MBA સરપંચે આખા ગામને બદલી નાખ્યું, જોતા જ આંખો થઈ જશે ચાર

પાણી જીવનની સૌથી મહત્ત્વની જરૂરિયાતમાંથી એક છે, પણ જે રીતે દેશના કેટલાક વિસ્તારમાં પાણીનું સંકટ વધી રહ્યું છે. તે જોઈને દરેક નાગરિકે પોતાની રીતે પાણી બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. કેટલાય વિસ્તારમાં ભૂજળ સ્તર ખૂબ જ નીચે જતું રહ્યું છે. એવામાં વરસાદી પાણી અને પાણીના સ્ત્રોત વધારવાની જરૂર છે. રેન વોટર હાર્વેસ્ટિંગ (વર્ષા જળ સંચય) એક એવી પ્રક્રિયા છે, જેનાથી પાણીની અછત દૂર થઈ જાય છે.

આ રીતે ન માત્ર સૂકા વિસ્તાર માટે પણ તે વિસ્તારમાં પણ જરૂરી છે, જ્યાં વરસાદ સારો તો હોય. કેમ કે જો દેશના દરેક ખૂણામાં વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવે તો દરેક વિસ્તારને તેનો ફાયદો મળશે. વરસાદના પાણીના સંચયનું મહત્ત્વ સમજીને હરિયાણાના ભિડૂકી ગ્રામ પંચાયત જ નહીં પણ અલગ-અલગ સ્થળ પર રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બનાવી છે. લગભગ 18 હજાર લોકોની વસ્તીવાળા આ ગામમાં હવે પાણીની ભરાતું નથી અને ન તો ખેડૂતોને પાણીની કોઈ સમસ્યા થાય છે.

પલવલ જિલ્લાના ભિડૂકી ગામમાં થોડાક વર્ષ પહેલાં ચોમાસામાં કેટલાય લોકો ખૂબ જ હેરાન થતાં હતાં. ગામમાં પાણીની નિકાલ ન થવાને લીધે તે જગ્યાએ જળ ભરાઈ જતું હતું. ખાસ તો ગામની સરકારી સ્કૂલમાં વરસાદનું પાણી ભરાઈ જવાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલી થતી હતી. ગામના 32 વર્ષના સરપંચ સત્યદેવ ગૌતમે જણાવ્યું કે, ‘‘ સાચુ કહું તો રેઇન વોટર હાર્વેસ્ટિંગ ગામમાં બનાવવાનો વિચાર સ્કૂલમાંથી જ આવ્યો હતો. એક દિવસ સ્કૂલની મુલાકાત દરમિયાન શિક્ષકોએ મને આ મુશ્કેલી અંગે વાત કરી અને કહ્યું કે, ગ્રામ પંચાયતે આ વિષય પર કંઈક કરવું જોઈએ. ’’

સ્કૂલનું બિલ્ડિંગ ખૂબ જ જૂનું છે અને તેમાં કોઈ બદલાવ કરવો પંચાયત માટે સંભવ નહોતો. બીટેક તથા એમબીએ કરી ચૂકેલા ગૌતમે કહ્યું કે, ‘‘ પહેલાં તે ગુરુગ્રામમાં એક કંપનીમાં નોકરી કરતાં હતાં. જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા હતી. જેને સોલ્વ કરવા માટે કંપનીએ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બનાવી હતી. ’’ તેમણે વધુમાં કહ્યું કે, ‘‘મને એવું સમજાઈ ગયું હતું કે, અમે આ રીતે મુશ્કેલી દૂર કરી દેશું, પણ ટેક્નિકને થોડી વધારે સમજવા માટે એકવાર ફરી હું તે કંપનીમાં ગયો અને ત્યાં જઈ તેના વિશે માહિતી લીધી હતી. આ પછી સ્કૂલમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું કામ શરૂ કર્યું હતું. ’’

સ્કૂલના પ્રિન્સિપલ હરી સિંહે જણાવ્યું કે, ‘‘સ્કૂલ ખૂબ જ જૂની છે. બાકીનો સમય તો ઠીક, પણ વરસાદ થાય ત્યારે મુશ્કેલી વધી જાય છે. આખી સ્કૂલમાં પાણી ભરાઈ જતું હતું, પણ હવે એવું થતું નથી. આ સિસ્ટમ બનાવવાને લીધે ઘણી સુવિધા થઈ ગઈ છે. ગામની સમસ્યાઓ અંગે ગ્રામ પંચાયત ખૂબ જ એક્ટિવ છે. ’’

પાણી ભરાવવાની સમસ્યા દૂર થઈ
સૌથી પહેલાં સ્કૂલના ધાબાના પાણીને ભેગું કરવા માટે પાઇપ લગાવ્યો હતો. આ પછી રોડ અને સ્કૂલમાં જ્યાં પાણી ભરાવવાની સમસ્યા હતી ત્યાં પણ પાઇપ નાખવામાં આવી હતી. સ્કૂલના એક ભાગમાં લગભગ 8 ફૂટ પહોળો અને 10 ફૂટ લાંબા ત્રણ અંડર ગ્રાઉન્ડ ટાંકી બનાવી હતી. આ ત્રણેય ટાંકી એકબીજા સાથે જોડાયેલી છે. પહેલાં બે ટાંકીઓમાં વરસાદનું પાણી ફિલ્ટર થાય છે. ત્રીજી ટાંકીની ઊંડાઈ 120 મીટર છે. જેમાં એક બોરવેલ બનાવવામાં આવ્યો છે. આ બોરવેલ દ્વારા પાણીના જમીનની અંદર જવા દેવામાં આવે છે.

