કેવી વિચિત્ર પ્રથા! અંતિમ સંસ્કારમાં રડવાને બદલે અહીં થાય છે અશ્લીલ ડાન્સ

અંતિમ સંસ્કાર અંગે દરેક જગ્યાએ લગભગ એક જેવી જ માન્યતા હોય છે. પણ ક્યાંક તમને ચિતાની સામે સ્ટ્રીપ ડાન્સર દેખાય તો સ્તબ્ધ થવાની જરૂર નથી. ઘણી જગ્યા પર અંતિમ સંસ્કાર વખતે સ્ટ્રીપ ડાન્સરને બોલાવવામાં આવે છે. ચીનમાં એક એવી જગ્યા છે જ્યાં અંતિમ સંસ્કાર પર લાઉડસ્પીકર પર સંગીત વગાડવામાં આવે છે. સ્ટ્રિપર્સ બીટ પર ડાન્સ કરે છે. દર્શકો સીટી વગાડે છે. ચીનમાં અંતિમ સંસ્કાર દરમિયાન આ નજારો ખૂબ જ સામાન્ય છે. પણ તમારા મનમાં સવાલ થતો હશે કે, જે પ્રસંગે લોકો દુખી થાય છે. તે પ્રસંગમાં ઉત્સાહ કેમ હોય છે. ચીનમાં અંતિમ સંસ્કારના સમયે સ્ટ્રિપ ડાન્સર્સને કેમ બોલાવવામાં આવે છે.?

ચીનમાં અંતિમ સંસ્કાર દરમિયાન સ્ટ્રીપ ડાન્સર્સને બોલાવવાનો રિવાજ ઘણીવાર વિવાદમાં આવી ગયો છે. વર્ષ 2018માં આ પ્રથાને અશ્લીલ જાહેર કરવામાં આવી હતી. જોકે, આ પહેલીવાર નથી જ્યારે અધિકારીઓએ આ પ્રથામાંથી છુટકારો મેળવવાનો પ્રયત્ન ના કર્યો હોય. આ પહેલાં પણ આ પ્રથાને બંધ કરવા માટે પ્રયત્ન કર્યા હતાં. પણ તે સફળ થયા નહીં.

અંતિમ સંસ્કારમાં સ્ટ્રિપર્સને કેમ બોલાવવામાં આવે છે. એક થિયરી મુજબ, અંતિમ સંસ્કારમાં લોકોની હાજરી માટે સ્ટ્રિપર્સને બોલાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, વધુ ભીડ થવી તે મૃતક માટે સન્માનની વાત છે.

ચીનમાં જ આ પ્રથા અંગે વધુ એક થિયરી છે. આ પ્રથાને પ્રજનનની પૂજા સાથે જોડવામાં આવે છે. એક રિપોર્ટ મુજબ, ફુઝિયાન નોર્મલ યૂનિવર્સિટીના પ્રોફેસર હુઆંગ જિયાનક્સિંગે જણાવ્યું કે, કેટલાક સ્થાનિક સંસ્કૃતિઓમાં સ્ટ્રિપર્સનો ઉપયોગ મૃતકોને આશીર્વાદ આપવા માટે કરે છે.

સ્ટ્રિપર્સને બોલાવવાનો રિવાજ ચીનના ગ્રામીણ વિસ્તારમાં જોવા મળે છે. જોકે, સૌથી વધુ તાઇવાનમાં જોવા મળે છે. અહીંથી તેની શરૂઆત થઈ હતી.

યૂનિવર્સિટી ઓફ સાઉથ કૈરોલિનાના માર્ક મોસ્કોવિટ્ઝ કહે છે કે, અંતિમ સંસ્કારમાં સ્ટ્રિપર્સને બોલાવવાની પ્રથાની શરૂઆત 1980માં તાઇવાનમાં શરૂ થઈ હતી. ત્યારથી તાઇવાનમાં તે સામાન્ય થઈ ગઈ છે.

જોકે, શહેરોમાં અંતિમ સંસ્કાર દરમિયાન સ્ટ્રિપર્સને બોલાવવાનો રિવાજ ઓછો જોવા મળે છે. ચીનના સંસ્કૃતિ મંત્રાલયે આ રીતની પ્રથાને અસભ્ય પણ માની છે. એવી જાહેરાત પણ કરી છે કે, કોઈ પણ અંતિમ સંસ્કાર પર સ્ટ્રિપર્સને બોલાવશે તો તેને કડક સજા કરવામાં આવશે. જોકે, અત્યારે પણ ઘણી જગ્યા પર છુપાઈને તે પ્રથા અનુસરવામાં આવી રહી છે.