અર્ચનાએ બી-ગ્રેડ ફિલ્મમાં પણ કર્યું છે કામ, ખૂબ રસપ્રદ છે તેની લવ સ્ટોરી

મુંબઈઃ 90નાં દશકની ફૅમસ ટીવી સિરિયલ ‘શ્રીમાન શ્રીમતી’ની પ્રેમા શાલિની એટલે કે અર્ચના પૂરણ સિંહ 58 વર્ષની થઈ ગઈ છે. 26 સપ્ટેમ્બર 1962માં દેહરાદૂન, ઉત્તરાખંડમાં જન્મેલી અર્ચના બોલિવૂડ ફિલ્મોમાં કૉમેડી માટે જાણીતી છે. તે ટીવી પર અત્યારે ‘ધી કપિલ શર્મા શૉ’માં જોવા મળી રહી છે. આમ તો, ઘણાં કૉમેડી સીનમાં જોવા મળતી અર્ચનાને કિસિંગ સીનની પણ ઓફર થઈ ચૂકી છે. ત્યાં સુધી કે એકવાર તો તેમણે કિસિંગ સીન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.

‘ધી કપિલ શર્મા શૉ’માં ખુદ અર્ચના પૂરણ સિંહે એક રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. અર્ચનાએ જણાવ્યા મુજબ, ‘મેં અનુપમ ખેર સાથે લડાઇ નામની એક ફિલ્મ કરી હતી, જેમાં મારો અને અનુપમનો કિસિંગ સીન હતો. જોકે, મેં તે સીન કરવા માટે ના પાડી દીધી હતી.’

અર્ચનાએ જણાવ્યા મુજબ, ‘મને સરખી રીતે યાદ નથી કે મેં ફિલ્નના ડિરેક્ટરને કહ્યું હતું કે, હું કિસિંગ સીન કરી શકતી નથી અથવા મને લાગે છે કે અનુપમે તેમની પત્ની કિરણને ફોન કરી પૂછ્યું હતું કે, શું હું કિસિંગ સીન કરી શકું છું?. જોકે આ પછી મેકર્સે સ્ક્રિપ્ટમાંથી આ સીન હટાવી દીધો હતો.’

આમ તો, અર્ચના પૂરણ સિંહે ભલે અનુપમ ખેર સાથે કિસિંગ સીન કરવાની ના પાડી દીધી હોય, પણ વર્ષ 1990માં આવેલી ફિલ્મ ‘આગ કા ગોલા’માં તેમણે સની દેઓલ સાથે લિપલૉક સીન કર્યો હતો. આ પછી તેમણે ‘રાત કે ગુનાહ’ જેવી બી-ગ્રેડ ફિલ્મમાં પણ કામ કર્યું હતું.

મુંબઈમાં અર્ચનાએ શરૂઆતી કરિયરમાં ઘણી એડ ફિલ્મો કરી હતી, પણ તેમને સફળતા મળી પ્રોડ્યુસર જલાલ આગાની ‘બેન્ડ એડ’ની એડવર્ટાઈઝથી. આ એડવર્ટાઈઝ પછી તેમના ટેલેન્ટને નોટિસ કરવામાં આવ્યું અને તેમને ટીવી સિરિયલ ‘મિસ્ટર એન્ડ મિસેજ’માં રોલ મળ્યો હતો.

આ પછી વર્ષ 1985માં આવેલી ડિરેક્ટર પંકજ પરાશરની સિરિયલ ‘કરમચંદ’મોટું બ્રેક હતી. આ પછી તેમણે ઘણી સિરિયલમાં એક્ટ્રસ અને પ્રેજન્ટર તરીકે કામ કર્યું, એટલું જ નહીં, ઘણાં શૉમાં તે જજ તરીકે પણ જોવા મળ્યાં છે.

વર્ષ 1987માં અર્ચનાએ આદિત્ય પંચોલી સાથે ટીવી મૂવી ‘અભિષેક’માં લીડ રોલ પ્લે કર્યો હતો, આ પછી તે નસીરુદ્દીન શાહની ઓપોઝિટ ‘જલવા’માં લીડ રોલમાં જોવા મળી હતી. ફિલ્મ ‘જલવા’ સુપરહિટ રહી અને અર્ચના રાતોરાત મોટી એક્ટ્રસ બની ગઈ હતી. જોકે, લીડ એક્ટ્રસ તરીકે તેમને વધુ ફિલ્મો કરી નથી.

ટીવીના ચર્ચિત કપલ અર્ચના પૂરણ સિંહ અને પરમીત સેઠીની લવસ્ટોરી પણ ખૂબ જ રસપ્રદ છે. અર્ચનાનો છેલ્લો સંબંધ અસફળ થયાં પછી બીજીવાર લગ્નનો વિચાર માંડી વાળ્યો હતો.

અર્ચનાની મુલાકાત જ્યારે પરમીત સેઠી સાથે થઈ ત્યારે તેમને કેર અને પ્રેમ કરનારો એક સારો વ્યક્તિ મળ્યો. બંને એક કૉમન ફ્રેન્ડને ત્યાં પાર્ટીમાં મળ્યાં હતાં. ધીરે-ધીરે તેમની ફ્રેન્ડશીપ આગળ વધી અને પ્રેમમાં બદલાઈ ગઈ હતી. જૂન 1992માં બંનેએ લગ્ન કરી લીધા હતાં. આ કપલને બે દીકરા છે.

અર્ચના પૂરણ સિંહે મોટા બેનર્સની ‘અગ્નિપથ’, ‘સૌદાગર’, ‘શોલા ઔર શબનમ’, ‘આશિક આવારા’ અને ‘રાજા હિન્દુસ્તાની’ જેવી ઘણી ફિલ્મોમાં નાના-નાના રોલ પ્લે કર્યાં છે. ‘બાઝ’ અને ‘જજ મુજરિમ’ ફિલ્મમાં અર્ચનાએ આઇટમ નંબર પણ કર્યાં છે.