સાપ્તાહિક રાશિફળઃ આ રાશિઓને આ સાત દિવસમાં મળશે ધન તો આ રાશિઓના જીવનમાં આવશે મુસીબત

અમદાવાદઃ 24 ફેબ્રુઆરીથી પહેલી માર્ચ સુધી તમારી રાશિ શું કહે છે. આ અઠવાડિયું કેવું જશે, તે અંગે આપણે વિગતે વાત કરીશું. તમારું આર્થિક, પારિવારિક, નોકરી, વેપાર તથા લગ્ન ને પ્રેમ સંબંધોમાં સાનુકૂળ સમય છે કે નહીં, તે જાણીશું.

મેષઃ આ અઠવાડિયું સામાન્ય રહેશે. પરિવારની વ્યવસ્થામાં કરવામાં આવેલો પ્રયાસ સફળ થશે. સામાજિક કાર્યમાં ઉપ્લબ્ધિઓ મળશે. બોલવામાં ખાસ ધ્યાન રાખવું. આળસ ના કરવી નહીંતર કામો અધૂરા રહેશે. અંગત સંબંધોમાં સ્થિતિ થોડી મજબૂત બનશે. ધીમે ધીમે આવક ઘટશે. તબિયત નરમ-ગરમ રહેશે. નોકરિયાત જાતકોને પ્રમોશનમાં અડચણ આવશે અને વેપારી જાતકોને જીવનસાથીનો સહયોગ મળશે. લગ્નજીવનમાં તણાવ રહેશે. પ્રેમમાં મૂંઝવણભરી સ્થિતિ રહેશે.

વૃષભઃ આ અઠવાડિયું સારું રહેશે. ધારેલાં તમામ કાર્યો પૂરા થશે અને તેથી આત્મવિશ્વાસમાં વધારો થશે. મિત્રો સાથે મનોરંજન કરવાની તક મળશે. રાજકીય મહત્કાંક્ષામાં પ્રગતિ મળશે. ધાર્મિક-અનુષ્ઠાનમાં મન લાગશે. નોકરી પદ, પ્રતિષ્ઠામાં વધારો થશે. ભૌતિક સુખ પાછળ ખર્ચ થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. સર્જન ડોક્ટર્સ માટે બેસ્ટ સમય છે. લગ્નજીવનમાં બોલાચાલી થશે પરંતુ પ્રેમ સંબંધ મધુર બનશે.

મિથુનઃ આ અઠવાડિયું સામાન્ય રહેશે નહીં. પિતાને કારણે તમારે ચિંતા થશે. સંતાન પ્રત્યે મનમાં મુશ્કેલી રહેશે. ગૃહ સંબંધિત વસ્તુઓમાં સરળતા રહેશે નહીં. પિતા સાથે વૈચારિક મતભેદ થશે. સંતાન તરફથી સારા સમાચાર મળવાની આશા છે. ઈચ્છા પ્રમાણે આવક મળશે નહીં. જૂની બીમારીમાંથી રાહત મળશે. વાહન ખરીદ-વેચાણ કરવાથી લાભ મળશે નહીં. લગ્નજીવનમાં અસંતોષનો માહોલ બનશે. પ્રેમ સંબંધમાં ઉતાવળ ના કરો.

કર્કઃ આ અઠવાડિયું મધ્યમ રહેશે. નોકરીમાં પ્રમોશનની તક છે. જીવનસાથી તરફથી અવિશ્વાસ થશે, જેથી ટેન્શન રહેશે. અર્થવ્યવસ્થામાં સુધારો થશે. આ સમયે તબિયત સારી રહેશે. સરકારી કર્મચારીઓને વધુ લાભ મળશે. વેપારમાં સામાન્ય હાલત રહેશે. નવી પાર્ટનરશિપ કરી શકશો. કાયદાકીય દસ્તાવેજો પર સહી કરતી વખતે ધ્યાન રાખવું. દાંપત્યજીવનમાં સ્ટ્રેસ રહેશે. પ્રેમીઓ માટે અનુકૂળ સમય છે.

સિંહઃ આ અઠવાડિયું સામાન્ય રહેશે. ગુપ્ત શત્રુઓ આ સમયે સક્રીય થશે. રાજકિય લોકો સાથે ઉઠવા-બેસવાની તક મળશે. બૌદ્ધિક લોકો સાથે ચર્ચા-વિચારણ થશે. મિત્રોના ઘરે આવવા-જવાનું રહેશે. આ સમયે નવા વાહનની સંભાવના છે. આવક વધશે પરંતુ સામે ખર્ચ પણ એટલો જ થશે. આંખોનું ખાસ ધ્યાન રાખવું. લોખંડના વેપારીઓને લાભ થશે. નોકરી ઈચ્છુકને આ અઠવાડિયે નોકરી મળશે નહીં. વૈવાહિક જીવનમાં સંઘર્ષ રહેશે. પ્રેમીઓ લાંબી યાત્રા પર જશે.