સ્કૂલમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવ્યા પછી પાણી ભરાવવાની સમસ્યા દૂર થઈ ગઈ છે. ગૌતમે કહ્યું કે, ‘‘ સ્કૂલમાં તેમને ખૂબ જ સારું પરિણામ મળ્યું. અહીં દર વર્ષે 11 લાખ લીટરથી વધારે વરસાદનું પાણી ભેગું થાય છે. એટલે તેમણે ગામના બીજા ભાગમાં પણ જોવાનું શરૂ કરી દીધું અને પાણી ભરાવવાની સમસ્યા દૂર થઈ છે. ’’ તેમણે વધુમાં કહ્યું કે, ‘‘ ગામમાં વાલ્મિકી સમાજના 40 ઘર છે અહીં રહેતાં લોકોએ ગ્રામ પંચાયતને જણાવ્યું કે, વરસાદમાં તેમના ઘરમાં પાણી ભરાઈ જાય છે. જેને લીધે તેમને ખૂબ જ મુશ્કેલી પડે છે. એટલે અમે ત્યાં પણ આ પ્રકિયાથી રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બનાવી હતી. જોકે, બોરવેલની ઊંડાઈ દરેક જગ્યાએ અલગ અલગ છે. ’’

વાલ્મિકી સમાજ ઉપરાંત ગામના ઉપ સ્વાસ્થ્ય કેન્દ્ર અને ખેલ પરિસરમાં પણ રેઇન હાર્વેસ્ટિંગ સિસ્ટમ બનાવવામાં આવી છે. સાથે જ દરેક સિસ્ટમમાં ફિલ્ટર લગાવવામાં આવ્યા છે જોકે, જમીનમાં જતું પાણી અશુદ્ધ ના હોય. આ ભૂજળનું ખારું પાણી ઓછું અને પાણી મીઠું હશે. આ ચારેય રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમથી ભિડૂકી ગામ વર્ષે લગભગ 25 લાખ લીટર વરસાદનું પાણી ભેગું કરે છે અને ભૂજળ સ્તર વધારવામાં યોગદાન આપે છે.

ખેતરોને જળ સ્ત્રોત સાથે જોડ્યા
સૌથી પહેલાં ગ્રામ પંચાયતે ગામના જળ સ્ત્રોત માટે, આવંટિત જમીનનો ગેર કાયદે કબજો છોડાવ્યો અને પછી સફાઈ કરાવી ત્યાં તળાવ ખોદાવ્યું છે. વરસાદના પાણીથી આ તળાવ ભરાઈ જાય છે અને ગામ લોકોને ખૂબ જ કામ આવે છે. સાથે જ આ તળાવની સીવરેજ લાઇનને ખેતર સાથે જોડવામાં આવી છે. એટલે ખેડૂત, જરૂરિયાત સીવરેજ લાઇન દ્વારા પોતાના ખેતરની સિંચાઈ માટે પાણી લઈ શકે છે. ગૌમતે જણાવ્યું છે કે, ‘‘ ગામના ખેતરોમાં લગભગ બે કિલોમીટર સુધી 200થી 300 મીટર દૂર 6 ફૂટ પહોળો અને દસ ફૂટ લાંબો ખાડો ખોદાવ્યો છે. આ ખાડાથી જળ સ્ત્રોતનો સિવરેજ પાઇપ જોડવામાં આવ્યો છે. એવામાં જ્યારે પણ પાણીની જરૂર પડે છે, ત્યારે ખેડૂતો આ ખાડામાં પાઇપ નાખીને સિંચાઈ કરી લે છે. ’’

આમ તો ભિડૂકી ગામમાં સિંચાઇ માટે નહેરનું પાણી આવે છે પણ, જો ક્યારેક તે પાણી મળવામાં મોડું થાય તો ખેડૂતો વાવણી માટે રાહ જોતાં નથી. ગૌતમે કહ્યું કે, ‘‘ રેઇન વોટર હાર્વેસ્ટિંગ એક એવી કારગર રીત છે. જેનાથી શહેર અને ગામમાં ઘટતા જળસ્તરને રોકી શકાય છે અને ઘણાં સમય સુધી બચી શકાય છે. પણ, જરૂરિયાત છે આ અભિગમને આગળ વધારવાની.’’

તેમણે વધુમાં કહ્યું કે, ‘‘ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ એવી રીત છે ન માત્ર આજે અમારા ગામની સમસ્યાને સોલ્વ કરી રહી છે, પણ ભવિષ્ય માટે પણ કામ કરી રહી છે. હવે અમે અમારી આવનારી પેઢી માટે તેમણે કંઈક કર્યું છે.’’

ભિડૂકી ગ્રામ પંચાયતની આ પહેલની પ્રસંશા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના કાર્યક્રમ મન કી બાતમાં પણ કરી છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ ઉપરાંત અન્ય પહેલમાં પણ ભિડૂકી ગામ એક સારું ગામ હોવાનું ઉદાહરણ પુરુ પાડી રહ્યું છે. આશા છે કે, દેશના અન્ય ગામોમાં પમ રેઇન વોટર હાર્વેસ્ટિંગ પર કામ કરવામાં આવે. જેથી દેશમાં જળ સંકટની સમસ્યા દૂર કરી શકાય.