ફાંદ ઘટાડવી છે તો માત્ર આ ચાર સરળ કામ કરો ને પછી જુઓ પેટ કેવું સપાટ બને છે! - Real Gujarat

ફાંદ ઘટાડવી છે તો માત્ર આ ચાર સરળ કામ કરો ને પછી જુઓ પેટ કેવું સપાટ બને છે!

અમદાવાદઃ તમને ખ્યાલ છે કે વજન કેવી રીતે વધે છે. તમને ખ્યાલ પણ નથી રહેતો અને વજન વધે છે અને ફાંદ બહાર આવી જાય છે. આની પાછળ શું કારણ છે. શું શાકભાજી ખાવાથી વજન વધે છે. હા, કેટલીક શાકભાજી ખાવાથી વજન વધી શકે છે. તમે વજન ઓછું કરવા વર્કઆઉટ, જીમ, ડાયટ વગેરે કરો છો પરંતુ કેટલાંક શાક ખાઈ લેવાથી તમારું વજન ઘટતું નથી અને પેટની ચરબી ઓછી થતી નથી. આજે અમે એવા કેટલાંક શાકભાજી કહીશું, જે ના ખાવાથી વજન કંટ્રોલમાંરહે છે. બટાકાની વેફર, ફ્રેન્ચ ફ્રાઈ, ડુંગળી, લીલા ટામેટા ખાવા નહીં. તળેલું અને વધુ તેલમાં બનાવેલું શાક આજથી જ બંધ કરી દેવું, તેનાથી વજન વધે છે.


કોબીજથી વધી શકે છે વજનઃ તમને જાણીને નવાઈ લાગશે કે કોબીજથી વજન વધી શકે છે. કોબીમાં બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ તથા બ્રોકોલો સ્વાસ્થ્ય માટે સારા છે પરંતુ વધુ માત્રાાં લેવાથી વજન વધે છે. કોબી વધુ માત્રામાં ના લેવી.


પેક કરેલું સલાડઃ જો તમારે વજન ઘટાડવું છે તો પેક કરેલું સલાડ ક્યારેય ના ખાઓ. આનાથી વજન વધી શકે છે. આ સાથે જ સ્વાસ્થ્યની અનેક સમસ્યા થઈ શકે છે. પેક કરેલા સલાડમાં અનેક પ્રકારના શાકભાજી હોય છે અને ટ્રાન્સ ફેટની માત્રા વધુ હોવાથી વજન વધે શકે છે.


સ્વીટ કોર્નઃ મોટાભાગના લોકોને સ્વીટ કોર્ન ગમે છે પરંતુ વજન વધવા પાછળનું એક કારણ સ્વીટ કોર્ન પણ છે. ગ્રીલ બર્ગરની સાથે સ્વીટ કોર્ન તથા કોલ્ડ ડ્રિંક તમે લેતા હોવ તો વજન વધે જ છે. સ્વીટ કોર્નમાં સ્ટાર્ચની માત્રા બહુ હોય છે અને બ્લડ શુગર લેવલ વધે છે.


બટાટાઃ બટાટામાં કાર્બોહાઈડ્રેટ વધુ હોવાથી વજન વધે છે. બટાટા ઓછા ખાવા જોઈએ. સ્ટાર્ચ પણ વધારે હોય છે.

(નોંધઃ આ આર્ટિકલ માત્ર સામાન્ય માહિતી માટે છે. આ કોઈ પણ રીતે દવા કે સારવારનો વિકલ્પ હોઈ શકે નહીં. વધુ માહિતી માટે હંમેશાં ફેમિલી ડોક્ટરનો સંપર્ક કરવો)