આ ભારતીય અબજોપતિની પત્નીને આપેલી ગિફ્ટથી મુકેશ અંબાણી પણ ચમકી ગયા! - Real Gujarat

આ ભારતીય અબજોપતિની પત્નીને આપેલી ગિફ્ટથી મુકેશ અંબાણી પણ ચમકી ગયા!

રોલ્સ રૉયસે ભારતમાં પોતાની શાનદાર કલ્લિનન આ વર્ષે ડિસેમ્બરમાં રજૂ કરી છે. ભારતમાં લોન્ચ થનારી આ પહેલી કાર રોલ્સ રૉયસની પહેલી એસયૂવી છે. જેને ઘણી નવી ટેક્નોલોજીથી લેંસ કરવામાં આવી છે. બ્રિટિશ લક્ઝરી કાર નિર્માતાની પહેલી એસયૂવીને દુનિયાભરનાં બજારોમાં ભારે પ્રતિક્રિયાઓ મળી છે. કારને પહેલાં ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવી હતી.

જેની કિંમત આશરે 6.95 કરોડ એક્સ-શોરૂમ, દિલ્હી છે. પરંતુ રોલ્સ રોયસ ખરીદનાર પહેલો ભારતીય ભારતનો નહીં પરંતુ દુબઈનો છે. દુબઈમાં રહેતી એક ભારતીય મહિલા અભિની સોહન રોય વિશ્વની રોલ્સ રોયસ કુલિનાન એસયુવીની પહેલી ભારતીય ગ્રાહક બની ગઈ છે.

તેણે આ વર્ષની શરૂઆતમાં એસયુવી બુક કરાવી હતી. તેના પતિ સોહન રોયે (Aries ગ્રુપના સ્થાપક) તેમને આ કાર ભેટ આપી હતી. આ જોડી 12 ડિસેમ્બર, 2019ના રોજ રોલ્સ રોયસ કુલિનાનનું ડિલિવરી લેવાની આશા રાખવામાં આવી હતી, પરંતુ કેટલાક કારણોસર તેને થોડી મોડેથી મળી હતી.

અભિની સોહન રોયને 25મી લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તેમના પતિ તરફથી આ ભેટ મળી હતી. દુબઇમાં યોજાયેલી ઓફિશિયલ રોલ્સ રોયસ ઇવેન્ટ દ્વારા તેમણે કારને વાસ્તવિક જીવનમાં કેવી લાગે છે તે જણાવ્યુ. આ જોડીને ગ્રાહકો અને સંભવિત ગ્રાહકોના ભાગ રૂપે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમણે દુબઇના બજારમાં SUV બુક કરાવી છે.

You cannot copy content of this page