કોરોનાના ચેપ અંગે ડોક્ટરોએ કર્યો આ ખુલાસો, આંખો દ્વારા પણ ફેલાઈ શકે છે રોગ

નવી દિલ્હી: કોરોના વાયરસનો ચેપ ફક્ત મોં અને નાક દ્વારા જ નહીં, પણ આંખો દ્વારા પણ લાગી શકે છે. ડોકટરોના મતે, કોરોના વાયરસના ટીપાં તમને આંખો દ્વારા શરીરમાં જઇને સંક્રમિત કરી શકે છે. કોરોના ચેપને રોકવા માટે, ડોકટરો હાથ ધોવા માટે સતત અપીલ કરે છે જેથી તમે કોરોનાના ચેપનો શિકાર ન બનો.

ડોકટરોનું એવું પણ કહેવું છે કે જો ચેપગ્રસ્ત હાથ આંખો સુધી પહોંચે છે, તો પછી આંખો દ્વારા તમે કોરોનાનો ભોગ બની શકો છો. ESI હોસ્પિટલના પૂર્વ મેડિકલ સુપરિટેન્ડેન્ટ અને સિનિયર આઇ સર્જન ડોક્ટર એકે જૈને આજતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આંખોને ચોળવાથી કોરોનાનાં ટીપા તમારા શરીરમાં જઈ શકે છે.

ડોક્ટર એકે જૈનનું કહેવું છે કે જ્યારે આપણે આંખોમાં કોઈ પણ પ્રકારની દવા નાંખીએ છીએ, ત્યારે તેની અસર આપણા ગળામાં સ્પષ્ટ દેખાય છે. એવી જ રીતે જો કોરોનાનું ટીપું આંખો સુધી પહોંચે છે, તો પછી કોરોના ચેપ આંખો દ્વારા ફેલાય છે. તેનો બચાવ જરૂરી છે. એવામાં આંખોમાં પ્રોટેક્શન ગ્લાસ હાલનાં દિવસોમાં માર્કેટમાં વેચાઈ રહ્યા છે. તે તમારી આંખોને પ્રોટેક્ટ કરવા માટે અસરકારક છે.

આજકાલ આ જ કારણે, બજારમાં મેડિકલ સ્ટોર પર પ્રોટેક્શન ચશ્મા અને ફેસ પ્રોટેકટરોની માંગ ઘણી વધી ગઈ છે, લોકો રોજીંદા જીવનમાં આંખોની સુરક્ષા માટે આ ચશ્મા ખરીદવા માટે દુકાનો પર પહોંચી રહ્યા છે. દવાઓનો ધંધો કરતા ગૌતમ ગર્ગ કહે છે કે આ વિશેષ ચશ્મા ખરીદવા માટે દરરોજ 50 થી 100 લોકો આવે છે. તેની કિંમત 65 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધીની છે. (સૌજન્ય-આજતક)