કારોબારીએ ઘર બનાવવા માટે બેગ ભરીને રૂપિયા ભેગા કર્યાં પણ એક દિવસ બેગ ખોલીને જોયું તો…

આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં એવી એક ઘટના બની હતી જે જાણીને તમને ખરેખર વિશ્વાસ નહીં થાય. એક કારોબારી આલીશાન ઘર બનાવવા માટે ઢગલો રૂપિયા ભેગા કર્યાં હતાં પરંતુ તે રૂપિયાનો ઢગલો અચાનક કચરો થઈ ગયો હતો જે જોઈને પરિવાર પણ સ્તબ્ધ થઈ ગયો હતો. હાલ આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

આંધ્ર પ્રદેશના કૃષ્ણા જીલ્લાના માઈલવારમમાં બિજલી જમાલય નામનો એક કારોબારી સુઅરોની ખરીદ-વેચાણનું કામ કરતો હતો. આ કારોબારમાં તેને મોટી આવક થતી હતી પરંતુ તે આ આવક કોઈ બેંન્કમાં મુકવાને બદલે પોતાના ઘરમાં એક ભેગા કરી રહ્યો હતો. આ કારોબારી રૂપિયા બેગમાં જ રાખતો હતો અને કારોબારીએ આ પૈસાથી પોતાના માટે એક સુંદર ઘર તૈયાર કરવાનું સપનું જોયું હતું.

જોકે એક દિવસ થયું એવું કે, આ કારોબારીએ એક દિવસ પૈસા ભરેલી બેગ ખોલીને જોયું તો કારોબારીના તમામ સપનાં તુટી ગયા અને જે દ્રશ્ય હતુ તે જોઈને ભલભલાના હોશ ઉડી જાય. બેગમાં મુકવામાં આવેલા અંદાજે 5 લાખ રૂપિયાનો ઢગલો ઉધઈએ કોરી ખાદ્યા હતાં. આ જોઈને કારોબારી વિજય સ્તબ્ધ થઈ ગયો હતો. આ પૈસા આજે તેના માટે કોઈ કામના રહ્યાં ન હતા કારણ કે આ પાંચ લાખ રૂપિયા સડીને કચરો થઈ ગયાં હતાં.

કારોબારી સાથે આ ઘટના સર્જાયા બાદ કારોબારીએ આ પૈસાને રમવા માટે નાના બાળકોને આપી દીધા હતાં. પરંતુ બાળકો આ પૈસા રમતા હતાં ત્યારે કોઈ અજાણ્યા શખ્સે બાળકો પાસે આ અસલી નોટ જોઈન પોલીસને જાણ કરી હતી.

આ જાણ થતાં જ પોલીસ તાત્કાલિક તેના ઘરે પહોંચી હતી જ્યાં કચરો થઈ ગયેલી નોટોથી ભરેલી બેગને જોઈને પોલીસ પણ બે ઘડી ચોંકી ગઈ હતી. હવે પોલીસે બિજલી જમાલયની ધરપકડ કરી હતી અને તેની સામે કેસ કર્યો છે.