બચ્ચન પરિવાર યુરોપના રસ્તામાં જોવા મળ્યો ખરીદી કરતા, એશ-અભિ હતાં એકબીજામાં ઓતપ્રોત

મુંબઈઃ કોરોનાને કારણે બોલિવૂડ સેલેબ્સ વિદેશ પ્રવાસ જવાનું ટાળે છે. મોટાભાગના સેલેબ્સ માલદીવ્સ જતા હોય છે. હાલમાં જ બચ્ચન પરિવારની વેકેશનની તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ છે. આ તસવીરો અભિ-એશના લગ્ન બાદની છે. બંનેએ 2007માં 20 એપ્રિલે લગ્ન કર્યા હતા.

2010માં બચ્ચન પરિવાર લંડનમાં ફિલ્મ ‘રાવન’ના પ્રીમિય માટે ગયા હતા. આ તસવીરો તે જ સમયની છે. એટલે કે આ તસવીરો 11 વર્ષ જૂની છે. યુરોપના રસ્તા પર ચાલતા જોવા મળ્યાઃ લગ્નના થોડાં મહિના બાદ બચ્ચન પરિવાર યુરોપ ફરવા ગયું હતું. અભિષેક-ઐશ્વર્યા યુરોપના રસ્તા પર એકબીજાનો હાથ પકડીને જોવા મળ્યા હતા.

ઐશ્વર્યા વ્હાઇટ એન્ડ બ્લૂ, ફ્લોરલ પ્રિન્ટ ડ્રેસમાં જોવા મળી હતી. તેણે વાળને હાફ ટાઇ કર્યા હતા અને હીલ્સ સાથે લુક કમ્પ્લિટ કર્યો હતો. તો અભિષેક બચ્ચન ગ્રે ટ્રાઉઝર સાથે પિંક શર્ટમાં હતો. તેના હાથમાં શોપિંગ બેગ પણ હતા. બંનેએ સનગ્લાસ પહેર્યા હતા.

એક તસવીરમાં જયા બચ્ચન સ્કર્ટમાં જોવા મળે છે. તેમની સાથે અમિતાભ બચ્ચન પણ છે. તસવીરો જોઈને લાગે છે કે પૂરો પરિવાર યુરોપમાં ખરીદી કરવામાં વ્યસ્ત છે.

અમિતાભ બચ્ચન બ્લૂ જીન્સ તથા વ્હાઇટ શર્ટમાં હતા તો જયા બચ્ચન વ્હાઇટ શોર્ટ કુર્તા, લોંગ સ્કર્ટ તથા દુપટ્ટો કૅરી કર્યો હતો.


ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે બચ્ચન પરિવારના ચાર સભ્યો એટલે કે અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા બચ્ચન તથા આરાધ્યા બચ્ચનને કોરોના થયો હતો. ઘરમાંથી એક માત્ર જયા બચ્ચનને જ કોરોના થયો નહોતો.