TVના ‘રામાયણ’ના ભરતની Real lifeમાં હતી આ અંતિમ ઈચ્છા પણ અફસોસ કે ના થઈ શકી પૂરી

મુંબઈઃ લોકડાઉન દરમિયાન દૂરદર્શને ‘રામાયણ’ અને ‘મહાભારત’ને ફરીથી ટીવી પર બતાવવાનો નિર્ણય લીધો છે. આ દિવસોમાં લોકો ફરીથી ‘રામાયણ’ને ટીવી પર જોઇને બાળપણની યાદને તાજી કરી રહ્યા છે. ‘રામાયણ’નાં કેટલાંક પાત્રો એવાં છે, જેઓ હંમેશ માટે લોકોના દિલમાં વસી ગયાં છે. આમાંનું જ એક પાત્ર હતું ભરતનું પણ, જેને ‘રામાયણ’માં સંજય જોગે પ્લે કર્યું હતું. દર્શકોને તેમનું પાત્ર ખૂબ જ ગમ્યું હતું અને આજે પણ લોકોને ગમે છે. સંજયે ભરતના પાત્રને જીવંત કરી દીધું હતું.

જોકે, સંજય જોગ અત્યારે આ દુનિયામાં નથી. 24 વર્ષ પહેલાં, 27 નવેમ્બર, 1995ના રોજ તેમનું નિધન થયું હતું. તેમના મૃત્યુનું કારણ લીવર ફેલ ગયું હતું એવું કહેવાય છે. એક સમયે તેઓ હાઇપ્રોફાઇલ એક્ટર તરીકે ઓળખાતા હતા અને એ તો નસીબની બલિહારી જ કહેવાય કે, જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યારે લોકોને કાનોકાન ખબર પણ ના પડી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, રામાનંદ સાગરે પહેલાં તેમને લક્ષ્મણના રોલ માટે નક્કી કર્યા હતા, પરંતુ તે સમયે તેમની પાસે બીજા પણ ઘણા પ્રોજેક્ટ્સ હતા અને બિઝી શિડ્યૂલના કારણે સમય ઓછો હતો તેમની પાસે. રામાનંદ સાગરને તેમને શોમાં તો લેવા જ હતા, કારણકે તેમનું માનવું હતું કે, તેમના જેવા સરળ સ્વભાવ અને અણીયાળી આંખોવાળી વ્યક્તિ ફરી નહીં મળે.

સંજય જોગ તેમની આ જ ખાસિયાતથી ‘રામાયણ’માં ભરત બન્યા અને તેમના સરળ સ્વભાવથી લોકોના દિલમાં સ્થાન બનાવવામાં પણ સફળ થયા. તેમને દર્શકોનો અઢળક પ્રેમ મળ્યો અને તેમને રિયલ લાઇફના ભરત સમજવા લાગ્યા લોકો.

સંજય જોગનો જન્મ નાગપુરમાં થયો હતો, તેઓ ‘રામાયણ’ સિવાય પચાસ કરતાં વધારે ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે, જેમાં મરાઠી ફિલ્મો વધારે હતી. બાકીની કેટલીક ફિલ્મોમાં ગુજરાતી અને બોલિવૂડની ફિલ્મોનો સમાવેશ થાય છે.

નાગપુરમાં જન્મેલ સંજય જોગી વિશે એવું કહેવાતું હતું કે, તેઓ એક ખેડૂત હતાં અને ખેતરમાં હળ પણ ચલાવતા હતા. એકવાર તેઓ ખેતીના કામથી જ મુંબઈ આવ્યા ત્યારે મરાઠી મલ્ટીસ્ટારર ફિલ્મ ‘જિદ્દ’ તેમને ઓફર થઈ. આ ફિલ્મથી જ સંજયનું કરિયર શરૂ થયું. આ દરમિયાન તેમણે અનિલ કપૂર સાથે ‘જિગરવાલા’ સાઇન કરી. અનિલ કપૂરની આ ફિલ્મથી જ તેમણે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ સંજયે ‘અપના ઘર’ જેવી બીજી ઘણી હિંદી ફિલ્મોમાં કામ કર્યું.

સંજયને ‘રામાયણ’ માં કેવી રીતે રોલ મળ્યો તે કિસ્સો પણ બહુ રસપ્રદ છે. તેમણે એક ગુજરાતી ફિલ્મ ‘માયા બાજાર’ માં મહાભારતના અભિમન્યુનો રોલ કર્યો હતો. તેમાં તેમના મેક-અપ મેન ગોપાલ દાદા હતા. રામાનંદ સાગરની ‘રામાયણ’માં પણ ગોપાલ દાદા જ મેક-અપની જવાબદારી સંભાળતા હતા. સીરિયલ માટે કાસ્ટિંગ ચાલતું હતું, તે સમયે જ ગોપાલ દાદાએ રામાનંદ સાગરને સંજય જોગના નામ વિશે કહ્યું.

હિંદી અને અંગ્રેજી સિવાય સંજય જોગ બીજી પણ પાંચ ભાષાઓ વિશે જાણતા હતા. વર્ષ 1994 માં તેમની અંતિમ ફિલ્મ ‘બેટા હો તો ઐસા’ આવી હતી. 1980 ના દાયકામાં એક સ્ટેજ શોમાં તેઓ ‘મહાભારત’ ના શકુની મામા બન્યા હતા. સંજય જોગને ઓળખીતા લોકો કહેતા કે, તેમનું એક સપનું હતું કે, પુણેમાં જમીન ખરીદી ખેતી કરશે. પરંતુ તેમનું સપનું પૂરું ન થઈ શક્યું.