સાથે એકદમ સાદગીથી કર્યા હતા.

ભાજપના નેતા અલ્પેશે પુત્રના લગ્ન એકદમ સદાઈથી કરીને સમાજને નવો રાહ ચિંધ્યો હતો. વસંતપંચમીના દિવસે 30મી જાન્યુઆરીના રોજ અચાનક થયેલા લગ્નની તસવીરો સોશ્યલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ હતી.

અલ્પેશ ઠાકોરે લગ્નના બે દિવસ બાદ સોશ્યલ મીડિયામાં ખુદ તસવીરો પોસ્ટ કરીને દીકરાના લગ્નની જાહેરાત કરી હતી. અલ્પેશ ઠાકોરે તેના પુત્રના ગરીબ પરિવાની પિતા વગરની દીકરી સાથે કરી સમાજને નવો દાખલો બેસાડ્યો હતો.

અલ્પેશના પુત્ર ઉત્સવે થરાના વતની અને ગરીબ પરિવારમાં ઉછરેલી દિનેશભાઈ ઠાકોરની પુત્રી ઉર્વી સાથે 30મી જાન્યુઆરીના રોજ વસંતપંચમીના દિવસે કર્યાં હતા. ઉર્વીએ બાળપણમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.

આ અંગે અલ્પેશ ઠાકોરે ફેસબૂક પર પોસ્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું, ‘‘જીવનના નવા અધ્યાયમાં પ્રવેશ કરી રહેલ મારા પુત્ર ઉત્સવ અને પુત્રવધુ ઉર્વીને લગ્નજીવનમાં સદા સુખી રહે તેવા આશિર્વાદ…’’

નવદંપતીએ લગ્ન બાદ ઘરમાં કંકુ પગલા પાડ્યા હતા. ત્યાર બાદ પરિવારજનોએ મોં મીઠું કરાવ્યું હતું. બાદમાં નવદંપતીએ સાસુ-સસરા અને દાદા-દાદીના આશીર્વાદ લીધા હતા. આ અંગેની તસવીરો પણ સોશ્યલ મીડિયામા વાઈરલ થઈ હતી.

ભાજપના નેતા અલ્પેશ ઠાકોરના પુત્રના લગ્નની વાત વહેતી છતાં ઠાકોર સમાજમાં હર્ષની લાગણી ફેલાઈ જવા પામી હતી. સમાજના લોકો અલ્પેશના આ પગલાંના ખૂબ વખાણ કર્યાં હતાં.

અલ્પેશ ઠાકોરને રાજકારણનો વારસો પિતા ખોડાજી ઠાકોર પાસેથી મળ્યો હતો. અલ્પેશ ઠાકોરે વર્ષ 2011માં ક્ષત્રીય ઠાકોર સેના સ્થાપી હતી. વ્યસનમુક્તિ અને બેરોજગારી મુદ્દે આંદોલન ચલાવીને તેઓ ગુજરાતમાં છવાઈ ગયા હતા. તેમણે 2017માં કોંગ્રેસ જોઈન કરી હતી. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં જીતી તેઓ ધારાસભ્ય બન્યા હતા. બાદમાં કોંગ્રેસની કાર્યપદ્ધતિથી નારાજ થઈને તેમણે કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 2019માં રાધનપુર વિધાનસભા સીટ પર તેઓ ભાજપ તરફથી ચૂંડણી લડ્યા હતા. જોકે આ ચૂંટણીમાં તમનો પરાજય થયો હતો.

અલ્પેશ ઠાકોરે પણ લવમેરેજ કર્યા હતા. અલ્પેશ ઠાકોર અને પત્ની કિરણ બંને અમદાવાદની એચ કે કોલેજમાં સાથે ભણતા હતા. વર્ષ 1997માં કોલેજના બીજા વર્ષમાં આવતા બંનએ લગ્ન બંધનમાં બંધાવાનો નિર્ણય કર્યો હતો. કિરણ બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે, જેથી તેના પિતાએ અન્ય જ્ઞાતિના યુવક સાથે લગ્ન કરવાનો વિરોધ કર્યો હતો. પણ અંતે પરિવારજનો માની ગયા હતા.

અલ્પેશ ઠાકોર અને કિરણને સંતાનમાં બે પુત્ર ઉત્સવ અને અનીસ છે. વર્ષ 2017માં અને વર્ષ 2019માં અલ્પેશ ઠાકોર રાધનપુર સીટ પર ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે કિરણે પતિના કેમ્પેઈનમાં પણ ભાગ લીધો હતો.

નોંધનીય છે કે વર્ષ 2017ની ચૂંટણી પછી અલ્પેશ ઠાકોરના ભત્રીજાના અમદાવાદમાં ધામધૂમથી લગ્ન યોજાયા હતા. આ લગ્ન સમારોહમાં ગુજરાતના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

એક જનસભામાં પિતા અલ્પેશ સાથે પુત્ર ઉત્સવની તસવીર.