સાપ્તાહિક રાશિફળઃ શું કહે છે ગ્રહોની ચાલ? કેવું જશે આ અઠવાડિયું, જાણો ક્લિક કરીને

અમદાવાદઃ 17 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી સુધીનો સમય કેવો જશે, શું કહે છે ગ્રહોની ચાલ. આ અઠવાડિયે તમારા ગ્રહો કેવા છે. કેવું રહેશે તમારું આર્થિક, પારિવારિક, નોકરી, વેપાર તથા પ્રેમજીવન માટે આ અઠવાડિયું કેવું હશે.

મેષઃ આ અઠવાડિયું તમારે એવી ઘણી પરિસ્થિતિનો સામનો કરવો પડશે, જેનાથી તમે અસલામતી ફીલ કરશો. જોકે, તમે આ તમામ પડકારોનો મક્કમતાથી સામનો કરશો. કોઈ પણ મુશ્કેલીનો ઉકેલ લાવશો. આ સમય દરમિયાન પરિવારની સાથે સારો સમય પસાર કરશે. મૂડ સારો રહેશે. અઠવાડિયાના અંતમાં થોડો તણાવ રહેશે.

વૃષભઃ તમારો મૂડ સારો રહેશે નહીં પરંતુ નાણાકીય બાબતમાં પોતાને ભાગ્યશાળી તથા સલામત ફીલ કરશો. આ સમય દરમિયાન કામને લઈ સ્ટ્રેસ રહેશે. પોતાના કામમાં વ્યસ્ત રહેવાથી પરિવારને પૂરતો સમય આપી શકશો નહીં. જોકે, અઠવાડિયાના અંત સુધીમાં પહેલાં કરતા ઘણું જ સારુ રહેશે અને સ્ટ્રેસ ઓછો થશે.

મિથુનઃ પોતાને વધુ સમય આપશો. આ સમયનો ઉપયોગ પોતાના ભવિષ્ય માટે કરો. આરામ કરવા માટે સમય મળશે નહીં. જોકે, સકારાત્મક વ્યવહારને કારણે કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવી શકશો. આશાવાદી રહેશો તથા વ્યક્તિગત-વ્યવસાયિક રીતે સારું રહેશે. અઠવાડિયાના અંતે ધ્યાન રાખવાની જરૂર છે.

કર્કઃ આ અઠવાડિયું તમને એક નવો દૃષ્ટિકોણ મળશે અને ખુશીઓ આવશે. નિકટની વ્યક્તિ કે જેની સાથે તમે ભાવનાત્મક રીતે જોડાયેલા છો અને તે આ સમયે વ્યક્તિગત મુશ્કેલીમા છે અને તમે તેના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરશો. શનિના પ્રભાવને કારણે તમારી સલાગ મિત્રોને કામ આવશે.

સિંહઃ આ અઠવાડિયું તમારા માટે અતિ ઉત્તમ સાબિત થશે. આ આખું અઠવાડિયું જોશમાં રહેશે. જીવનના દરેક ક્ષેત્રમાં સુધારો આવશે. વ્યવસાયિક રીતે આ વીક ઉત્સાહપૂર્ણ રહેશે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં તમે સહજતાથી પાર ઉતરશો. નિકટના સંબંધ પહેલા કરતાં વધુ સારો બનશે. જૂની વાતોને ભૂલીને સંબંધમાં આગળ વધવાની જરૂર છે.

કન્યાઃ આ અઠવાડિયે વ્યક્તિગત જીવનમાં સંઘર્ષ કરશો. તમે કોઈ એવી યોજનાનો હિસ્સો બનશો, જેના દ્વારા તમે બીજાની સહાયતા કરી શકશો. પ્રેમસંબંધમાં ઉદ્દભેવેલી સમસ્યાઓને અટકાવવી જરૂરી છે. તમારા પાર્ટનરને એ વાતનો અહેસાસ ના થવા દો કે તમને તેની પરવા નથી. તમને તેની ચિંતા છે, તે વાત કહેવી જરૂરી છે.

તુલાઃ આ અઠવાડિયું તમારા ભાગ્યોદય થવાનો પ્રબળ આસાર છે. તમારા મોટાભાગના કાર્યોમાં સકારાત્મક પ્રતિક્રિયા મળશે. કાર્યસ્થળમાં તમારું નેતૃત્વ તમામને પ્રભાવિત કરશે. આ સમય દરમિયાન પદોન્નિત અથવા પગાર વધારાનો સંયોગ બને છે. કોઈ પણ પ્રકારની વધારાની જવાબદારી સ્વીકાર કરવામાં અચકાશો નહીં. આર્થિક સ્થિતિ સુધરશે.

વૃશ્ચિકઃ આ અઠવાડિયું તમારે ઘરમાં શાંતિ કાયમ કરવાનો પ્રયાસ કરવો જોઈએ ઘરમાં ઝઘડો થવાની સંભાવના છે. પરિવારના નિકટના સભ્યથી સાવધ રહેવાની જરૂર છે, આ વ્યક્તિ તમને વિશ્વાસઘાત કરી શકે છે. મહત્વના નિર્ણય લેતા પહેલાં લાગણીશીલ ના બનો અને ક્રોધ પર કાબૂ રાખો. જો કોઈ તમારી ટીકા કરે તો તેને મન પર ના લો.

ધનઃ આ અઠવાડિયું તમારી ભાવનાને બીજાની સામે વ્યક્ત કરવાનો સારો સમય છે. પછી તે કરિયર સંબંધિત કે પછી આર્થિક. આ સમય પોતાની વાત કહેવાનો છે અને પોતાને વ્યવસ્થિત રીતે અભિવ્યક્ત કરવાનો છે. બુધ આ સમયે તમારા હિતમાં છે અને સફળતાનો માર્ગ ખુલવાની તૈયારીમાં છે. આ માર્ગ તમારી સફળતાની સાથે સાથે આત્મ સંતુષ્ટિ તથા પ્રસન્નતાની પાસે લઈશે. પ્રેમસંબંધોમાં સુધાર આવશે.

મકરઃ આ અઠવાડિયું તમારા માટે અત્યંત આરામદાયક રહેશે અને મિત્રો-પરિવાર સાથે વધુ સમય પસાર કરશો. ક્રોધ પર કંટ્રોલ મેળવો અથવા તમારા નિકટના લોકોને દુઃખી કરી શકો છો. વ્યવસાયિક રીતે તમારો આ ક્રોધ પદોન્નિત તથા વૃદ્ધિ પર અસર કરી શકે છે.

કુંભઃ અઠવાડિયાની શરૂઆતમાં કરિયરને લઈ ખુશખબર આવશે. સામાજિક રીતે તમે સક્રિય રહેશો અને વિપરિત પરિસ્થિતિઓને સહજતાથી સંભાળી લેશો. પોતાની જવાબદારીઓને સમજવા માટે આ ઉત્તમ સમય છે. નોકરિયાત જાતકો નેતૃત્વમાં આગળ પડતા જોવા મળશે.

મીનઃ અઠવાડિયાની શરૂઆતમાં તમને કરિયરને લઈ ખુશખબરી મળી શકે છે. સામાજિક રીતે તમે સક્રિય રહેશો અને પરિસ્થિતિને સંભાળી લેશો. તમારી જવાબદારી સમજવા માટે આ ઉત્તમ સમય છે. તમને સારું પ્રદર્શન કરતા કોઈ રોકી શકશે નહીં.