USમાં અજાણ્યા યુવાને ગુજરાતીનું ગળું દબાવીને કરી હત્યા, પરિવારમાં શોકનો માહોલ

અમેરિકામાં ગુજરાતીની hatyaનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્યારે નવસારીનાં રહીશ અને બીલીમોરાના નિવૃત્ત શિક્ષક રવીન્દ્રભાઇ વશીનો પુત્ર મેહુલ વશીની અમેરિકામાં hatya કરી દેવામાં આવી હતી. મૃતકની ઉંમર 52 વર્ષ છે અને તેઓ પત્ની અને બે દીકરીઓ સાથે અમેરિકામાં જ્યોર્જિયાના ઓગસ્ટા ઈવાન્સમાં રહે છે.

મૃતક મેહુલભાઇ વશી એટલાન્ટામાં રેડ મોટેલમાં જનરલ મેનેજર હતા. આ મોટેલ એરપોર્ટની નજીક જ આવેલી છે. એનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું તે દરમિયાનમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી ત્યારે અશ્વેત યુવાને ગળુ દબાવીને તેમની hatya કરી હોવાનું જાણવા મળ્યું હતું. જેના ધેરા પ્રત્યાઘાત નવસારીમાં પણ પડ્યા હતાં. તેમના પરિવારમાં શોકનો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મોટેલમાં નશામાં ધૂત એક અશ્વેત વ્યક્તિ સાથે પહેલા મેહુલ વશીની ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ તેણે ગુજરાતી યુવક પર હુમલો કર્યો હતો ત્યાર બાદ તેનું ગળું દબાવીને hatya કરી હતી. આ સમગ્ર ઘટના બાદ મેહુલની જગ્યાએ રાતે ફરત પર આવેલા કર્મીએ તેને ફોન કરીને પૂછ્યું કે ક્યાં છે તો સામેથી મેસેજ આવ્યો કે, મેં મેહુલને મારી નાખ્યો છે. ત્યાર બાદ મેહુલની શોધખોણ કરવામાં આવી હતી મેહુલ મળ્યો નહીં તો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

મેહુલની પત્ની હેતલ એટલાન્ટાની એક ફેક્ટરીમાં નોકરી કરે છે અને પોતાનું બ્યૂટીપાર્લર ચલાવે છે. મોટી દીકરી આરોહી અને નાની દીકરી બીર્વા હાલ અભ્યાસ કરે છે. આ બાબત સામે આવતાં નવસારીમાં પણ ઘેરા પ્રત્યાધાત પડ્યા છે. પરિવાર અને મિત્રોમાં શોક છવાયેલો જોવા મળ્યો હતો. મહત્વનું છે કે, શનિવારે બપોરે મેહુલની અંતિમસંસ્કાર વિધિ કરવામાં આવશે.