કન્યાઃ આ સમય સામાન્ય છે. જીવનસાથી સાથેના તમામ મતભેદો ભૂલીને ફરી પ્રેમ થશે. આર્થિક રીતે માત્ર એક જ સ્ત્રોતમાંથી આવક થશે. પ્રિયજનો સાથે સારી રીતે વર્તન કરો. આર્થિક સ્થિતિ નબળી પડશે. તબિયત સારી રહેશે નહીં. નોકરીયાત માટે સારો સમય છે. વેપાર માંડ માંડ થશે. પ્રેમીઓ એકબીજાની નિકટ આવશે.

તુલાઃ આ અઠવાડિયું સારું રહેશે. શિક્ષણ સાથે જોડાયેલા જાતકોની પ્રગતિ થશે. નવા વિચાર સાથે નવા કાર્યોનું સર્જન થશે. ભાગ્ય કરતાં કર્મ પર વિશ્વાસ રાખજો અને પૂરી કાર્યક્ષમતા સાથે કામ કરવાથી સફળતા મળશે. આર્થિક સ્થિતિમાં પ્રગતિ થશે. આંગળીઓમાં દુખાવો થશે. નોકરીમાં થોડો પ્રયાસ કરવાથી પ્રમોશન મળશે. વેપારમાં સારું રોકણ થશે. વૈવાહિક જીવન સુમધુર રહેશે. પ્રણય સંબંધો માટે યોગ્ય સમય નથી.

વૃશ્ચિકઃ જમીન તથા મકાનમાંથી ફાયદો થશે. આ રાશિના જાતકોએ દરેક કાર્ય સમજી વિચારીને સાવધાનીથી કરવું. જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળશે. નવા કામોની ઉજળી તકો છે. આવકની સારી તક છે. આ સમયે પાઈલ્સની તકલીફ થઈ શકે છે. નોકરીમાં અડચણો આવે. વૈવાહિક સ્થિતિમાં ખુશીનો માહોલ છે. પ્રેમીઓ માટે આ સમય સાનુકૂળ છે.

ધનઃ આ અઠવાડિયું મધ્યમ રહેશે. આસપસના લોકોનો સહયોગ મળશે. યાત્રાથી લાભ થશે. મિત્રોની મદદથી સફળતા મળશે. નોકરી, પદ પ્રતિષ્ઠામાં વધારો થશએ. સંતાનને શરદી ના થાય તેનું ધ્યાન રાખવું. સરકાર સાથે જોડાયેલા કામમાં પ્રગતિ થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સ્વાસ્થ્ય સારું રહેશે. રોજગારમાં તકો ઉપલબ્ધ છે. સંતાનની પ્રાપ્તિથી મધુરતા આવશે. પ્રેમીજનો માટે ખુશીનો માહોલ છે.

મકરઃ આ અઠવાડિયું સારું પસાર થશએ નહીં. પરિવાર સાથે શોપિંગ પર અવારનવાર જશો, જેથી ખર્ચ વધશે. દોસ્તો મદદ કરશે. જીવનસાથીનો સહયોગ ના મળવાને કારણે નુકસાન થશે. કોઈ પણ પ્રયાસોમાં અસફળતા મળશે. વાહન ના ચલાવો તો સારું. વેપારમાં રોકાણ કરવાનો આ સારો સમય નથી. નોકરી કરનાર ખાસ કરીને શિક્ષકવર્ગે લાપરવાહ રહેવું નહીં.

કુંભઃ આ અઠવાડિયું સારું જશે. માતા તરફથી લાભ મળશે. ઘર ગૃહસ્થીનો ભરપૂર આનંદ મળશે. જોખમ ભરેલા કાર્યો કરવાથી લાભ થશે. કોઈ પણ વ્યક્તિના દિલો દિમાગ પર છવાયેલા રહેશો. ધાર્મિક આસ્થા વધસે. મહિલાઓના માધ્યમથી ધનની પ્રાપ્તિ થશે. દિનચર્યા નિયમિત રાખો. વેપાર માટે સારો સમય છે. નોકરીયાત સહકર્મી સાથે સારો સંબંધ રાખે. વૈવાહિક જીવનમાં સારું રહેશે. ગેરસમજણને કારણ પ્રેમીજનો વચ્ચે ઝઘડો થાય તેવા યોગ છે.

મીનઃ આ અઠવાડિયું સામાન્ય રહેશે. બીમારીમાંથી સાજા થશો. તમારી લગન તથા મહેનતને કારણે નાણાકીય લાભ થશે. વર્ષો જૂનો મિત્ર મળે તેવી શક્યતા છે. અઠવાડિયાના અંતે આર્થિક સ્થિતિ સારી રહેશે. ડાયાબિટીઝના દર્દીઓ ખાસ ધ્યાન આપે. નોકરિયાત વર્ગને પ્રગતિમાં અડચણ આવશે. વ્યવસાયમાં જીવનસાથીનો સહયોગ મળશે. પરિણીત જાતકો અવઢવમાં રહેશે. પ્રેમીજનો એકબીજાની અવગણના ના કરે.